મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ફેશિયલના આ નિયમ ફોલો કરો, મેળવ

    મલ્ટી સ્ટેપ ફેશિયલ ટ્રીટમેન્ટ તમારી સ્કિનને સાફ કરે છે. હાઇડ્રેટ કરે છે અને પોષણ પ્રદાન કરે છે. જેથી તમને યુવાન અને ચમકદાર સ્કિન મળે છે. ફેશિયલ તમારા તણાવને રાહત પણ આપે છે. બિઝી શિડ્યુઅલ, વધારે ખર્ચ, સમયના અભાવે કે પરિસ્થિતિના કારણે બે કલાકની રોયલ ફેશિયલ ટ્રીટમેન્ટ લેવા તમે બ્યુટીપાર્લર ન જઈ શકો એવું બને. તો તમારી સ્કિનને તાજી રાખવાનું તમે પોતે જ મેનેજ કરી શકો છો. કેટલાક નિયમોથી તમે ઘર બેઠાં જ સલૂન જેવું ફેશિયલ કરી શકો છો અને બમણી ખૂબસૂરતી મેળવી શકો છો.

    પોલીસે આપી બર્થ ડે પાર્ટી...

    કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસ આ દરમિયાન ઘરે રહેલા લોકોને જન્મદિવસે બર્થડે સરપ્રાઈઝ આપી રહી છે. ઉત્તર પ્રદેશના બાગપત શહેરમાં રહેતી ૬ વર્ષની નવ્યાને પોલીસે જિંદગીભર યાદ રહે તેવી સરપ્રાઈઝ હમણાં આપી હતી. પોલીસ જીપને ફુગ્ગાથી સજાવીને કેક લઇને આ બર્થડે ગર્લના ઘરે પહોંચી હતી. 

    શ્રમિક ગર્ભવતીએ રસ્તે બાળકને

    કોરોના વાઈરસને લીધે કરેલા લોકડાઉનમાં દેશભરમાં શ્રમિકો પોતાને વતન જવા માટે રાહ જોઈ રહ્યાં છે. ઘણા પ્રવાસી શ્રમિકો ગરમીનું વિચાર્યા વગર હજારો કિલોમીટર દૂર પોતાને વતન જવા માટે પગપાળા જઈ રહ્યા છે. રસ્તામાં ઘણાનાં મોત પણ થઇ રહ્યાં છે. આ દરમિયાન નાસિકથી મધ્ય પ્રદેશ ઘરે જવા નીકળેલી ગર્ભવતી મહિલાની હૃદય પીગળી જાય તેવી ઘટના હમણાં બની છે. શકુંતલા નામની આ શ્રમિક મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો અને બાળકનાં જન્મ પછી એકાદ કલાકના ગાળામાં જ વતન તરફ ચાલવા લાગી હતી. તે બાળક સાથે ૧૬૦ કિલોમીટર ચાલીને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનની બોર્ડર પર આવેલા બિજાસન વિસ્તારમાં પહોચી હતી. 

    ૧૨મી મેના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે. અહીં વાત છે એવી એક પરિચારિકાની જે ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવી રહ્યાં છે. ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા ૪ વર્ષથી અર્ચનાબહેન જોશી નર્સ છે. સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ તેઓ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
    અર્ચનાબહેન કહે છે કે, મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. તકેદારીના ભાગરૂપે સગર્ભા બહેનોને કોરોના વોર્ડની ફરજોમાંથી બાકાત રાખવામાં આવે છે, પરંતુ હાલ નર્સિંગ સ્ટાફની ખૂબ જરૂર છે તેને અનુલક્ષીને મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. હાલમાં હું ઓપરેશન થિયેટર માટે ડ્રેસિંગ માટેની તૈયારી કરવી, સાધનોને ઓટોકલેવ કરવાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગમાં કામ કરું છું.
    નર્સ કહે છે કે, હું કોરોના વોર્ડમાં કામ કરતી નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિઓની શક્યતા હોવાથી સક્રમણ થવાની શક્યતા રહે છે

    સદાબહાર કોટન આઉટફિટ...

    દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબમાં દરેક પ્રકારના કાપડના કપડાં હોય એ પસંદ કરે છે. વિવિધ મટીરિયલમાં આજે પણ કોટનનાં કપડાં લોકો માટે સદાબહાર છે. કોટનના કપડામાંથી આજકાલ વિવિધ પ્રકારના ફેન્સી આઉટફિટ બને છે, પણ પારંપરિક કુર્તા, ડ્રેસિસ વગેરે આઉટફિટ સૌથી વધુ સુંદર પણ લાગે છે અને આરામદાયક રહે છે. લોંગ કોટન ડ્રેસિસથી લઈને કુર્તી સુધીની આઉટફિટ સ્ટાઈલ અહીં દર્શાવવામાં આવી છે.

    સદાબહાર કોટન આઉટફિટ...

    દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબમાં દરેક પ્રકારના કાપડના કપડાં હોય એ પસંદ કરે છે. વિવિધ મટીરિયલમાં આજે પણ કોટનનાં કપડાં લોકો માટે સદાબહાર છે. કોટનના કપડામાંથી આજકાલ વિવિધ પ્રકારના ફેન્સી આઉટફિટ બને છે, પણ પારંપરિક કુર્તા, ડ્રેસિસ વગેરે આઉટફિટ સૌથી વધુ સુંદર પણ લાગે છે અને આરામદાયક રહે છે. લોંગ કોટન ડ્રેસિસથી લઈને કુર્તી સુધીની આઉટફિટ સ્ટાઈલ અહીં દર્શાવવામાં આવી છે. 

    ૧૧૩ વર્ષીય સ્પેનિશ મહિલા શક્ય

    સ્પેનમાં કોરોના વાઈરસને લીધે આશરે ૨૭ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે તાજેતરના એક અહેવાલે આ સંકટ સમયમાં પણ હકારાત્મક્તા ઊભી કરી છે. સ્પેનમાં ઓટોટ શહેરનાં ૧૧૩ વર્ષીય મારિયા બ્રેનયાસે કોરોના સામે જંગ જીતી છે. તેઓ કોરોના વાઇરસ પોઝિટિવ હતાં, પણ સારવાર પછી તેઓ સાજાં થયાં છે. શક્યતઃ તેઓ દુનિયાનાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે કે જેઓએ કોરોનાને હરાવ્યો છે. મારિયાના પરિવારજનો કહે છે કે તેઓ ખૂબ ખુશ છે. 

    ગર્ભનો સાતમો મહિનો ધરાવતી નર્

    સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આ સમયમાં કેટલોક મેડિકલ સ્ટાફ તેમનાથી બનતી ફરજ અદા કરી રહ્યાં છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પૂનમબહેન જોશી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે. પૂનમબહેનને ૭ માસનો ગર્ભ છે. ગર્ભવતી હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં પૂનમબહેન સતત કાર્યરત છે. તેઓએ જણાવ્યું છે કે, ભલે હું અત્યારે સગર્ભા હોઉ અને પેટમાં સાત માસનો ગર્ભ હોયસ પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મને અનેરો આનંદ મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પોતાના સીમંત પ્રસંગને પણ મુલતવી રાખીને આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલાં છે.

    પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ બ...

    ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની હિના ચૌહાણે બેંક ક્લાર્કની પરીક્ષા પાસ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમાં એમ.એમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ ત્રણ વર્ષની મહેનત બાદ IBPS ક્લાર્કની ઓનલાઇન પરીક્ષા પાસ કરી લીધી છે.

    જન્મથી બે મોઢાં ધરાવતી છ માસની...

    અમેરિકામાં આવેલા સાઉથ કેરોલિના રાજ્યમાં ચાર્લ્સટન શહેરમાં રહેતી ૬ માસની બાળકીને જન્મ સાથે જ બે મોઢાં હતાં. તાજેતરમાં છ માસની આ બાળકીની સર્જરી કરીને તેનું બીજું મોઢું દૂર કરી દેવામાં આવ્યું છે. બાળકી તદ્દન સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે.