બિલાડીના પેટમાં ખીર અને સ્ત્રીનાં પેટમાં વાત ટકતી નથી એવી એક વક્રોક્તિ છે. જોકે, આ વાત સાચી લાગતી નથી કારણ કે સાઉથ વેલ્સની અને ચાર સંતાનની માતા ઝેના કૂપરે ૩૮ વર્ષથી પોતે અંધ હોવાની હકીકત દુનિયાથી છુપાવી હતી. તેના માતાપિતા જ નહીં, તેના પતિ પણ આ હકીકતથી અજાણ જ રહ્યાં હતાં. અંધ હોવાં છતાં ૪૨ વર્ષીય ઝેનાએ એવી આગવી પદ્ધતિઓ વિકસાવી હતી કે તે નરી આંખે જોઇ શકતા લોકોને પણ અંધારામાં રાખી શકી હતી. જોકે આપણે સત્યને ગમેતેટલું છુપાવીએ પણ એક તબક્કે તો તે બહાર આવી જ જતું હોય છે, અને ઝેનાના કિસ્સામાં પણ આવું જ બન્યું છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
હળવી ઠંડી હોય તોય પણ માથે કેપ અને હાથમાં મોજા પહેરવા ગમે છે. ગરમ વસ્ત્રોમાં આમ તો સ્વેટર્સ, જેકેટ, શાલ, લોંગ કોટથી માંડીને મોજાનું કલેક્શન લોકો રાખે જ છે, પણ અત્યારે ફન્કી કેપ અને ફન્કી મોજાનો ટ્રેન્ડ છે. ટોપી અને હાથ-પગનાં મોજા આમ તો શિયાળા સિવાય પણ ગરમીથી, તડકાથી કે પવનથી બચવા પણ ઉપયોગમાં લઈ શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા માટે ટોપી અને મોજા ઠંડીનો સામનો કરવાની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટ પણ બની ગયા છે. હાલમાં એવા સોફ્ટ કેપ અને મોજા બને છે કે જાણે સોફ્ટ ટોય પહેરીને ચાલતા હોઈએ એવું લાગે છે. વળી, હોઝયરી મટીરિયલમાંથી બનેલી કેપ કે મોજા તો કોઈ પણ સિઝનમાં પહેરી શકાય છે. તેનો ઠંડીથી જ બચવા ઉપયોગ થઈ શકે તેવું નહીં.
લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે. લગ્નમાં દુલ્હનની સાથે સાથે તેની નજીકની સગા સંબંધી મહિલાઓ પણ મેકઅપ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. લગ્નમાં દરેક મહિલા ખુબસૂરત દેખાવા ઈચ્છે છે. જોકે ખાસ કરીને દુલ્હનને તેના મેકઅપ અને લુક માટે સૌથી મોટી મૂંઝવણ હોય છે. બ્રાઇડલ મેકઅપમાં ઘણી નવી ટેકનિક્સનો ઉપયોગ થાય છે. આજકાલ લગ્ન પ્રસંગ માટે મહિલાઓમાં એરબ્રશ મેકઅપ પ્રખ્યાત છે.
બાળાથી લઈને વૃદ્ધા સુધી કોઇક જ હશે જેને મહેંદી લગાવવી પસંદ ન હોય. લગ્નનો પ્રસંગ હોય કે તહેવાર માનુનીઓ મહેંદી લગાવવાનું અચૂક પસંદ કરે છે. હવે તો તૈયાર મહેંદીની ડિઝાઈન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. મહેંદીના માર્કેટમાં મળતા ગ્લિટર સાથેના અને ગ્લિટર વગરના ટેટુ પણ ઘણી યુવતીઓ પસંદ કરે છે. આજકાલ આ મહેંદીનો ટ્રેન્ડ વધુ ચાલી પણ રહ્યો છે. જોકે અહીં કેટલીક મહેંદીની ડિઝાઈન આપી છે જે તમને મદદરૂપ થઈ શકે છે.
આરોગ્ય સુવિધા વધવાને કારણે માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. યુકેમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, જો કે છેલ્લા ૪૫ વર્ષમાં મહિલાઓનાં સરેરાશ આયુષ્યમાં સાત વર્ષનો વધારો થયો છે તો પુરુષોના સરેરાશ આયુષ્યમાં ૧૨ વર્ષનો વધારો થયો છે. ભૂતકાળ ઉપર નજર નાખીએ તો જૈવિક અને સુરક્ષિત જીવનશૈલીને કારણે પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ રહ્યું છે હવે એમાં કેમ ઊલટફેર થઈ ગયો? ૨૦૧૮માં પુરુષો માટે સરેરાશ આયુષ્ય ૨૦૧૮ના વર્ષમાં સૌથી વધુ રહ્યું હતું જ્યારે મહિલાઓ માટે ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૪માં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૮ વર્ષ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ તેમાં બીજો કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. બીજી તરફ જીવનશૈલીમાં સુધારો પણ ૧૯૭૦ના દાયકાથી જણાઈ રહ્યો છે. ૨૦૧૮માં ૧૦,૭૩૦ પુરુષો ૮૬ વર્ષની સરેરાશ વયે મૃત્યુ પામ્યાં હતાં. આમ બ્રિટનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૮ વર્ષ જ્યારે પુરુષોનું આયુષ્ય ૮૬ વર્ષ નોંધવામાં આવ્યું હતું.
