મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પૂર્વ મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપટ

    ૬૦ વર્ષની સ્વરૂપ સંપટ ક્યારેક મહારાષ્ટ્રના કોઈ પછાત ગામના બાળકોને ભણાવે છે તો ક્યારેક મુંબઈની એલિટ સ્કૂલના બાળકોને લાઈફ સ્કિલ એજ્યુકેશન આપે છે. તેઓ પારંપરિક રીતે ભણાવતાં નાટક, ગીત, સંગીત, ચિત્રકળા, જૂથ ચર્ચા કરે છે. સેટેલાઈટથી ગુજરાતની અઢી લાખ પ્રાઇમરી સ્કૂલનાં ટીચર્સને તેઓ ટ્રેનિંગ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્રના ૫.૫ લાખ સરકારી ટીચર્સને ટ્રેનિંગ આપે છે.  સ્વરૂપના પિતા બચુભાઈ સંપત ગુજરાતી રંગમંચના આર્ટિસ્ટ હતા. માતા સર્જિકલ ઓન્કોલોજિસ્ટ હતાં. સ્વરૂપ પણ થિયેટર કરતાંં. ૧૯૭૯માં તેઓ મિસ ઈન્ડિયા બન્યાં પછી મોડલિંગ અને એક્ટિંગ કરતાં. ૧૯૮૭માં સ્વરૂપનાં લગ્ન અભિનેતા પરેશ રાવલ સાથે થયાં. લગ્ન પછી તેઓ માતા બન્યાં. ૩૭ વર્ષની વયે સ્વરૂપે ફરી ભણવાનું નક્કી કર્યું.

    ૮૦ વર્ષીય જોધઇયાબાઈ બૈગાના ચિ

    મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના ૮૦ વર્ષીય જોધઇયાબાઈ બૈગાના ચિત્રોનું ઇટાલીના મિલાનમાં ૧૧ ઓક્ટો. સુધી પ્રદર્શન ચાલશે. લોઢા ગામના જોધઇયાબાઈના પરિજનો કહે છે કે અમે પ્રદર્શન માટે કોઈ પ્રયાસ નથી કર્યો. એક વખત સ્થાનિક કળાપ્રેમી આશિષ સ્વામીની નજર ચિત્રો પર પડી અને તેઓએ ભોપાલના બોન ટ્રાઇબલ આર્ટમાં ટ્રાઇબલ આર્ટના વિશેષજ્ઞ પદ્મજા શ્રીવાસ્તવને માહિતી આપી.

    શ્રદ્ધા કપૂર લે છે એકશન દ્રશ્ય...

    હાલમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પાંચે આંગળીઓ ઘીમાં છે. તાજેતરમાં પણ શ્રદ્ધા કપૂરની બંને ફિલ્મો ‘સાહો’ અને ‘છિછોરે’ બોક્સઓફિસ પર સફળ રહી છે. હવે તે ‘બાગી-૩’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફનાં એકશન દૃશ્યો સાથે મેચ થવા અભિનેત્રી પણ એકશન દૃશ્યોની આકરી તાલીમ લઇ રહી છે. શ્રદ્ધા પોતાની ટ્રેનર મહેક નાયર પાસેથી તો તાલીમ લઇ જ રહી છે તે ઉપરાંત ફિલ્મમેકર અહેમદ ખાને વ્યવસ્થા કરેલી બલ્ગેરિન ટ્રેનર પાસેથી પણ તાલીમ લઇ રહી છે. આ બંને ટ્રેનરો દર પંદર દિવસે મળીને શ્રદ્ધાની તાલીમ અંગે ચર્ચા કરે છે અને એ પછીની પંદર દિવસ માટેની તાલીમનું શિડ્યુલ બને છે. 

    ફેશનવર્લ્ડમાં જો તમારાં આઉટફિટ અન્યોથી અલગ રીતે ડિઝાઈન થયેલાં હશે તો તે ફેશન ક્યારેય જૂની જ નહીં થાય કારણ કે તમારાં આઉટફિટ યુનિક હશે. આવા અનોખા આઉટફિટને લીધે તમે પણ ભીડમાં અલગ તરી આવશો. ફેશન એક્સપર્ટ્સના મત પ્રમાણે પરંપરાગત તથા વેસ્ટર્ન અને ઈન્ડિયન અથવા ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ્સમાં ચાલે તેવી કેટલીય પ્રકારની ડિઝાઈન ટોપમાં બને છે. આ ટોપ તમે કોઈ પણ બોટમ વેર સાથે પહેરી શકો છો. જેમ કે સ્કર્ટ, પલાઝો, જીન્સ, ચણિયા, ધોતી, લેગિંન્સ, પાયજામા, ચૂડીદાર, પેન્ટ્સ, પટિયાલા વગેરે વગેરે બોટમ વેર સાથે ટોપને કેરી કરી શકાય.

    મિડલાઇફ ક્રાઇસિસથી ના ડરો......

