મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    જૂના જીન્સમાંથી બનાવો જીવન જર

    સામાન્ય રીતે લોકો જૂના - ફાટેલા જીન્સને ફેંકી દે છે, પણ હવે તેવા જીન્સ ફેંકી ન દેતાં એમાંથી જ રોજ ઉપયોગમાં લઇ શકાય એવી વસ્તુઓ બનાવો. ફાટેલા કે જૂના જીન્સમાંથી તમે ઘરમાં પડદાથી માંડીને મોબાઈલ સ્ટેન્ડ બનાવી શકો છો. આ માટે કેટલીક ટિપ્સ અહીં આપી છે.

    જે કે રોલિંગ રૂ. ૧૧૪૦ કરોડનું દ

    બ્રિટિશ લેખિકા જે કે રોલિંગ તેમની બુક ઓનલાઉન લાવ્યાં છે.ફેરી ટેલ ‘ઇકાબોલ’ ઇન્ટરનેટ પર ફ્રીમાં વાંચી શકાય છે. રોલિંગ આના એક પછી એક ચેપ્ટર લખી રહ્યાં છે અને તેની રોયલ્ટી કોરોના પીડિતોની મદદ માટે આપશે.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉર્મિલાબહેન પંચાલ (ઉં ૫૮) છે. ઉર્મિલાબહેનનાં સંતાનોમાં પુત્ર અને પુત્રવધૂ બંને મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા છે. ઉર્મિલાબહેનના પતિ નિવૃત્ત હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબહેનને કહેતા રહેતા હતા કે, આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે? સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. એક વખત તો ઉર્મિલાબહેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે, પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ. ઉર્મિલાબહેને ખૂબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધું કે, આ કોરોનાને જવા દો. અત્યારે સેવા કરવાનો સમય છે. મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ અને ઉર્મિલાબહેને નોકરી ચાલુ રાખી.

    મુઝફ્ફરનગરમાં અનોખા લગ્નઃ ૩ ફ

    લોકડાઉનને લીધે ઘણાં યુગલ સાદાઈથી લગ્ન કરી રહ્યાં છે અથવા તેમના લગ્ન પાછા ઠેલાય છે. ઘણાય લગ્નો નિયમોને ધ્યાનમાં રાખીને થઈ રહ્યાં છે. જોકે બિહારના મુઝફ્ફરપુરમાં લોકડાઉનમાં એક અનોખા નિકાહ તાજેતરમાં પઢાયા. દુલ્હા-દુલ્હનની હાઈટને લીધે આ નિકાહે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ જોડીમાંથી દુલ્હાની હાઈટ ૩ ફૂટ છે અને દુલ્હનની હાઈટ અઢી ફૂટ છે. સ્થાનિક લોકોના સાથ-સહકારથી નિકાહમાં કોઈ અડચણ આવી નહીં.

    હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    લાંબા રેશમી ઘટાદાર કેશ મેળવવા...

    પ્રદૂષણથી ભરેલા વાતાવરણ રોજિંદી અનિયમિત જિંદગીની અસર સંપૂર્ણ શરીરની સાથે સાથે તમારા કેશ પર પણ થાય છે. લાંબા, રેશમી, ઘટાદાર કેશ દરેક કિશોરીથી માંડીને વયોવૃદ્ધ મહિલાનું સપનું હોય છે. ભરાવદાર ઘાટા વાળ મેળવવા માટે અહીં કેટલીક ટિપ્સ આપેલી છે. 
    કોઈ પણ વ્યક્તિનાં સુંદર વાળ તરત જ કોઈનું પણ ધ્યાન ખેંચે છે. એ જેટલા ભરાવદાર હશે તેટલી જ સુંદરતા આપશે. જોકે બધાના વાળ કુદરતી રીતે જ ઘાટા અને રેશમી હોતા નથી. કેટલાક ઘરેલુ ઉપચારથી વાળને સુંદર બનાવી શકાય છે. 

