મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    દક્ષિણ કોરિયામાં મહિલાઓનું  ‘

    દક્ષિણ કોરિયા અને જાપાનમાં મહિલાઓના લગ્ન નહીં કરતી હોવાથી આર્થિક મુશ્કેલીઓ સર્જાઇ છે. જાપાન અને દક્ષિણ કોરિયામાં મહિલાઓના એવા જૂથ છે જે લગ્ન નહીં કરવાના અને માતા નહીં બનવાનું એવું જાહેર કરે છે અને તેનો પ્રચાર પણ કરે છે. આ નવા ટ્રેન્ડમાં જાપાન પહેલા અને દક્ષિણ કોરિયા આઠમાં ક્રમે છે.

    ચૂડી નહીં યે મેરા દિલ હૈ!...

    દુનિયાના બધા જ દેશોમાં બંગડી, ચૂડી, કંગન, કડા, રાઉન્ડ બ્રેસલેટ એકસેસરી તરીકે અગ્ર સ્થાને હોય છે. ભારતમાં તો સોળ શણગારમાંથી એક બંગડી, બંગડી, કડા માત્ર જ્વલેરીનો એક ભાગ નથી, પરંતુ સૌભાગ્યની નિશાની પણ માનવામાં આવે છે. પોતાના આઉટફીટ અને લુકને કોમ્પ્લિમેન્ટ કરતી બેંગલ્સ પહેરવાનું ભારતીય મહિલાઓને ગમે છે. સાડી હોય કે સલવાર એની સાથે બંગડી પહેરવાનું એને ગમે છે. મોડર્ન યુવતીઓ તો વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ બંગડી પહેરે છે. ભારતીય મહિલાઓનું ખૂબસૂરતી હાથમાં રણકતી બંગડીઓ વિના અધૂરી છે.

    આપકે પેર ઝમીં પર રખીયે, પર સુંદ

    સામાન્ય રીતે આપણે હંમેશાં સુંદર ચહેરાની સુંદરતા પર વિશેષ ધ્યાન રાખીએ છીએ, પણ કેટલાય કિસ્સા એવા પણ જણાય છે કે પગની યોગ્ય સંભાળ ન રાખી હોવાથી પગના નખમાં મેલ ભરાઈને તેનાથી નખમાં અને ચામડીમાં ઇન્ફેક્શન થઈ જાય છે. પગની ત્વચા મેલી અને શુષ્ક થઈ જાય છે. સુંદરતા સાથે સાથે સ્વચ્છ સ્વસ્થ પગની જાળવણી માટે નિયમિત પેડીક્યોર જરૂરી છે. ક્યારેક ક્યારેક એવું બને કે બ્યુટીપાર્લરમાં જઈને પેડીક્યોર કરાવવાનો સમય ન મળે તો અઠવાડિયે એક કે બે વખત માત્ર પંદરથી વીસ મિનિટ ફાળવીને તમે પગને સ્વસ્થ અને સ્વચ્છ રાખી શકો એવા નુસખા અહીં આપેલા છે. આ નુસખામાં ઘરેલુ ચીજોનો વપરાશ છે તેથી તે સોંઘા પણ છે. બ્યુટીપાર્લરમાં પણ ક્યારેક કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફાયદા થવાની જગ્યા નુક્સાન થવા લાગે છે. તેથી તમે ઘરે આવા નુસખાથી પેડીકયોર કરી શકો છો.

    વર્ષોથી જમૈકામાં સ્થાયી થયેલા ભારતવંશી પરિવારની ટોની સિંહના શિરે ૨૦૧૯નો મિસ વર્લ્ડનો તાજ મૂકાયો છે. લંડનમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગત વર્ષની મિસ વર્લ્ડ વનેસા પોંસે ટોની-એન સિંહને વિશ્વ સુંદરીનો તાજ પહેરાવ્યો હતો. 

    વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહ

    ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામને ફોર્બ્સનાં વિશ્વની સૌથી વધુ શક્તિશાળી ૧૦૦ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતની ત્રણ મહિલાઓ આ લિસ્ટમાં સ્થાન પામી છે જેમાં નિર્મલા સીતારામન ૩૪મા ક્રમે છે. એચસીએલનાં સીઈઓ રોશની નાદર મલ્હોત્રા અને બાયોકોનનાં સ્થાપક કિરણ મજુમદાર શો ૬૫મા ક્રમે છે. નિર્મલા ભારતનાં પ્રથમ પૂર્ણ સમયનાં મહિલા નાણા પ્રધાન છે. આ પહેલાં તેઓ દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન હતાં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સંસદમાં કોંગ્રેસનાં સાંસદ અધીર રંજન ચૌધરીએ તેમને નિર્મલાને બદલે સરકારની હાએ હા કરતા ‘નિર્બલા’ સીતારામન કહ્યા હતા!

