કોરોના વાઈરસ બીમારીમાંથી સાજા થયેલા એશિયનોને તેમના બ્લડ પ્લાઝમાનું તાકીદે દાન કરવા દ્વારા અનુરોધ કરાયો છે. એશિયનોને એન્ટિબોડીઝથી ભરપૂર પ્લાઝમા હોવાની વધુ શક્યતા છે ત્યારે તેમના બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કોવિડ-૧૯ના પેશન્ટ્સને સાજા કરવામાં થઈ શકે છે. સાઉથ એશિયન પશ્ચાદભૂના લોકોને કોરોના વાઈરસની ખરાબ અસર થઈ છે અને પ્લાઝમા તેમના માટે જીવનરક્ષક સારવાર બની શકે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
NHS દ્વારા સાઉથ એશિયન લોકોને તેમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. આ માટે ડાયાબિટીસ યુકે દ્વારા આયોજિત ‘Know Your Risk’ ટુલનો ઉપયોગ કરવાનો રહે છે. ડેટા મુજબ કોરોના વાઈરસના કારણે મોતનો શિકાર બનેલા લોકોમાં આશરે એક તૃતીઆંશ લોકોને ડાયાબિટીસ હોવાનું જણાયાના પગલે આ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
વૈશ્વિક મહામારી કોરોનાના નિદાન - સારવાર મામલે નીતનવા તુક્કા જાહેર કરતા રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક કોરોનાની સારવાર માટે હવે એવી દવાને પ્રમોટ કરવા ઇચ્છી રહ્યા છે કે જેનો કોઇ વૈજ્ઞાનિક આધાર કે ટેસ્ટ રિપોર્ટ નથી. આ દવા રજૂ કરનારા બિઝનેસમેન માઇક લિન્ડેલ ટ્રમ્પના કટ્ટર સમર્થક - મિત્ર છે અને અમેરિકામાં ‘પિલોમેન’ તરીકે ઓળખાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (‘હૂ’)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને એવી ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-૧૯ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં હજુ ઘણો સમય લાગશે અને વેક્સીન આવ્યાં બાદ હર્ડ ઈમ્યૂનિટી વિકસિત થવામાં પણ ઝડપ આવશે. કોઇ પણ સંક્રમણની સામે ઘણી મોટી વસતીમાં રોગપ્રતિકાર શક્તિ વિકસે તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.
યુરોપિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્શન કાર્ડિયોલોજી (EAPC)ના એક રિસર્ચ અનુસાર, રિફિલેબલ અને ધુમાડો પણ નીકળતો હોય તેવી ઇ-સિગારેટના સેવનથી શરીર માટે ખૂબ નુકસાનકારક નીવડી શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ઈ-સિગારેટ બ્લ્ડપ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરે છે.
શારીરિક - માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ વખતે જાણો શીળસના ઉપચાર વિશે.
સગર્ભાવસ્થામાં રહેલી મહિલાઓને કેફિનનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ રહી છે કારણકે તેના વપરાશનું કોઈ સલામત સ્તર નથી અને થોડી માત્રામાં ઉપયોગથી પણ મિસકેરેજ-કસુવાવડનું જોખમ રહે છે તેમ આઈસલેન્ડની રેક્યાવિક યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે. જોકે, વર્તમાન ભલામણ એવી છે કે મહિલાએ રોજના ૨૦૦ મિ.ગ્રામ કરતાં વધુ કેફિન લેવું ન જોઈએ.
અમુક ઉંમર બાદ શરીરના અલગ અલગ ભાગમાં સાંધાનો દુઃખાવો થવા લાગતો હોય છે. કમરનો દુઃખાવો, ઢીંચણનો દુઃખાવો આવા અનેક દુઃખાવા શરીરમાં અનુભવાય છે. આનું સૌથી મોટું કારણ કેલ્શિયમની ખામી હોઇ શકે. યુવાવયે શરીર જ્યારે સ્વસ્થ હોય, સારી રીતે કામ કરતું હોય ત્યારે આપણે શરીરની નાનીમોટી સમસ્યાને અનદેખી કરી નાખતાં હોઇએ છીએ. શરીરને વિટામિન્સ, મિનરલ્સ તેમજ કેલ્શિયમ આપવાનું હોય તે પૂરતાં પ્રમાણમાં આપતાં નથી. તેને કારણે શરીર ઘસાતું જાય છે. એટલે મોટી ઉંમરે તકલીફ થવાની શરૂ થઇ જાય. શરીર અને હાડકાંને તંદુરસ્ત રાખવા માટે કેલ્શિયમની ખાસ જરૂર હોય છે. તેની ઉણપની પૂર્તિ કયા ખોરાકથી કરી શકીએ તે વિશે વિગતે વાત કરીએ.
ઓક્સફર્ડ યુનિવર્સિટી કોરોના વાઈરસ વેક્સિનની શોધમાં માનવ પરીક્ષણોના આગળના તબક્કે પહોંચી છે ત્યારે કેમ્બ્રીજ યુનિવર્સિટી મોડેથી પણ આ સ્પર્ધામાં સામેલ થઈ છે. જોકે, તેની રસી નીડલ-ફ્રી હશે અને હાઈ પ્રેશર શોટથી આપી શકાશે. શોધકર્તાઓના દાવા મુજબ તેઓ અન્યો કરતાં વધુ સમય કાર્યરત અને વધુ સલામત વેક્સિન આપશે. તે અલગ અલગ પ્રકારના વાઈરસ સામે પણ કામ કરશે.
આખી દુનિયા હાલ કોરોનાની દવા શોધવાના કામે વળગી છે ત્યારે તબીબી જગતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક એઈડ્સગ્રસ્ત વ્યક્તિ કુદરતી રીતે જ - આપમેળે સાજો થઈ ગયો છે, જેના કારણે તબીબો અને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એચઆઇવી-એઈડ્સની પણ કોઈ દવા નથી અને તેના દર્દીએ આખી જિંદગી દવાઓ અને સાવચેતીને સહારે જીવવું પડે છે.
