ફેશનની દુનિયા એટલે સતત પરિવર્તનશીલ દુનિયા. ફેશનની દુનિયામાં સમયાંતરે ટ્રેન્ડ બદલાતો રહે છે. હાલમાં ફેશનિસ્ટાઓમાં અફઘાની સલવાર સૂટ બહુ લોકપ્રિય બન્યા છે. વળી, આ સ્ટાઇલનો સુટ પ્રમાણમાં ખુલ્લો હોવાના કારણે ગરમી પણ ઓછી લાગે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ઘરમાં લગાવેલા પડદા વારંવાર મેલા થઇ જતા હોય છે. વાસ્તવમાં, પડદા ગંદા થવા પાછળનું કારણ ધૂળના કણોની સાથે ઘરના બાળકો પણ હોય છે. બાળકો રમતી વખતે પડદા પર તેમના ગંદા હાથ લૂછી નાખે છે, તેથી ડાઘ-ધબ્બા દેખાય છે. ક્યારેક આ ડાઘા દૂર કરવા મુશ્કેલ બને છે. જોકે કેટલીક ટિપ્સનું ધ્યાન રખાય તો તેને સરળતાથી સાફ કરી શકાય છે.
ચહેરાની સુંદરતાની સાથે સાથે હાથની સુંદરતા પ્રત્યે યુવતીઓ હવે સજાગ થઈ ગઇ છે. તેથી હાથને બ્યુટીફૂલ બનાવવા નેઇલ આર્ટ કરાય છે. નેઇલ આર્ટમાં પણ ડિઝાઇનની કોઈ કમી નથી. એક એકથી ચડિયાતી અને મનમોહક ડિઝાઇન અવેલેબલ છે. એમાં આ ગરમીમાં મનને ઠંડક આપતી ફૂલોની ડિઝાઇનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સરસ મજાનાં ફૂલોને નખ ઉપર ચિતરવામાં આવે તો એક પ્રકારના પોઝિટિવ વાઇબ્સ આવે છે. મન પ્રફુલ્લિત રહે છે. એમાંય ફ્લાવર પ્રિન્ટના આઉટફિટ કેરી કરવામાં આવે તો જાણે સોનામાં સુગંધ ભળશે. તમારા સ્ટાઇલિશ લુકને ચાર ચાંદ લાગી જશે. આથી જ આજે આપણે ફૂલોમાં પ્રખ્યાત એવા સનફ્લાવર નેઇલ આર્ટની વાત કરીશું.
છત્તીસગઢના રાયપુરની ધૃતિ ગુપ્તાએ એક લાખ યુવતીઓને પાછળ ધકેલીને યુએસ આર્મીમાં સ્થાન મેળવ્યું છે. હવે સૈન્ય અધિકારી બનવાની તેની તાલીમથી માંડીને અભ્યાસનો સમગ્ર ખર્ચ યુએસ આર્મી ઉઠાવી રહી છે. ધોરણ 12 પાસ કરતાં જ ધૃતિએ યુએસ એરફોર્સમાં ઉચ્ચ અભ્યાસ માટે 2 લાખ ડોલરની (1.67 કરોડ રૂપિયા)ની સ્કોલરશિપ મેળવી હતી.
રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ યાદ છે? વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલી. તેમાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર માટે જોન મોલો અને ભાનુ અથૈયાને એવોર્ડ મળેલો.... એની વિશેષતા એ હતી કે ફિલ્મની વેશભૂષા માટે પુરસ્કૃત થનાર ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતી! ભાનુનો અર્થ સૂરજ થાય. એ દ્રષ્ટિએ એમ કહી શકાય કે પોતાનું નામ સાર્થક કરીને ઓસ્કારના આકાશમાં સૂર્ય બનીને ઝળહળી ઊઠેલી ભાનુ ! શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે ભાનુ અથૈયાના નામની ઘોષણા થઈ ત્યારે આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠેલું. ભાનુએ વિનમ્રતાથી એવોર્ડ સ્વીકારીને કહેલું, ‘શુક્રિયા રિચર્ડ એટનબરો, દુનિયાનું ધ્યાન ભારત ભણી દોરવા બદલ...!’
ફેશનબેલ કપડાં, એક્સેસરીઝ કે શૂઝની ખરીદી માત્ર પોકેટને જ ભારે પડે છે એવું નથી, અમુક પ્રકારની ફેશન કમરને પણ ‘ભારે’ પડી શકે છે. હાઇ-હિલ સેન્ડલ કે શરીરને ચપોચપ ચોંટી જતાં ક્લોથ્સને કારણે શરીરનું હલનચલન મર્યાદિત થઇ જતું હોવાથી કમરનો દુઃખાવો થઈ શકે છે એવું સ્પાઈન એક્સપર્ટ્સનું કહેવું છે.
તમે તમારા ઘરની દીવાલોને નવો દેખાવ આપવા માંગો છો, તો એવા કેટલાક આઇડિયા છે જેની મદદથી તમે સિમ્પલ દીવાલને અનોખો લુક આપી શકો છો.
પેતોંગતાર્ન શિનાવાત્રાએ માત્ર 37 વર્ષની વયે થાઇલેન્ડનાં વડાંપ્રધાન તરીકે સુકાન સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વીતેલા સપ્તાહે જ થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને પદ પરથી બરતરફ કરી નાંખ્યા હતાં. તેમની સામે નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરીને એક પૂર્વ ગુનેગારની પ્રધાનમંડળમાં નિમણૂક કરવાનો આરોપ હતો.
નામ વસંત હોય એટલે જીવનમાં પણ વસંત હોય તો એવું જરૂરી નથી. વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને....પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી. વસંત પછી પાનખર આવે છે અને પાનખર પછી વસંત !
પેરિસ ઓલિમ્પિકના શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર અત્યારે મિનિ વેકેશન માણી રહી છે. ત્રણ મહિનાની આ રજાઓ દરમિયાન મનુ ભાકરે પોતાના માટે સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અલબત્ત, આ ગાળામાં પણ તેણે દિનચર્યા મુજબ સવારે છ વાગ્યે ઉઠવાનું અને યોગ કરવાનું તો ચાલુ રાખ્યું છે. સાથે સાથે જ તે તે શોખ પણ પૂરા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મનુ ભાકરે પેરિસમાં 10 મીટર એર પિસ્તોલ સિંગલ ઇવેન્ટ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