    અનિતાને છેલ્લા કેટલાંક મહિનાઓથી રહીરહીને એક જ વિચાર સતાવતો હતો, ‘મેં બધાં માટે આખી જિંદગી ખર્ચી નાખી. પતિ અને ઘરની સંભાળ, બાળકોનો ઉછેર, સાસુ-સસરાની સેવા - બધી ફરજો અને કર્તવ્યો નિભાવ્યાં, પણ અંતે હું શું પામી?’

    બેંગલુરુની વિદ્યાર્થિની બની

    બેંગલુરુની પત્રકારત્વની વિદ્યાર્થિની અંબિકા બેનર્જીને તાજેતરમાં એક દિવસ માટે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર બનવાની તક મળી. અંબિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય ગર્લ ડે’ના દિવસે ૧૧મી ઓક્ટોબરે જેરેમી પિલ્મોર બેડફોર્ડનું પદ એક દિવસ માટે સંભાળ્યું હતું. અંબિકાએ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરનું જે પદ સંભાળ્યું હતું તે ભારતમાં બ્રિટનનું ત્રીજું સૌથી મોટું પદ છે. તેનું કામ સરકાર અને કારોબારીઓની સાથે દેશના હિત સાથે જોડાયેલા મુદ્દાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવાનું હોય છે. આ પદના કાર્યક્ષેત્રનો એક દિવસમાં શક્ય હોય એટલો અભ્યાસ કર્યો.

    ઈન્ડોવેસ્ટર્ન ટોપની અવનવી ડિ

    અનારકલી ટોપની ખાસિયત એ છે કે એની લંબાઈ તમે ઈચ્છો એ રાખી શકો. કોઠાવાળા કે કોઠા વગરના અનારકલી ટોપનો ઈન્ડિયન લૂક જોઈતો હોય તો તમે બનારસી સિલ્ક, બાંધણી, બ્રાસો, બ્રોકેડ, કલકત્તી, પટોળા, સાઉથ ઈન્ડિયન, પૈઠ્ઠણી મટીરિયલમાંથી અનારકલી ટોપ તૈયાર કરાવી શકો.

    કયા આઉટફિટ્સ સાથે ક્યા ચંપલ શો...

    મહિલાઓ એ વાતે સજાગ હોય છે કે ડિઝાઇનર આઉટફિટ્સ હોય તો ફૂટવેર પણ તેવા જ હોવા જોઈએ. આઉટફિટ સાથે મેંચિંગ કે ઓપે એવા સ્ટાઇલિશ ફૂટવેર પસંદ કરવામાં મદદ થઈ શકે એ રીતે અહીં કેટલીક જાણકારી અપાઈ છે. જેનાથી મહિલાઓનાં લૂકમાં ચાર ચાંદ લાગશે. ડિઝાઇનર આઉટફિટ્સ પણ તેની સાથે સ્ટાઇલિશ શૂઝ પહેર્યાં હોય તો જ સારાં લાગે છે. તમારે કયા પ્રકારના આઉટફિટ્સ સાથે કયા ફૂટવેર પહેરવાં જોઈએ? ફૂટવેરની ખરીદી કરતી વખતે સ્ટાઇલની સાથે કમ્ફર્ટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અયોગ્ય ફૂટવેર પહેરવાથી હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે.

    અપેક્ષા કોટ્ટારીની ગિફ્ટ આઈટ

    કર્ણાટકના મેંગ્લોરમાં એક વિદ્યાર્થિની અપેક્ષા કોટ્ટારીએ ‘અતુલ્ય ભારત’ની થિમ પર અનોખી ગિફ્ટ આઇટમ બનાવીને પોતાનું નામ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં નોંધાવ્યું છે. આ ગિફ્ટની સાઈઝ ૨૫ બાય ૨૫ સેમી છે અને તેની લંબાઈ ૧૦ મીટર છે. અપેક્ષા ૩૫ પ્રકારની ગિફ્ટ આઈટમ બનાવી ચૂકી છે. ૧૦ મીટરની ગિફ્ટ આઈટમની ખાસિયત એ છે કે આ થિમ પરનું અત્યાર સુધીનું દેશનું સૌથી લાંબુ એક્સપ્લોઝન બોક્સ છે. તેના પર દેશનાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની મહાન હસ્તીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં નામોની જાણકારી તેમના ફોટા સાથે અપાઈ છે.

    મિસ ઇંગ્લેન્ડ ભાષા મુખર્જીએ ક

    ભારતીય મિસ ઇંગ્લેન્ડ-૨૦૧૯ ભાષા મુખર્જીએ કોલકાતામાં રસ્તા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે વીસ હજાર પાઉન્ડ એટલે કે રૂ. ૧૭ લાખ રૂપિયા ભેગા કરીને 'હોપ' ફાઉન્ડેશનને દાન કર્યા છે. આ રકમ તેણે એક ઇવેન્ટની ટિકિટ વેચીને ભેગા કર્યા છે.