મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    વાળની સુંદરતાનું જતન...

    કોઇ પણ સ્ત્રીના દેખાવમાં વાળ તેનો પ્લસ પોઇન્ટ છે. વાળના બંધારણમાં કેરોટીનની મુખ્ય ભૂમિકા હોય છે, જેને કારણે વાળ મુલાયમ અને કાળા રહે છે.

    રોશની નાદર સૌથી અમીર ભારતીય મહ...

    ભારતની ટોચની 100 ધનિક મહિલાઓમાં જેટસેટ ગોના કનિકા ટેકરીવાલે સૌથી યુવાન સભ્ય તરીકે સ્થાન મેળવ્યું છે તો HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતના સૌથી શ્રીમંત મહિલા બન્યા છે.

    ફેશન મંત્રઃ તમારા ચહેરાને નિખ

    ઇયરિંગ્સ યુવતીનાં લુક અને વ્યક્તિત્વને અનોખો નિખાર આપે છે. જોકે ચહેરા પ્રમાણે ઇયરિંગ્સ પસંદ કરવા માટે ફેશનના કેટલાક નિયમો છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ જ્વેલરીની પસંદગી વખતે ચહેરાના આકારને ધ્યાનમાં રાખવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.

    મલાઇકા અરોરાની સુંદરતાનું રહ

    49 વરસની મિડલ એજમાં પણ મલાઇકાની તંદુરસ્તી અને સુંદરતા એક નવયૌવનાને શરમાવે તેવી છે. તેના ચહેરા અને શરીર પર ક્યાંય વધતી વયની અસર દેખાતી નથી. આ વયે પણ તેની ત્વચા ગ્લો કરે છે. મલાઇકા પોતાના બ્યૂટિ રૂટિનમાં ઘરગથ્થુ ઉપાયોને પણ સામેલ કરે છે જે અહીં જણાવામાં આવ્યા છે.

    આફ્રિકાના સૌથી ઊંચા શિખર કિલી

    હરિયાણાના રોપરની માત્ર સાત જ વર્ષની બાલિકા સાન્વી સૂદે આફ્રિકાના સૌથી ઊંચા શિખર (5,895મીટર) માઉન્ટ કીલીમાન્જારોને સર કરીને વિક્રમ સર્જયો છે. આ પૂર્વે તે ગયા જૂન મહિનામાં માઉન્ટ એવરેસ્ટના 5,364 મીટર ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ સુધી પહોંચી હતી.

    પગની સુંદરતા વધારતી પાયલ...

    પાયલ એવી એક્સેસરી છે જેને પહેરવાથી પગની સુંદરતામાં અનેકણો વધારો થઇ જાય છે. એક સમય હતો કે પહેલાં માત્ર ચાંદી અને સોનાની પાયલ પહેરવાનું જ ચલણ હતું પણ હાલ સોના અને ચાંદી સિવાય કુંદન, મોતી અને નંગની ફેશનેબલ ડિઝાઇનર પાયલ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ સ્ટાઇલની પાયલ દરેક રેન્જમાં ઉપલબ્ધ છે.

    રુચિરા કંબોજઃ યુએનમાં ભારતના

    ભારતમાં આજે મહિલાઓ આજે જાતમહેનતથી સફળતાની સીડીઓ ચડી રહી છે. તેને જો તક આપવામાં આવે તો ધરતી નાની પડે એમ છે. એવી કેટલીય મહિલાઓ છે જેણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી છે. આવું જ એક નામ રુચિરા કંબોજનું પણ છે. વાત જાણે એમ છે કે રુચિરા કંબોજની યુનાઇટેડ નેશન્સ (યુએન)માં ભારતીય રાજદૂત તરીકે પસંદગી કરવામાં આવી છે. આ મુકામ સુધી રુચિરા કંબોજ રાતોરાત પહોંચી ગયાં નથી. અહીં સુધી પહોંચવા માટે તેમણે અઢળક મહેનત અને પ્રશંસનીય કામગીરી કરી છે.

    અંતરીક્ષયાત્રાએ જનારી ટીમમાં...

    યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ અને કેનેડિયન અંતરીક્ષ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય મૂળની અને કેનેડામાં સ્થાઈ થયેલી અથિરા પ્રીથા રાની અંતરીક્ષ પ્રવાસે જશે.

    ડાયેનાની આંગળીઓના નખની કુલ લં

    યુએસનાં 63 વર્ષીય ડાયેના આર્મસ્ટ્રોંગે અનોખો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. તેમના બંને હાથની આંગળીઓના નખની કુલ લંબાઈ 42 ફૂટ અને 10.4 ઈંચ (1,306.58 સે.મી.) નોંધાઈ છે. ડાયેના છેલ્લા 24 વર્ષથી આ નખ વધારતાં રહ્યાં છે. જોકે, તેમનું કહેવું છે કે તેણે સૌથી લાંબા નખના વિશ્વવિક્રમ માટે નહિ પરંતુ, પરિવારની ટ્રેજેડીના કારણે નખ વધાર્યા હતા.

    સુપર પાવર લિફ્ટર તમારા વેલકોટ

    અમેરિકાની મહિલા પાવર લિફ્ટર તમારા વેલકોટે નવો ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના મેરીલેન્ડની આ પાવર લિફ્ટરે 737.5 કિલોગ્રામ વજન ઊંચકીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વેલકોટે સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં મળીને આ વજન ઊંચક્યું હતું. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વની પ્રથમ મહિલા પાવર લિફ્ટર છે.