લિસી પ્રિયા કંગુજુમ પર્યાવરણની રક્ષા બાબતે ૮ વર્ષની નાની ઉંમરથી ખૂબ જ મહેનત કરી રહી છે. તેણે પર્યાવરણની રક્ષા બાબતે ૨૧ દેશોમાં ભાષણ પણ કર્યાં છે. પ્રિયાએ વડા પ્રધાન મોદી પાસે દેશમાં હવામાન પલટા કાયદો લાગુ કરવા માગ કરી હતી. સંસદ સંકુલની પાસે રેલીમાં તેણે વડા પ્રધાન મોદીને હવામાન પલટા માટે કડક પગલાં ભરવા કહ્યું હતું. એ પછી તેણે એએનઆઈ સાથે વાત કરીને કહ્યું કે, હું વડા પ્રધાન તથા તમામ સાંસદોને વિનંતી કરું છું કે હવે હવામાન પરિવર્તન પર પગલાં લેવાય અને આપણું ભવિષ્ય બચાવાય. સમુદ્રનું સ્તર વધે છે અને પૃથ્વી વધુ ગરમ થઈ રહી છે. તેઓએ હવે આના પર કડક પગલાં ભરવા જોઈએ. લિસી ‘ધ ચાઇલ્ડ મૂવમેન્ટ’ની સ્થાપક પણ છે.
ભારતીય પરિધાન સાડી કોઈ પણ યુવતીથી લઈને વૃદ્ધા સુધી દીપે છે. પ્રભાવશાળી અને ગરિમાસભર સાડી નીતનવી રીતે પહેરીને તમારા દેહ મુજબ પહેરી શકાય છે. જોકે કેટલીય માનુનીઓ એવી હશે જેમને સાડી પહેરતાં આવડતી હશે નહીં તો આવી રમણીઓ માટે માર્કેટમાં ખાસ રેડી મેઈડ સાડી મળી રહે છે. તમારા શરીરના બાંધા પ્રમાણે તેને ધારણ કરી શકાય છે. તેથી જે મહિલા સ્થૂળ કાયા ધરાવતી હોય કે મેદસ્વી હોય તેણે સામાન્ય રીતે જ્યોર્જેટ, શિફોન તથા મૈસૂર સિલ્ક જેવી સાડી ખરીદવી જોઈએ. દરેક પ્રકારની રેડીમેઈડ સાડીઓ માર્કેટમાં મળી જ રહે છે. માર્કેટમાં મળતી રેડીમેઈડ સાડી તમારી કાયા મુજબ યોગ્ય ફિટ થાય એ રીતે બનાવાયેલી પણ મળી રહે છે.
રેશમી સુવાળી ત્વચા કોને ન ગમે? જોકે ત્વચાની જેવી કાળજી રાખો એવી એ રહેશે. ખીલ, બ્લેકહેડ્ઝ, ડાઘ એ વાતનો સંકેત આપે છે કે તમે ત્વચાની યોગ્ય માવજત કરતા નથી. સંપૂર્ણ સ્વસ્થ ત્વચા માટે બોડી પોલિશિંગ જરૂરી છે અને તે ઘરે પણ થઈ શકે છે. અહીં એ માટેના કેટલાક ઉપાયો અને પ્રયોગો આપેલાં છે. તાજાં ફૂલ, ફળ, શાક, તેલ, એસેન્શિયલ ઓઈલ, દાળ, ચોખા, થૂલું, દહીં, દૂધ, છાશ, મીઠું, ખાંડ અને હર્બ્સનો ઉપયોગ બોડી પોલિશિંગ માટે કરી શકાય. આ ઉપરાંત બોડી પોલિશિંગ માટે તમને પ્યુમિક સ્ટોન જોઈએ. બોડી પોલિશિંગ માટે સૌથી મહત્ત્વનું એ છે કે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને એ કરો.
વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને શાળા તેમજ બાળાઓને સમજવાનું નક્કી કર્યું હતું. બાળાઓને ચેસ તેમજ અલગ-અલગ પ્રવૃત્તિની ટ્રેનિંગ પણ આપવાનું તેમણે નક્કી કર્યું હતું.
આણંદની ચિખોદરા કન્યા શાળાની શિક્ષિકાએ ફેસબુક મારતફે અનુરાધાનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે ચેટિંગ દ્વારા પોતાની શાળાની બાળાઓને ચેસ સહિતની એકટિવિટીમાં રસ હોવાનું જણાવ્યું હતું. શિક્ષિકાની વાત સાંભળી અનુરાધાએ બાળાઓ માટે ખાસ કરવાનું નક્કી કર્યું હતું. અનુરાધા ૮ જાન્યુઆરીએ આણંદ સ્થિત ચિખોદરા કન્યા શાળાની મુલાકાતે આવ્યાં હતાં. બાળાઓની ચેસ પ્રત્યે રુચિ હોવાની જાણ થતાં તેઓએ ૧૫ દિવસ સુધી દરરોજ બાળકોને ચેસ રમવાની પ્રેક્ટિસ કરાવી હતી. તે સમય સુધી અનુરાધા શિક્ષિકાના મહેમાન બની તેમના ઘરે રોકાયા હતા. ૧૦ દિવસની પ્રેક્ટિસ બાદ મોટાભાગની બાળાઓ ચેસ રમતા શીખી ગઇ હતી. જેથી અનુરાધાએ બાળાઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને ૨૨ જાન્યુઆરીના રોજ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું.
કેનેડાની ડાના ગ્લોવાસ્કા વિગન ડાયેટને કારણે ચર્ચામાં છે. તેના નામે સૌથી લાંબા સમય સુધી પ્લેન્ક પોઝિશનમાં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. પ્લેન્ક એક પ્રકારની એકસરસાઇઝ છે, જેને સામાન્ય લોકો એક કે બે મિનિટથી વધુ કરી શકતા નથી. ડાનાએ સળંગ ૪ કલાક ૨૦ મિનિટ સુધી પ્લેન્ક કરી તેથી તેનું નામ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
