મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    રાજકોટનાં ઈલાબહેને ઘરમાં એક હ

    સામાન્ય રીતે કોઇ યુવતીના લગ્ન થાય તો તે પોતાની સાથે કરિયાવરમાં સોનાચાંદીના દાગીના, જીવન જરૂરિયાતની ઘરવખરી કે લક્ઝુરિયસ કાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇને જાય છે. પરંતુ રાજકોટમાં રહેતા ઇલાબેન મુકુલભાઇ આચાર્ય પોતાની સાથે કરિયાવરમાં વિવિધ પ્લાન્ટસ લઇને આવ્યા હતા. આજે તેના ઘરમાં ફળિયા, અગાસીમાં દેશ વિદેશના ૧ હજારથી વધુ છોડ છે. ઈલાબહેનને પ્રકૃતિ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ જે પણ શહેરમાં જાય છે. ત્યાંથી છોડવાઓની ખરીદી કરે છે. 

    સરેનાં ૭૮ વર્ષનાં સ્ફૂર્તિલા

    સરેમાં વસતાં બે સંતાનોનાં માતા અને ૭૮ વર્ષનાં યોગટીચર બાર્બરા ક્યુરી આજે પણ ૨૦ વર્ષની યુવતી જેવો તરવરાટ ધરાવે છે, જેનું શ્રેય તેઓ રોજના ૨૦ મિનિટના યોગ સેશનને આપે છે.

    હેરકલર કરતાં પહેલાં શું જાણવુ

    પહેલાં સ્ત્રીઓ પ્રસંગોપાત જ હેરકલર કરતી હતી, પણ હવે હેરકલર કરવાનું કોમન થઇ ગયું છે. જોકે હેરકલર કરતાં પહેલાં અને પછી કેટલીક બાબતો વિશે ધ્યાન આપવું ખાસ જરૂરી છે. સૌથી પહેલાં તો એ નક્કી કરવું પડશે કે તમારા વ્યક્તિત્વને કેવો હેરકલર સૂટ થશે? પછી એ નક્કી કરો કે તમે પર્મેનન્ટ હેરકલર કરવા માગો છો કે પછી સેમી-પર્મેનન્ટ? વગેરે વગેરે... આપણે શરૂઆત કરીએ હેરકલરના પ્રકારથી.

    જૂના કપડાંનો કરો શ્રેષ્ઠ ઉપયો

    સામાન્ય રીતે દરેક ઘરમાં ફાટેલાં અને જૂના કપડાં મળી જ રહેતાં હોય છે. આવા કપડાંના શ્રેષ્ઠ પાંચ ઉપયોગ તમે તમારા ફ્રી સમયમાં કરી શકો છો. અમુક સમય થાય એટલે જૂનાં કપડાંની ફેશન પણ જૂની થઈ જતી હોય છે. આપણે એવાં કપડાં બેગમાં પેક કરીને મૂકી દઇએ છીએ. આપણને તે પહેરવાં ગમતાં નથી. પરિણામે એવાં કપડાં સડી પણ જાય. આ એવાં કપડાં હોય કે તેનાં પર આપણે સારા એવા પૈસાનો ખર્ચ કર્યો હોય છે. સમય જતાં તે કપડાં જૂના થાય કે તેની ફેશન જાય તો આછા ગમતાં થઇ જતાં હોય છે, પણ હવે તમે તે જૂનાં કપડાંનો વિવિધ ઉપયોગ કરી શકો છો. જૂનાં કપડાંમાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો. આમ કરવાથી જૂનાં કપડાંનો ઉપયોગ પણ કરી શકશો અને તમને સજાવટ માટે કે પછી કંઈક રાખવા માટેની વસ્તુ પણ મળી જશે. હવે જૂનાં કપડાંનો તમે શું ઉપયોગ કરી શકશો તેના ઉપર એક નજર કરીએ.

    ન્યૂડ મેકઅપથી દેખાશો નેચરલ...

    નો-મેકઅપને ‘ન્યૂડ મેકઅપ’ તરીકે પણ ઓળખી શકાય. ન્યૂડ મેકઅપ એટલે તમે મેકઅપ કર્યો ન હોય એવું જ લાગે અને ત્વચા પણ કુદરતી લાગે. આ પ્રકારના મેકઅપમાં એક જ રંગના જુદાં જુદાં શેડ્સ સામાન્ય રીતે વપરાય છે. તેમાં સૌથી વધુ વપરાતા શેડ્સ બેજ, પીચ, રોઝ અને બેઝિક - ક્લર્સ છે. મેકઅપના આછા શેડ્સને કારણે ચહેરાનો રંગ કુદરતી જ લાગે છે. જોકે તેના માટે પણ ત્વચા નિર્મળ, સ્વસ્થ અને કોમળ હોય એ જરૂરી છે. જેના માટે નિયમિત રીતે ત્વચાનું ક્લિન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ થતું હોય.

