મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભપાતનું વધેલું પ્રમાણ

    ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભપાત તથા માતૃત્વ ધારણ કરવા અંગે જાહેર આંકડાકીય માહિતી અનુસાર ગર્ભપાતના વધતા કિસ્સાઓને કારણે માતૃત્વ ધારણ કરતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લાં બે દાયકામાં ૧૮ વર્ષથી ઓછી વયની યુવતીઓમાં સગર્ભા થવાનો દર ૬૦ ટકાથી પણ નીચે ઉતર્યો હતો. ગર્ભ ધારણ કર્યાના ત્રીજા જ મહિને ગર્ભપાત કરાવનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે

    નારી શક્તિ સન્માન મેળવવા સ્ટે

    ષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે દેશની ૧૬ મહિલાઓને નારી શક્તિ પુરસ્કારથી સન્માન્યા હતા. મહિલાઓને ભારતમાં અપાતું આ સર્વોચ્ચ સન્માન છે. સન્માન સમારંભ દરમિયાન મંચ અને હોલ એક ઘટનાથી તાળીઓની ગૂંજથી ગાજી ઉઠ્યો હતો. 

    આપકે પેર જમીં પર રખિયેં, બસ જૂત

    દુનિયાની દરેક સ્ત્રીને સામાન્ય રીતે જૂતાં, કપડાં અને જ્વેલરીનો શોખ હોય જ છે. એમાં પણ શૂઝ કે ચંપલ જોઈને માણસની સ્થિતિનો ખ્યાલ આવે છે એવી કહેવત અને માન્યતા પણ પ્રચલિત છે. આજે અહીં આપણે ચંપલ કે શૂઝ પહેરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એની જ વાત કરીશું. આ ટિપ્સ તમને કેવા અને કેવી રીતે ચંપલ કેરી કરવા તેમાં મદદ કરશે.

    રમતગમતમાં ૧૦ સૌથી વધુ પ્રભાવશ

    આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના માલિક નીતા અંબાણીને રમતગમત ક્ષેત્રે ૧૦ સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મળ્યું છે. નીતા અંબાણી ભારતનાં સૌથી વધુ ધનિક ગણાતા કોર્પોરેટ દિગ્ગજ મુકેશ અંબાણીનાં પત્ની છે. સ્પોર્ટ્સ બિઝનેસ નેટવર્ક આઇસ્પોર્ટકનેક્ટે વર્ષ ૨૦૨૦ માટેની ‘ઇન્ફ્લુએન્શિયલ વિમેન ઇન સ્પોર્ટ’ની યાદી જાહેર કરી છે. 

    ભારતમાં સૌથી લાંબા વાળ ધરાવે છ...

    લખનૌઃ ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદમાં રહેતી ૩૭ વર્ષની સ્મિતા શ્રીવાસ્તવ નામની મહિલાનું નામ ૨૦૧૨માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. એ વખતે તેના વાળ છ ફૂટ લાંબા હતા. આજે સ્મિતાના વાળ વધીને સાત ફૂટ થઈ ગયા છે. સ્મિતાના વાળ માત્ર લાંબા જ નથી, જથ્થાદાર, કાળાભમ્મર અને સિલ્કી પણ છે. 

    મિત્તલ પટેલે ૩ વર્ષમાં ૫૦ દુષ્...

    છેલ્લાં ૩ વર્ષમાં સામાજિક કાર્યકર મિત્તલ પટેલે દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાનાં ૫૦થી વધુ ગામોમાં ૯૧ તળાવો ખોદાવ્યાં છે. વર્ષ ૨૦૧૫થી વોટર વુમન ઓફ ગુજરાત (ગુજરાતની પાણીવાળી બાઇ) તરીકે ઓળખાતી ૩૮ વર્ષીય મિત્તલ કહે છે, હું નથી ઇચ્છતી કે આપણી આવનારી પેઢીને એવું ભણાવવું પડે કે એક હતું તળાવ. આપણા પૂર્વજોએ જળસંગ્રહ, જળસંચય અંગે સારી વ્યવસ્થા કરેલી જ છે, માત્ર થોડી વ્યવસ્થિત કરવાની જરૂર છે. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના કારણે થશે, તો શું આપણે યુદ્ધ થાય તેની રાહ જોવાની? 