    ૨૦ લાખથી વધુ વૃક્ષો વાવનારાં ચ...

    તેલંગણના રંગારેડ્ડી જિલ્લાના પાસ્તાપુર ગામના ચિકપલ્લી અનાસુમ્મા (૪૯)એ પોતાના જીવનમાં ૨૦ લાખથી પણ વધુ વૃક્ષો ઉગાડ્યા છે. જેથી તેમને યુનેસ્કોએ અવોર્ડથી નવાજ્યા છે. ચિકપલ્લીએ ગુજરાન ચલાવવા અને પુત્રને ઉછેરવા પહેલાં નોકરી શરૂ કરી હતી. એ પછી નોકરી કરતાં નક્કી કર્યું કે બાકીનું જીવન પર્યાવરણને સમર્પિત કરશે. અનાસુમ્મા ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટીના સભ્ય છે. સંસ્થામાં જોડાઇને ચિકપલ્લીએ એક ગામથી બીજા ગામ વૃક્ષારોપણનું કાર્ય ચાલું રાખ્યું અને અત્યાર સુધીમાં તેમણે ૨૦ લાખથી વધુ વૃક્ષો વાવ્યાં છે.

    ૭૬ વર્ષે પણ સ્વસુરક્ષાની તાલી...

    મીનાક્ષી અમ્મા જિંદગીનો આઠમો દસકો પૂરો કરવાની નજીક પહોંચી રહ્યા છે, પરંતુ તેમની ચુસ્તી-સ્ફૂર્તિ કોઇને પણ આશ્ચર્યચકિત કરી દે તેવી છે. અમ્માનું છેલ્લા ૬૦ વર્ષોથી એક જ મિશન છેઃ યુવતીઓને આત્મસુરક્ષા માટે સજ્જ કરવી. પદ્મશ્રીથી સન્માનિત મીનાક્ષી અમ્મા યુવતીઓને કેરળનું પ્રાચીન માર્શલ આર્ટ કલરીપટ્ટયમ શીખવે છે. તેમના શિષ્યોમાં પુરુષો પણ છે. તો સાથોસાથ તેઓ છઠ્ઠાથી ધોરણની વિદ્યાર્થિનીઓની માંડીને કોલેજમાં જતી યુવતીઓને પણ દરરોજ આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપે છે. અત્યાર સુધી તેમણે હજારો યુવતીઓને તાલીમ આપી છે. 

    વિશ્વમાં સૌથી સુંદર ફિગર ધરાવ

    બ્રિટિશ મોડેલ કેલી બ્રુકનું ફિગર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે એવો અહેવાલ તાજેતરમાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ હાલમાં જ આ તારણ આપ્યું છે. વિજ્ઞાન અનુસાર દુનિયામાં મહિલાના ફિગરને સૌથી બેસ્ટ માનવાનું પેરામીટર બિલકુલ અલગ છે. હકીકતમાં મહિલાઓનાં આકર્ષક ફિગરનું એક પેરામીટર લોકોનું માઇન્ડ સેટ બની ગયું છે. જેમાં ફિગરની પરફેક્ટ સાઈઝ ૩૬, ૨૪, ૩૬ (ઈંચમાં) માનવામાં આવે છે, પરંતુ વિજ્ઞાન એ નથી માનતું. 
    એક સંશોધનના આધારે ટેકસાસ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે બ્રિટિશ મોડલ કેલી બ્રુકનું ફિગર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. એ ન તો બહુ પાતળી છે કે ન તો બહુ સ્થૂળ. એના શરીરના બધા ભાગ પરફેક્ટ છે. 

    હાયપોથાઇરોડિઝમઃ ગર્ભમાં રહેલ...

    સ્ત્રીના શરીરમાં જ્યારે થાઇરોઇડ હોર્મોનની માત્રા ઘટી જાય ત્યારે આ રોગ થાય છે. ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન આ રોગ આવે છે અને ડિલિવરી પછી જતો રહે છે. બાળક પ્લાન કરતાં પહેલાં, પ્રેગ્નન્ટ થાય એટલે તરત, પ્રેગ્નન્સી દરમિયાન ત્રણેક વાર અને ડિલિવરીના છ અઠવાડિયાં બાદ થાઇરોઇડ ટેસ્ટ કરાવવી જરૂરી છે.