મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સ્ટાઇલિશ લુક આપતાં ડિફરન્ટ ટા

    સ્ટાઇલિશ ક્લચની ફેશનજગતમાં બોલબાલા છે. તેને ટીનેજરથી માંડી દરેક એજની મહિલા એક યા બીજા પ્રકારે સાથે રાખે છે. ઘણી વખત આપણે યોગ્ય પેટર્નની બેગ કે ક્લચ પસંદ નથી કરી શકતાં. પરિણામે આપણો ઓવરઓલ લુક નિખરતો નથી. તો વળી ક્યારેક એક જ ક્લચનો ઉપયોગ દરેક આઉટફિટમાં કરીએ છીએ તો આ પણ યોગ્ય નથી.

    હોમ ડેકોરઃ બેડરૂમની સજાવટમાં

    બેડરૂમ ઘરનો એવો ખાસ વિસ્તાર છે જે દરેક વ્યક્તિનો પોતીકો વિસ્તાર છે. બેડરૂમમાં વ્યક્તિ શાંત અને રિલેક્સ સમય ગાળી શકે છે અને આ વિસ્તારમાં અજાણી વ્યક્તિ અથવા તો મહેમાનને બહુ સરળતાથી પ્રવેશ મળતો નથી. તમારા ઘરનું ડેકોરેશન તમારી જીવનશૈલી કેવી છે એ દર્શાવે છે જ્યારે બેડરૂમની સજાવટ તમારા વ્યક્તિત્વનો પુરાવો છે. જો બેડરૂમ પ્રમાણમાં નાનો હોય તો તેની સજાવટમાં થોડી સ્માર્ટનેશ રાખવી પડે છે.

    સાઉદી અરેબિયામાં તંત્ર સામે ટ

    મહિલા અધિકારોના મામલે સાઉદી અરેબિયાનો ઇતિહાસ ખરડાયેલો રહ્યો છે. અને તેમાં હવે વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. સાઉદી અરેબિયામાં તંત્ર સામે ટ્વિટ કરનારી મહિલાને 34 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. સલમા - અલ - શેહબાબ નામની યુવતીનો ગુનો માત્ર એટલો જ છે કે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વિટ-રિટ્વિટ કર્યા હતા.

    શ્યામ ત્વચાને નિખારતી મેકઅપ ટ

    સુંદર દેખાવા માટે ગોરું હોવું અગત્યનું નથી. આથી જ જેમની ત્વચા શ્યામ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. શ્યામ સ્કિનની સાથે પણ તમે સુંદર દેખાઇ શકો છે. આ માટે જરૂરી છે કે તમે તમારો મેકઅપ કેવી રીતે કરો છો. 

    ભારતમાં મહિલા પાઇલટની ટકાવાર

    મહિલા પાઈલટની સંખ્યાના મામલામાં ભારત અમેરિકાથી પણ આગળ નીકળી ગયું છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઈન પાઈલટના મતે, વૈશ્વિક સ્તરે મહિલા પાઈલટોની ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં મહિલા પાઈલટની ટકાવારી 12.4 ટકા છે. જ્યારે દુનિયામાં સૌથી મોટી એરલાઈન ઈન્ડસ્ટ્રી ધરાવતા અમેરિકામાં મહિલા પાઈલટ કુલ સંખ્યાના ફક્ત 5.5 ટકા છે, તો બ્રિટનમાં આ આંકડો 4.7 ટકા છે.

    હોમ ડેકોરઃ ઇન્ટિરિયરમાં આગવુ

    ઘરના સમગ્ર લુકમાં સોફાનું મહત્ત્વ બહુ વધારે છે. સોફાનો ઘરના ઇન્ટિરિયરમાં અગત્યનો રોલ છે. એ સુંદર હોવાની સાથે સાથે આરામદાયક હોય એ પણ બહુ જરૂરી છે. આથી જ ઘર માટે સોફાની પસંદગી બહુ સમજીવિચારીને કરવી જોઇએ.

    સાઉદી અરબમાં ફેશન વીકના આયોજન...

    ઈસ્લામિક કટ્ટરવાદ અને મહિલાઓ પર આકરા નિયંત્રણો માટે જાણીતા સાઉદી અરબમાં ફેશન શો યોજાયો તે સાથે જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આધુનિક વિશ્વ સાથે તાલ મિલાવતાં સાઉદી અરબમાં મહિલાઓ પરના નિયંત્રણો ધીમે ધીમે હળવા કરી રહ્યા છે. ક્રાઉન પ્રિન્સ એવા અધિકારો આપવા લાગ્યા છે, જે અંગે મહિલાઓએ સપનામાં પણ વિચાર્યું ન હોય. જોકે, દેશમાં મહિલાઓ માટે થતા સુધારાના કારણે પ્રિન્સ કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગયા છે.

    ભારતીય-અમેરિકન મહિલાઓએ ઘરેલુ

    ભારતીય પરંપરાગત ઘરેલુ નુસખાના વારસાના જોરે વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ભારતીય મૂળની મહિલાઓ અમેરિકન બ્યૂટી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. કુલ્ફી બ્યૂટી, લાઈવ ટિન્ટેડ અને અવર્ણી જેવી બ્રાન્ડ ઊભી કરીને તેમણે અબજો ડોલરના અમેરિકન સ્કિનકેર બજારમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

    ફેશન મંત્રઃ લુકમાં ઉમેરો કરે હ...

    કોણે કહ્યું કે હેર એક્સેસરીઝ એટલે કે વાળમાં લગાવતા બેંડ્સ કે ક્લિપ્સ ફક્ત બાળકો માટે જ છે. હેર એક્સેસરી સરસ અને આઈ કેચી હોય તો એ તમારા લુકને અપડેટ કરે છે. આ ઉપરાંત તમને ફેશનેબલ અને ટિપટોપ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. હેર વોશ ન કર્યાં હોય તો પણ હેર એક્સેસરીઝ તમારા લુકને ખરાબ થવા દેતી નથી.