    સારા હેવુડ લગ્ન કરાવવાના રૂ. ૧

    લગ્ન સમારોહ દરમિયાન મંડપ, ભોજન, લાઈટિંગ, સંગીત, રોકાણની વ્યવસ્થા જો કુશળ વેડિંગ પ્લાનરને આપવામાં આવે તો લગ્નનો પ્રસંગ દીપી ઊઠે છે. જોકે સારા કામના દામ પણ ઊંચા હોય એમ સારા હેવુડ નામની મહિલા વિશ્વની સૌથી મોંઘી વેડિંગ પ્લાનર તરીકે જાણીતી છે. સારા હેવુડ અરબપતિ બિઝનેસમેન અને હોલિવુડ સ્ટાર્સના લગ્નમાં વેડિંગ પ્લાનર તરીકે કામ કરી ચૂકી છે. ત્યાં સુધી કે સારા બ્રિટિશ રોયલ ફેમિલીના પ્રિન્સ વિલિયમ અને તેમના બહેન હૅરી અને મેગન મર્કેલના લગ્નમાં પણ વેડિંગ પ્લાનિંગ કરી ચૂકી છે. સારા એક લગ્ન માટે વેડિંગ પ્લાનર તરીકે ઓછામાં ઓછા રૂ. ૧૦ કરોડ જેવી ભારે ભરખમ ફી વસૂલે છે. 
    વેડિંગ બિઝનેસ વર્લ્ડમાં ચર્ચામાં રહેનારી સારાએ એવા ઘણા લગ્ન કરાવ્યા છે જેમાં એક દિવસનું બજેટ રૂ. ૪૮ કરોડથી લઈને રૂ. ૫૦ કરોડ સુધીનું હોય છે. એક અહેવાલ પ્રમાણે સારાની સંપત્તિ રૂ. ૧૬૫ કરોડ છે. એક પેરાનોર્મલ વેડિંગ શો માટે બ્રિટનની યુકેટીવીએ સારાને સાઈન કરી હતી. આ દુનિયાનો પહેલો પેરાનોર્મલ વેડિંગ શો છે.

    સ્કિનને નરમ મુલાયમ રાખવા કરો આ...

    ત્વચા નરમ અને મુલાયમ રહે તે માટે આમ તો ક્રીમ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ સતત કરતા જ હોઈએ છીએ. આ ઉપરાંત કેટલીક તમારા આસપાસમાં જ એવી ચીજો કે તેના મિશ્રણથી પણ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરી શકાય છે. આ માટેની કેટલીક ટિપ્સ અહીં આપેલી છે જેના ઉપયોગથી તમારી ત્વચાને મહેકતી અને આકર્ષક રાખી શકશો.

    કોરોના વાઈરસઃ મહિલાઓની રોગ પ્

    ચીનમાં ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઈરસે ભારત સહિત અનેક દેશોમાં પગપસારો કર્યો છે. આ અંગે અનેક રિસર્ચ થઈ રહ્યાં છે ત્યારે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કોરોના સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. આમ તો પુરુષો અને મહિલાઓ બંનેને કોરોના વાઈરસે પોતાનો શિકાર બનાવ્યો છે, પરંતુ અનેક પડકારો સામનો કરવામાં સ્ત્રીઓ આ વાઈરસનો સામનો કરવામાં અવ્વલ સાબિત થઈ છે. 

    ચારુસેટ સંલગ્ન ફિઝિયોથેરાપી

    ચરોતર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વેની શાહને વર્ષ ૨૦૨૦ માટે હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસમાં યંગ વુમન એચિવર્સ એવોર્ડ અપાયો છે. ચેન્નઈમાં વિનસ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડિઝાઇન દ્વારા આયોજિત પાંચમા વાર્ષિક મહિલા અધિવેશનમાં ડો. સ્વેની શાહને આ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. વર્ષ ૨૦૧૬થી શરૂ થયેલાં આ સન્માન એગ્રી કલ્ચરલ સાયન્સિસ એન્જિનિયરિંગ, હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસ, હ્યુમનિટિસ એન્ડ સોશિયલ સાયન્સિસ, મેનેજમેન્ટ સર્વિસિસ, વેટરનરી એન્ડ એનિમલ સાયન્સિસ જેવા ક્ષેત્રોના નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓને એનાયત થાય છે.