    માતા-પુત્રી એક સાથે મેડિકલ ગ્ર...

    યુએસના લુઇસિયાના રાજ્યમાં રહેતી સિન્થિયા અને જેસ્મિનને કોઈ જુએ તો બંને મિત્રો જેવી લાગે, પણ તેઓ માતા-પુત્રી છે. ૪૯ વર્ષીય સિન્થિયા અને ૨૬ વર્ષીય જેસ્મિન એક સાથે જ મેડિકલ સ્કૂલમાં ગ્રેજ્યુએટ થયા અને એક જ હોસ્પિટલમાં સાથે જ નોકરીએ પણ લાગ્યા છે. મા-દીકરી આ વર્ષે જ ગ્રેજ્યુએટ થયા છે. જેસ્મિને લ્યુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીમાં અને સિન્થિયાએ યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સમાં અભ્યાસ કર્યો. 
    જેસ્મિન કહે છે કે, સિન્થિયા મારી માતા હોવા સાથે સાથે અમે બંને એકબીજાના સારા મિત્રો પણ છીએ. અમને સાથે કામ કરવાની ઘણી ખુશી છે. અમે ક્યારેય કોઈ પ્લાન કર્યો નહોતો અને ભવિષ્યમાં શું થશે? તેવો પણ કોઈ વિચાર કર્યો નહોતો. 

    કોરોનામુક્ત થયેલા દર્દીને ૧૦

    મણિપુરમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરે કોરોનામાંથી સાજા થયેલ દર્દીને તેના ઘરે પહોંચાડવા માટે ૧૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. તેના આ કામ બદલ મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રૂ. ૧.૧૦ લાખનું ઈનામ આપીને સન્માન કર્યું હતું. કામજોંગ શહેરમાં રહેનાર દર્દીની કોરોનાની સારવાર ઈમ્ફાલમાં ચાલતી હતી. આ બંને જગ્યાઓ વચ્ચેનું અંતર ૧૦૦ કિમી છે. કોરોના વાઈરસને હરાવીને આ દર્દીને પોતાના ઘરે જવું હતું, પણ હોસ્પિટલની એમ્બ્યુલન્સે અન્ય શહેરમાં જવાની ના પાડી. આ સમયે લેઈબી ઓઈનમ નામની મહિલાએ આ દર્દીને રિક્ષામાં ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી.

    ડો. કેથી સુલિવાઃ અવકાશમાં સ્પ

    યુએસમાં રહેતી ડો. કેથી સુલિવાન (ઉં ૬૮) નાસાનાં અંતરિક્ષ યાત્રી છે અને તેમણે સમુદ્રના સૌથી ઊંડા મારિયાના ટ્રેન્ચના તળિયે દોઢ કલાક પણ વીતાવ્યો છે. આ પછી ડો. કેથી સુલિવાન દુનિયાનાં પ્રથમ એવાં મહિલા છે કે જેમણે અંતરિક્ષમાં પણ લટાર મારી છે અને સમુદ્રના સૌથી ઊંડા ગણાતા મારિયાના ટ્રેન્ચના તળિયાનો પણ અનુભવ કર્યો છે. ચેલેન્જર ડીપ નામનું આ સ્થળ ૩૫૮૧૦ ફૂટ નીચે આવેલું છે. કેથીએ આ સાહસ ઈયોસ એક્સપિડિશન્સ નામની લોજિસ્ટિક કંપની સાથે મળીને કર્યું છે. તેની સાથે વિક્ટર એલ. વેસ્કોવી પણ ગયા હતા. બંનેએ ચેલેન્જર ડીપમાં આશરે દોઢ કલાક વીતાવ્યો. બાદમાં આશરે ચાર કલાક પછી તેઓ પોતાના જહાજ પર આવ્યા હતા. બંનેએ આશરે ૪૦૮ કિમી ઉપર ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના અંતરિક્ષયાત્રીઓ સાથે પણ વાત કરી હતી.