મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ૧૫ મિલિયન ડોલરનો બ્રાઇડલ ગાઉન...

    થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિયેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતનાં તારની બનેલી નેટ, સિલ્ક ઑર્ગન્ઝા, સેંકડો હીરા જડેલી એમ્બ્રોઇડરીથી સજાવવામાં આવ્યો હતો. ઇજિપ્શિયન ડિઝાઇનરે આ ડ્રેસ સૌથી મોંઘા ડ્રેસિસમાં ત્રીજા ક્રમે હોવાનો દાવો કર્યો છે. ઇજિપ્તના અમીર પરિવારની દીકરીએ ઑર્ડર કરેલો આ ગાઉન બનાવતાં ૮૦૦ કલાક લાગ્યા હતા. એ ડ્રેસની કિંમત ૧૫ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૦૭ અબજ રૂપિયા છે. પેરિસના કેરોસલ ડુ લુવ્રેમાં યોજાયેલા ઓરિએન્ટલ ફૅશન શોની ૩૪મી એડિશન માટે આ  ડ્રેસ બનાવવામાં આવ્યો હતો.

    પ્રોફેશનલ લુકમાં લાવો ફેરફાર

    પોશાક તમારા પ્રમોશનલ લુકમાં મોટો ભાગ ભજવે છે. તમારું કામ તો ઓફિસમાં તમને ઓળખ અપાવે જ છે, પણ તમારો દેખાવ પણ તમારી પ્રોફેશનલ પર્સનાલિટીમાં મોટો ભાગ ભજવે છે. વર્કવેર પસંદગી કરતી વખતે તમારા પ્રોફેશન અને વર્ક પ્રોફાઈલ પર ધ્યાન આપવાની સાથે તમારા ફેસ સ્ટ્રક્ચર, બોડી અને સ્કિન ટોન પણ જાણવા જરૂરી છે. એને આધારે જ કલર, નેકલાઈન, અને ડ્રેસ પેટર્ન પસંદ કરવા જોઈએ. કલ્પના કરો કે કોઈ લેડી ડોક્ટર બિઝનેસ સૂટ પહેરે કે કોઈ કંપનીની માર્કેટિંગ હેડ જીન્સ અને ખાદીના કૂર્તામાં કેવા લાગશે? એટલે જ ડ્રેસિંગ સેન્સ બહુ જરૂરી છે.

    ૧ મિનિટમાં ૨૧ નિરાલંબ પૂર્ણ ચક...

    ઉત્તરાખંડમાં આવેલા નૈનિતાલના ગોલાપુર ગામની રિયા પલાડિયા તેની શરીરની લવચિકતાથી સૌને આશ્ચર્ય ચકિત કરી દે છે. રિયાએ અદ્ભુત રેકોર્ડ પણ કર્યો છે. રિયાએ એક મિનિટમાં ૨૧ નિરાલંબ પૂર્ણ ચક્રાસન કરીને વિક્રમ સર્જ્યો છે. નિરાલંબ પૂર્ણ ચક્રાસનમાં ઊભા રહીને પાછલી દિશામાં સંપૂર્ણ વળીને સૂઈ જવાનું હોય છે. આ અગાઉનો આ આસન માટેનો રેકોર્ડ એક મિનિટમાં ૧૫ આસનોનો હતો. 

    પુત્રીએ કરિયાવરમાં તેના વજન જ

    રાજકોટ નાનામવામાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. કિન્નરીબાએ પોતાના ઘરમાં ૫૦૦ પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે, વાંચનના શોખથી જાડેજા પરિવારની આ દીકરી પાસે સમજણ અને શબ્દ ભંડોળનો જાણે ખજાનો તૈયાર થયો. કિન્નરીબાના વાંચન શોખે તેમને એક સારા વક્તા પણ બનાવ્યા. એકાદ વર્ષ પૂર્વે કિન્નરીબાની સગાઇ વડોદરાના ભગીરથસિંહ સરવૈયાના પુત્ર અને હાલમાં કેનેડા રહેતા એન્જિનિયર પૂર્વજિતસિંહ સાથે થઇ, એક દિવસે કિન્નરીબાએ તેમના પિતા હરદેવસિંહને કહ્યું કે, મને કરિયાવરમાં મારા વજન જેટલાં પુસ્તકો આપજો, દીકરીની વાત સાંભળી પિતા ગળગળા બની ગયા, પુત્રીની ઇચ્છા તો પૂરી કરવી જ હતી પરંતુ પુસ્તકપ્રેમી પુત્રી આશ્ચર્યચકિત થઇ જાય તેટલા અને તેવા પુસ્તકો આપવાનો તેમણે નિર્ધાર કરી લીધો હતો.

    મસ્કરાથી આપો આંખોને મુસ્કુરા

    ક્યારેક એવું બને કે મહિલાઓ કે યુવતીઓને ફુલ મેક અપ કરવાનો સમય ન હોય અથવા તેમણે ફુલ મેક અપ કરવો ન હોય. આ સમયે આંખોને હાઈલાઈટ કરવા માટે તેઓ મસ્કરાનો ઉપયોગ કરી શકે છે. જોકે યોગ્ય રીતે મસ્કરા ન લગાવી હોય તો પાંપણો સુંદર નહીં લાગે અને તે તમારા દેખાવમાં ચાર ચાંદની જગાએ દાગ બની રહેશે. મેક અપ સાથે કે મેક અપ વગર મસ્કરા કેવી રીતે લગાવવી એ માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે. જેના અમલથી મસ્કરા લગાવવી સરળ રહેશે અને તમારા લુક અને આંખોથી તમે ક્યાંય પણ છવાઈ જશો.

