ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ‘લાપતા લેડિઝ’

આમિર ખાનના પ્રોડક્શન બેનરમાં બનેલી અને પિતૃસત્તા પર હળવી શૈલીમાં વ્યંગ કરતી ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ઓસ્કરમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કરમાં રજૂ થશે.

કોઇ શક... મિથુન ચક્રવર્તીને ફાળકે એવોર્ડ

દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. મિથુનદાને 8 ઓક્ટોબરે યોજાનારા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં આ સન્માન એનાયત થશે.

દક્ષિણ ભારતમાં જાણીતા અને હવે હિન્દીમાં પણ એક સફળ ફિલ્મ આપનારો ધનુષ હવે નવી તમિળ ફિલ્મમાં બ્રિટિશ મોડેલ અભિનેત્રી એમી જેકશનની સાથે દેખાશે. દિગ્દર્શક વેલરાજની ‘વેલા ઇલ્લા પથ્થારી’ (વીઆઈપી) ફિલ્મ બાદ આ ૩૨ વર્ષીય અભિનેતાની ‘રાંઝણા’ પછીની બીજી ફિલ્મ...

૧૪૯ ફિલ્મોમાં અભિનય આપનાર દેવેન વર્મા (૭૮)નું બીજી ડિસેમ્બરે મોડી રાત્રે પૂણેની હોસ્પિટલમાં હાર્ટએટેકથી નિધન થયું છે. તેમની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી.

લોકસભાની ગત ચૂંટણી પછી અભિનેતામાંથી સાંસદ બનેલા ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી છે.

સંજય દત્તે જેલમાં જતાં પૂર્વે પૂરી કરેલી આ છેલ્લી ફિલ્મ એટલે ‘ઉંગલી’. હવે તે જેલમાંથી બહાર આવ્યા પછી જે ફિલ્મ કરશે તેમાં જોવા મળશે. અભય (રણદીપ હૂડા), માયા (કંગના રાણાવત), ગોટી (નીલ ભૂપાલમ્) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ...

કોઇ વ્યક્તિની કારકિર્દી જે તે ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોય તેને છોડવાનું વિચારી શકે ખરી? કદાચ નહીં. જોકે આ વાત સોનાક્ષીને લાગુ પડતી નથી. અત્યારે સફળતાના આસમાનને આંબતી ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા માટે ફિલ્મો-અભિનય મહત્ત્વનું નથી.

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઇશનિંદાના એક કેસમાં અભિનેત્રી વીણા મલિકને દોષિત ઠરાવીને ૨૬ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે વીણાની સાથે તેના પતિ અને...

દેશવિદેશમાં ‘ભજન સમ્રાટ’ તરીકે જાણીતા અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું સોમવારે અમેરિકામાં હૃદય તથા કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી લીવર ફેલ થવાથી અવસાન થયું...

ક્રિસમસની રજાઓમાં દુબઈમાં એક વર્લ્ડ ડાન્સ-કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી દરેક ટીમનો એક જ ધ્યેય હતો કે કોઈ પણ હિસાબે ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બનવું. આ તમામ ટીમો વચ્ચે એક ટીમ એવી પણ છે જેને ડાન્સનો D પણ બરાબર નથી આવડતો,...

આ ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ટસલની છે. મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના પિતા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો આતંકવાદીઓએ તેમની...

હૃતિક રોશન અભિનિત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના બહુ જ જાણીતા પાત્ર ‘જાદુ’ના ચહેરા પાછળ છુપાયેલા ગુજરાતી કલાકાર છોટુ દાદાનું ૨૮ સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે મુંબઈ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter