સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    જાણો સડન કાર્ડિયાક અરેસ્ટના જ

    સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતી કોઇ પણ વ્યકતિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ ડિસીઝથી થતાં મૃત્યુમાં મોટા ભાગના સડન કાર્ડિયાક અરેસ્ટથી જ થાય છે. યુનિવર્સિટી ઓફ બર્ગનના એક રિપોર્ટ મુજબ ૩૦થી ૪૦ વર્ષના લોકોમાં આ બીમારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આમાં પણ મહિલાઓની વાત કરીએ તો ૫૦ ટકા મહિલાઓને સમયસર પૂરતી ટ્રીટમેન્ટ મળતી નથી. આથી જ સહુ કોઇને આ તકલીફ અંગે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.

    પારિવારિક સમસ્યાઓ આરોગ્ય માટ

    એક સ્ટડી અનુસાર પરિવારનો વિખવાદ કે ખટરાગ લાંબે ગાળે વ્યક્તિના આરોગ્ય માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ ૨૮૦૨ લોકોનો બે દાયકા સુધી અભ્યાસ કર્યા બાદ આ તારણ રજૂ કર્યું છે.

    દરરોજ દાળ ખાશો તો જીવલેણ બીમાર...

    દરરોજ દાળ ખાવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતા જેવી સમસ્યામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરાયેલા સંશોધનના આધારે નિષ્ણાતોનું કહેવું છે કે, દાળમાં ફાઇટો-કેમિકલ્સ અને ટોનિન્સ હોય છે. જેનાથી દાળમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે. તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે. વળી, દાળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી ડાયાબિટીસના રોગીઓ માટે પણ દાળ ફાયદાકારક છે. દાળના કારણે દર્દીઓની સુગર અને ઇન્સ્યુલિન લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. દાળ કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે. ઓબેસિટીથી બચવા પણ દાળ મહત્વનો ખોરાક છે. 

    ટાલિયાઓના માથે કોરોનાના સંક્

    વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ટાલ વાળા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધુ છે અને તેમનું મોત પણ કોરોનાથી થવાની શક્યતા ઊંચી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે વાળ ખરી પડે તેની પાછળ એન્ડ્રોજન હોર્મોન જવાબદાર છે. કોરોના વાઇરસના કેટલાય ખરાબ કિસ્સાઓમાં આ હોર્મોનના સંબંધ જોવા મળ્યો છે.

    હેલ્થ ટિપ્સઃ ડાયાબિટીસ અને હૃ

    ઘણા લોકો પોતાના આહારમાં સૂકામેવો લેતા હોય છે. બદામ પણ એ આહારમાં એક છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો છે. એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ટિ ઇન્ફલેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે

    કોરોનાની કોઈ જ દવા બનાવી નથીઃ

    કોરોનાની દવા કોરોનિલ બનાવીને બજારમાં મૂક્યા પછી સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકતાં યોગગુરુ બાબા રામદેવ કંપની પતંજલિ આયુર્વેદે હવે ફેરવી તોળ્યું છે. આ દવાને પતંજલિ આયુર્વેદ જૂથની કંપની દિવ્ય ફાર્મસીએ તૈયાર કરી હતી.

    સુગંધ અને સુંદરતા માટે સુપ્રસ

    ગુલાબનું ફુલ તેની સુગંધ અને સુંદરતાને માટે તો જગજાણીતું છે જ, પરંતુ તેમાં ઔષધીય ગુણો પણ સમાયેલા છે એવું કોઇ કહે તો? હા, ગુલાબમાં સુગંધ અને સુંદરતા ઉપરાંત ઉપચારમાં ઉપયોગી એવા અનેક ઔષધીય ગુણો પણ સમાયેલા છે. 

    હેલ્થ ટિપ્સઃ શરીર માટે અત્યંત...

    ભારતીય રસોઇઘરમાં એટલી બધી ગુણકારી વસ્તુઓ તમને મળી રહેશે કે જેના ઉપયોગથી આપણે શરીરની ઘણી તકલીફોથી બચી શકીએ છીએ. ખાદ્યપદાર્થોની સાથેસાથે ભોજનને ટેસ્ટી બનાવતાં મરી-મસાલા પણ આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ મરી-મસાલામાંથી અજમો શરીર માટે ઉત્તમ છે. પેટમાં વાયુની તકલીફ થાય એટલે અજમો ખાવાની સૂચના ઘરેથી તરત મળે.

    યાદશક્તિ સારી રાખવી છે? ગૂગલનો...

    સાઇકોલોજીના ડોક્ટર જોએલ ક્રેમર અનુસાર, ૩૦ વર્ષની વયે યાદશક્તિ, નિર્ણય કે તર્કશક્તિ જેવા મલ્ટિટાસ્કિંગ કરવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. આથી પોતાના મગજને તેજ રાખવા માટે સ્માર્ટ જીવનશૈલી શા માટે અપનાવવી જોઇએ, જાણો એક્સપર્ટ પાસેથી...