    કુદરતી સામગ્રીમાંથી બનાવો ક્

    સિઝન ગમે તે હોય ત્વચા સાફ રહે તો આપોઆપ સુંદરતા મળી રહે. ત્વચાને સાફ કરવાથી ત્વચાને ગંદકી, ઓઇલ અને મૃતકોષોથી મુક્ત કરી શકાય છે. ત્વચાને તંદુરસ્ત રાખવા તેને સાફ રાખવી એ મહત્ત્વનું છે. આમ તો માર્કેટમાં અનેક પ્રકારના ત્વચાને સાફ રાખવાના બોડી વોશ અને ક્લિન્ઝિંગ પ્રોડક્ટ મળે છે, પરંતુ એના ઉપયોગની તમારી ત્વચા પર શું અસર થશે તેની જાણકારી મેળવવી અઘરી બને છે. ઘરેલુ ક્લિન્ઝર આમ તો શ્રેષ્ઠ ઉપાય ગણાય એટલે અહીં કેટલીક એવી જ ટિપ્સ આપી છે.

    ૧૫ જ મિનિટમાં બ્રેસ્ટ કેન્સરન

    આરોગ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દર વર્ષે ૧ લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. તે દેશમાં સૌથી વધુ ઝડપથી વધતું કેન્સર છે. લેન્સેટનો રિપોર્ટ પણ કહે છે કે, ભારતમાં ૬૦ ટકા કેસમાં કેન્સરનું સમયસર નિદાન નથી થતું. આ જ કારણસર ૬૬ ટકા મહિલાઓ કમોતે મરે છે, જ્યારે વિકસિત દેશોમાં ૯૦ ટકા મહિલાઓ આ કેન્સરનો ભોગ બન્યા પછી સ્વસ્થ થઈ જાય છે. આ સ્થિતિમાં બદલવા માટે બેંગલુરુની એક આઈટી પ્રોફેશનલ છેલ્લાં ઘણાં સમયથી સંઘર્ષ કરી રહી છે. 

    માધુરી કાનિટકર ભારતનાં પ્રથમ

    ભારતી સૈન્યની મેજર જનરલ માધુરી કાનિટકર ઇતિહાસ રચ્યો છે. માધુરી કાનિટકર દેશના પહેલાં મહિલા લેફ્ટેનન્ટ જનરલ બન્યાં છે. તેમના પતિ રાજીવ પણ સેવાનિવૃત્ત લેફેટનન્ટ જનરલ છે. ભારતના ઇતિહાસમાંઆ પહેલી ઘટના છે. જેમાં પતિ અને પત્ની બંને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ છે. માધુરી કાનિટકરે પૂણમાં એએફએમસીના ડ્રોન તરીકે બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા બાદ ૨૦૧૯માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉરી કમાન્ડ ક્ષેત્રેના યુદ્ધ ચિકિત્સા દેખભાળના પ્રભારી મેજર જનરલ મેડિકલ, ઉધમ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ દેશના ત્રીજા મહિલા અને સશસ્ત્રદળના પહેલા બાળરોગ વિશેષણ છે. કાનિટકરે જણાવ્યું હતું કે, તેમનું નામ પેનલમાં સામેલ કરી દેવાયું છે.

    મધ્ય પ્રદેશમાં મહિલાએ સર્જરી

    મધ્ય પ્રદેશના શ્યોપુરમાં ગર્ભવતી મહિલા મૂર્તિ સુમન (ઉં ૨૩) પ્રસવ પીડામાં જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરી તો મહિલાના ગર્ભમાં ૬ બાળકો હતાં. સોનોગ્રાફીમાં છ બાળકો છે એ જાણીને ડોક્ટરોને ય પરસેવો છૂટી ગયો હતો. તેની સારવાર અને ડિલિવરી કરાવવાનું ખૂબ જ જોખમી હતું. આ સોનોગ્રાફી બાદ મહિલાની નોર્મલ ડિલેવરી થઈ અને મૂર્તિએ ૩૫ મિનિટમાં ૬ બાળકોને જન્મ આપ્યો. મહિલાએ સાતમા મહિને જ બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોમાં બે પુત્રી અને ચાર પુત્રો હતાં, પરંતુ ઓછા વજનના કારણે બે દીકરીઓનાં મોત થયાં. એ પછી અન્ય ત્રણ બાળકોનાં પણ મૃત્યુ થયાં હતાં. જોકે, મૂર્તિએ નોર્મલ ડિલિવરી દરમિયાન ૩૫ મિનિટમાં છ બાળકોને જન્મ આપ્યો હતો. 

    આધુનિક યુગમાં પણ છવાયેલો છે ટ્...

    સમયમાં પરિવર્તનની સાથે માનુનીઓ પોતાને કમ્ફર્ટેબલ હોય એ પ્રકારે પહેરવેશ ધારણ કરે છે, પણ સાથે સાથે પોતાની સંસ્કૃતિની વિવિધતા પણ તેને લોભાવે છે. આઉટફિટ્સ, ચંપલ, ઘરેણા કે એસેસરીઝમાં ટ્રાઈબલ પ્રિન્ટ એવો જ ભાગ અત્યારે ભજવે છે. આઉટફિટ્સ, ચંપલ, ઘરેણા કે એક્સેસરીઝ ભલે આધુનિક હોય, પણ પોતાની સંસ્કૃતિને ઝળકાવતી ટ્રાઈબલ પ્રિન્ટ એમાં ચાર ચાંદ લગાવે છે. ટ્રાઈબલ પ્રિન્ટ કોમ્બિનેશન માટે અહીં કેટલીક માહિતી આપી છે જે તમે આસાનીથી કેરી કરી શકશો અને તમને યુનિક લુક પણ આપશે.