આપણી ત્વચા વાતાવરણની સાથે બદલાતી રહે છે. ગરમીમાં પરસેવાને કારણે રોમછિદ્ર બંધ થઇ જાય છે, એનાથી બેક્ટેરિયા અને અન્ય ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ગરમીથી બચવા માટે આપણે એર કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ. એનાથી ત્વચા ડિહાઇડ્રેટ થઇ જાય છે. આવી સ્થિતિમાં આપણી સ્કિન એક્સ્ટ્રા સારસંભાળ માંગી લે છે. ક્લીન્ઝિંગ, ટોનિંગ ને મોઇશ્ચરાઇઝિંગની સાથે અનેક એવા ઘરેલુ ઉપાય છે, જે ગરમીમાં આપણી ત્વચાની સંભાળ રાખે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
‘માત્ર ૨૭ વર્ષની વયે આ દુનિયામાંથી પતિની વિદાય મારા માટે કોઇ ત્રાસદીથી ઓછું નથી. પરંતુ આ અનહોનીમાં મારો શું વાંક? મારું દુ:ખ અસીમ છે, પરંતુ હેરવાડ પંચાયતના ચુકાદાથી મારા મનમાં સંતોષ છે કે હવે આટલા મોટા દુ:ખ સાથે અમારા રાજ્યની મહિલાઓને તેમની ઓળખ અને સન્માન ગુમાવવાની પીડા વેઠવી પડશે નહીં.’ આટલા શબ્દો બોલતાં હેરવાડ ગામની સુનીતા બરગાલેની આંખો ભરાઇ આવે છે.
એક કરતાં વધારે ક્ષેત્રમાં કુશળ હોવું એ કંઇ નાનીસૂની વાત નથી. એના માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. આપણામાં કહેવત છેને કે સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય. આવા લોકોની યાદીમાં સિની શેટ્ટીનો સમાવેશ અચૂક કરવો પડે. બે દાયકા વટાવી ચૂકેલી સિની શેટ્ટી હાલમાં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે.
ઇસ્લામિક દેશ ઇરાનમાં હિજાબની પરંપરાનો જબરજસ્ત વિરોધ કરતાં મહિલાઓ પોતાના નકાબ ઉતારીને વાળ છુટ્ટા કરીને રસ્તાઓ પર દેખાવો કરવા આવી ગઈ છે. સરકારે તેમની સામે લશ્કર ઉતાર્યું છે. આમ તો હિજાબના વિરોધમાં અહીં અવારનવાર દેખાવો થતા રહે છે. પરંતુ આ વખતના દેખાવો દેશવ્યાપી બન્યા છે.
સૂરજનાં કિરણો ઉનાળામાં આકરા બને છે ત્યારે સ્કિન અને સ્વાસ્થય પર માઠી અસર જન્માવે છે. ટ્રોપિકલ કન્ટ્રીઝ એટલે કે વિષુવવૃતની આસપાસના દેશો (જેમ કે ભારત)માં તો લગભગ બારેય મહિના સૂર્યનાં કિરણો સીધા અને આકરા હોય છે, જેમાંના અલ્ટ્રાવાયોલેટ રેઝ સ્કિનને ઘણું નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિ ટાળવા માટે ઉનાળામાં સ્કિનની થોડી વધુ કાળજી લેવી જરૂરી છે. અને આ માટે સનસ્ક્રીન ઉપયોગી સાબિત થશે.
શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન 30 વર્ષથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાં પ્રયત્નશીલ છે પરંતુ આજ સુધી તેને સફળતા મળી નથી. તેણે 17 વર્ષની વયથી વાહન ચલાવતાં શીખવાની શરૂઆત કરી હતી અને લાઈસન્સ મેળવવાં 1000થી વધુ ટેસ્ટ આપ્યા છે. ટેસ્ટ ફી સહિત 10,000 પાઉન્ડથી ખર્ચી નાંખ્યા છે, છતાં લાયસન્સથી વંચિત છે. આટલી નિષ્ફળતા છતાં ઈઝાબેલ હિંમત હારી નથી.
મેડિકલ ટેક્નોલોજીના એડવાન્સમેન્ટ અને ઝડપથી બદલાઇ રહેલી જીવનશૈલીનો લોકોના જીવન પર ભારે પ્રભાવ પડ્યો છે. એકાદ-બે દાયકા પહેલાં જો કોઇ મહિલા ત્રીસ વર્ષની વય પછી માતા બનવાનો નિર્ણય લે તો એવું લાગતું હતું કે તેણે આ નિર્ણય લેવામાં બહુ મોડું કરી નાખ્યું છે.
અમેરિકાનાં લિનિયા સાલ્વોએ 72 વર્ષની ઉંમરે 3,352 કિમી સાઇક્લિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
યુવતીઓની સુંદરતામાં જ્વેલરી ચાર ચાંદ લગાવી દે છે. ગોલ્ડથી લઇને ડાયમંડ અને કુંદન જેવી અનેક કિંમતી જ્વેલરી બજારમાં ઉપલબ્ધ છે. ગોલ્ડન જ્વેલરી સામાન્ય રીતે યુવતીઓની હોટ ફેવરિટ છે. આમ છતાં આજકાલ સામાન્યથી લઇને ખાસ લોકો માટે માર્કેટમાં આર્ટિફિશિયલ જ્વેલરી ઇન ડિમાન્ડ છે.
બ્રિટિશ આર્મીના ઇતિહાસમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં સોનેરી પ્રકરણ ઉમેરાશે. સુસાન રિજ્ ડિરેક્ટર જનરલ આર્મી લિગલ સર્વિસનું સુકાન સંભાળશે તે સાથે જ બ્રિટનની સૌથી ઊંચી રેન્ક મેળવનારા મહિલા ઓફિસર બની જશે. તેમના હાથ તળે ૧૩૦ વકીલની ફોજ આર્મી માટે કામ કરશે.
