ગુજરાત સ્થિત દેશની ટોચના ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ જણાવ્યું છે કે કંપનીએ કોરોનાની રસીની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે અને તેમાં સારા પરિણામો મળ્યા છે. કંપનીએ હવે છઠ્ઠી ઓગસ્ટથી બીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે. પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં ZyCOV-D સલામત તથા સારી હોવાનું જણાયું છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોવિડ-૧૯ મહામારીના આ દિવસોમાં જીવલેણ વાઇરસથી બચવા માટે હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક આપણા રોજિંદા જીવનનો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આ ઉપરાંત સામાજિક અંતર તો ખરું જ. હેન્ડ સેનિટાઈઝર્સનો ઉપયોગ વધ્યાને પણ ઘણો સમય થઈ ગયો છે ત્યારે હવે તેના વધુ પડતા ઉપયોગથી સર્જાતી સમસ્યાઓ પણ બહાર આવી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (‘હૂ’)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને એવી ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-૧૯ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં હજુ ઘણો સમય લાગશે અને વેક્સીન આવ્યાં બાદ હર્ડ ઈમ્યૂનિટી વિકસિત થવામાં પણ ઝડપ આવશે. કોઇ પણ સંક્રમણની સામે ઘણી મોટી વસતીમાં રોગપ્રતિકાર શક્તિ વિકસે તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.
પ્રખ્યાત સાયન્ટિફિક જર્નલ પ્લુસ વન (PLOOS ONE) પ્રકાશિત એક સંશોધનના તારણ અનુસાર ૧૦ મિનિટની કસરતથી ૪૫ મિનિટ સુધી જોગિંગ કરવા જેટલો ફાયદો થાય છે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન ગિબાલાના મતે સમયના હિસાબે વર્કઆઉટ કરવાની આ ફાયદાકારક રણનીતિ છે.
ઠંડા દિવસોમાં બજારમાં જોવા મળતાં શક્કરિયાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. શક્કરિયાં સ્વાદના કારણે તો લોકોને ભાવતાં જ હોય છે પરંતુ એ પણ હકીકત છે કે સ્વાસ્થ્ય માટે પણ શક્કરિયાં ગુણકારી છે. શક્કરિયાંમાં કયાં કયાં પોષકતત્ત્વો રહેલાં છે. તેમજ તે કઈ રીતે આપણને લાભદાયી બની રહે છે તે વિશે થોડું જાણી લઈએ.
લંડનમાં અને વિશેષ તો બરોઝમાં કામકાજને કોરોના વાઈરસથી ભારે માર પડ્યો છે ત્યારે માનસિક આરોગ્ય સેવાઓ સમક્ષ જનારા લોકોના વલણમાં ભારે બદલાવ જોવાં મળે છે. કેપિટલના કેટલાક વિસ્તારોમાં માનસિક બીમારીનું પ્રમાણ ઊંચું છે અને તે સામાન્યપણે BAME કોમ્યુનિટીઝની ઊંચી વસ્તી સાથે સંબંધ ધરાવે છે જેને આપણા જાણવા મુજબ કોવિડ-૧૯થી ભારે અસર થયેલી છે.
ગુજરાત સ્થિત દેશની ટોચના ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ જણાવ્યું છે કે કંપનીએ કોરોનાની રસીની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે અને તેમાં સારા પરિણામો મળ્યા છે. કંપનીએ હવે છઠ્ઠી ઓગસ્ટથી બીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે. પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં ZyCOV-D સલામત તથા સારી હોવાનું જણાયું છે. કેડિલા હેલ્થકેરે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે પહેલા તબક્કાની ટ્રાયલમાં તંદુરસ્ત વોલિન્ટિયર્સને ZyCOV-Dનો હળવો ડોઝ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમનામાં રોગપ્રતિકાર શક્તિ વિકસી હતી.
ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા ૧૦૦,૦૦૦થી વધુ વોલન્ટીઅર્સને સાંકળતા અભ્યાસના તારણ અનુસાર ૧૩ જુલાઈ સુધીમાં ઈંગ્લેન્ડના ૬ ટકા અથવા તો ૩.૪ મિલિયન લોકો કોવિડ-૧૯ રોગચાળાથી ચેપગ્રસ્ત બન્યા હોઈ શકે છે. જોકે, યુકેનો સંક્રમિતોનો સત્તાવાર આંકડો ૩૧૫,૦૦૦નો ગણાવાય છે. વિશ્વના સૌથી મોટા ઘેર રહીને ટેસ્ટિંગના પ્રોગ્રામમાં કોરોના વાઈરસથી પેદા થયેલા એન્ટિબોડીઝની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં BAME વોલન્ટીઅર્સમાં કોવિડ-૧૯ના એન્ટિબોડીઝ વધુ હોવાની શક્યતા દર્શાવાઈ હતી.
ઠંડા દિવસોમાં બજારમાં જોવા મળતાં શક્કરિયાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. શક્કરિયાં સ્વાદના કારણે તો લોકોને ભાવતાં જ હોય છે પરંતુ એ પણ હકીકત છે કે સ્વાસ્થ્ય માટે પણ શક્કરિયાં ગુણકારી છે. શક્કરિયાંમાં કયાં કયાં પોષકતત્ત્વો રહેલાં છે. તેમજ તે કઈ રીતે આપણને લાભદાયી બની રહે છે તે વિશે થોડું જાણી લઈએ.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા વયસ્કોને સારું ભોજન કરવા, વજન ઘટાડવા અને સક્રિય બની રહેવા પ્રોત્સાહિત કરવા ‘બેટર હેલ્થ’ નામના નવા વયસ્ક આરોગ્ય અભિયાનનો મોટા પાયે આરંભ કરાયો છે. આરોગ્યપ્રદ આહાર અને વધુ કસરત કરવાના પગલાં લઈને તમામ લોકો લાભ મેળવી શકે છે. ઉપલબ્ધ ડેટા અનુસાર એશિયનોમાં ૧૬.૩ ટકા પુરુષો અને ૨૩.૬ ટકા સ્ત્રીઓ સ્થૂળતા સાથે જીવે છે જેના પરિણામે, કેન્સર, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને હવે કોવિડ-૧૯ સહિતના રોગોથી ગંભીરપણે બીમાર થવાનું ઊંચુ જોખમ ધરાવે છે. PHEના તાજેતરના રિપોર્ટ અનુસાર તંદુરસ્ત BMI સાથેના લોકો કરતાં સ્થૂળ લોકો ગંભીરપણે બીમાર થાય અને કોવિડ-૧૯ સાથે ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થવું પડે તેવું વધુ જોખમ રહે છે.