    સુંદરતા અને સ્વસ્થતા બક્ષે કો

    તાંબાની વીંટી અને ઘરેણાં પહેરવાની પરંપરા પ્રાચીનકાળથી ચાલતી આવે છે. આ સસ્તી ધાતુ છે અને તેના અનેકગણાં ફાયદા છે. ભોજન માટે તેમજ પાણી પીવા માટે આયુર્વેદ અનુસાર તાંબાના વાસણોનો ઉપયોગ ઉત્તમ ગણાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. એવી જ રીતે તાંબાની જ્વેલરી સુંદરતા પણ આપે છે અને સ્વસ્થતા પણ બક્ષે છે. આ ઉપરાંત તાંબાની જ્વેલરી સોના કે ચાંદી કરતાં સરવાળે સસ્તી પણ પડે છે. આજકાલ તાંબાની એટલે કે કોપરની અથવા કોપર કોટેડ જ્વેલરીની જુદી જુદી પેટર્ન બજારમાં ઉપલબ્ધ પણ હોય છે.

    પાકિસ્તાની અને હવે ભારતીય સ્ત

    ૧૯૯૦ના રામ મંદિર આંદોલનમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવેલી મહિલા ડિમ્પલ વરિન્દાનીને ભારતની નાગરિકતા મેળવતાં ૨૬ વર્ષ લાગ્યાં હતાં. ૨૦૧૬ના અંતમાં ભારતની નાગરિકતા મેળવ્યા પછી આ મહિલાએ ફેબ્રુઆરી ૨૦૧૭માં પાકિસ્તાનથી આવેલા લોકોને મદદ માટે હેલ્પિંગ હેન્ડ્સ નામનું ટ્રસ્ટ શરૂ કર્યું અને આજ દિન સુધી વિસ્થાપિતો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના ૭૦૦થી વધુ લોકોને ભારતની નાગરિકતા અપાવી છે.

    મહિલાઓ માસિક દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. આ પેડનો ઉપયોગ એક જ વાર કરી શકાય છે અને વળી તે પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થાય છે, પરંતુ એક એવું સેનેટરી પેડ તૈયાર કરાયું છે જે પર્યાવરણને નુકસાનકારક નથી. આઈઆઈટી દિલ્હીના બે વિદ્યાર્થીઓએ કેળાના ફાયબરમાંથી સેનેટરી પેડ બનાવવાની ટેકનિક વિકસિત કરી છે. આઈઆઈટી દિલ્હીના બીટેકના ચોથા વર્ષના વિદ્યાર્થીઓ અર્ચિત અગ્રવાલ અને હૈરી સરાવતે આ પેડ બનાવ્યું છે. તેમણે સાંફે નામની સ્ટાર્ટઅપ કંપની બનાવી છે. આ વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં આ પેડ તૈયાર કર્યું છે. આ સેનેટરી પેડના ઉપયોગને મહિલાઓએ આરોગ્ય માટે સુરક્ષિત હોવાનો રિવ્યુ આપ્યો છે. 

    ગોલ્ડ મેડલ વિજેતા નસરીન નિભાવ

    દિલ્હીમાં રહેતી અને ભારતીય ખો ખો ટીમની કેપ્ટન નસરીન શેખની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. તેમાં પણ કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે બે ટંકના જમવાના પણ ફાંફા છે. સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ખો-ખો ટીમની નસરીને કપ્તાની કરી હતી અને પાંચ મહિના પહેલાં જ તેની કેપ્ટનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતે નેપાળને ૧૭-૫થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દિલ્હીના શકરપુરમાં રહેતી નસરીને કહ્યું કે, તેઓ પાંચ બહેનો અને ચાર ભાઈ છે. બે બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. સામાન્ય દિવસોમાં મારા પિતા મોહમ્મદ ગફૂર વાસણો વેચતા હતા અને અમારું ઘર સારી રીતે ચાલતું હતું, પરંતુ લોકડાઉનના કારણે પિતાનું કામ સંપૂર્ણ બંધ થઇ ગયું. ઘરમાં નસરીન સિવાય બીજું કોઈ કમાતું નથી. નસરીન કહે છે કે, અમે બધા ભણી રહ્યા છીએ. હું કોલેજના અંતિમ વર્ષમાં છું. હવે અમારે બે સમયના ભોજન માટે પણ વિચાર કરવો પડે છે. મારાથી જેટલું બની શકે તેટલી કમાણી કરું છું અને અત્યારે તો એ જ માત્ર આવક છે. 

    સુંદરતા અને સ્વસ્થતા બક્ષે કો

    તાંબાની વીંટી અને ઘરેણાં પહેરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. આ સસ્તી ધાતુ છે અને તેના અનેકગણાં ફાયદા છે. ભોજન માટે તેમજ પાણી પીવા માટે આયુર્વેદ અનુસાર તાંબાના વાસણોનો ઉપયોગ ઉત્તમ ગણાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. એવી જ રીતે તાંબાની જ્વેલરી સુંદરતા પણ આપે છે અને સ્વસ્થતા પણ બક્ષે છે. આ ઉપરાંત તાંબાની જ્વેલરી સોના કે ચાંદી કરતાં સરવાળે સસ્તી પણ પડે છે.