દરરોજ ૨,૧૦૦ પગલાં ચાલવાથી સિનિયર સિટિઝનોના આયુષ્યમાં વધારો થતો હોવાનું વિજ્ઞાનીઓએ એક અભ્યાસના આધારે તારવ્યું છે. સાન ડિયાગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દરરોજ ૨,૧૦૦ થી ૪,૫૦૦ પગલાં ચાલવાથી હૃદયરોગના કારણે મૃત્યુ થવાનું જોખમ ૩૮ ટકા જેટલું ઘટી જાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
જીવનનો અંત આવી રહ્યો હોય અને વ્યક્તિ મરણોન્મુખ હોય ત્યારે પણ તેને જે કંઇ કહેવાતું હોય તે બધું સાંભળી શકતી હોય છે, એમ એક અભ્યાસમાં જણાયું છે. વ્યક્તિ મૃત્યુ વેળાએ બેભાન અવસ્થામાં હોય તો પણ તેની શ્રવેણન્દ્રીય કામ કરતી જ હોય છે અને તેના સંબંધીઓ તેને શું કહેતા હોય એ સાંભળતો હોય છે!
વ્યક્તિ મૃત્યુના દ્વારે પહોંચી ગઇ હોય અને જીવનના અંતની ઘડીઓ ગણાતી હોય ત્યારે શરીરમાં એક પછી એક અંગ કામ કરતા બંધ થવા માંડે ત્યારે શરીરમાં શું થતું હોય તેનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના સંશોધકોએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જીવનનો અંત નજીક આવી રહ્યો હોય અને વ્યક્તિ સૂઝબૂઝ (બેભાન અવસ્થા) ગુમાવી ચૂકી હોય એ વેળાએ પણ તેની શ્રવણેન્દ્રીય કામ કરતી હોય છે કે કેમ તેનો પહેલી વખત અભ્યાસ થયો છે. જીવન છોડીને મૃત્યુ તરફ આગળ વધી રહેલી વ્યક્તિનો અંતિમ ક્ષણે અભ્યાસ કરવા માટે દર્દીને ૬૪ ઇલેક્ટ્રોડ્સવાળી ટોપી પહેરાવવામાં આવી હતી, જેથી મગજમાં ચાલી રહેલા તરંગોની ગતિવિધિ માપી શકાય.
યુકેમાં સોશિયલ કેરની કટોકટી ચાલી રહી છે ત્યારે દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પોતાની સારસંભાળ માટે અત્યારથી જ તૈયારી કરે તેવી યોજના વિચારાઈ રહી છે. આ માટે ૪૦થી વધુ વયના લોકોએ પાછલી જિંદગીમાં સંભાળના ખર્ચ માટે યોગદાન તરીકે ઊંચો ટેક્સ અથવા નેશનલ ઈન્સ્યુરન્સની વધુ રકમ ભરવી પડે તેવી શક્યતા છે. જો આમ નહિ કરાય તો વૃદ્ધાવસ્થામાં સારસંભાળના જંગી ખર્ચા સામે ઈન્સ્યુરન્સ લેવો પડે તેમ પણ બની શકે છે. આ સંભવિત યોજનાને આવકાર મળવા સાથે વિરોધ પણ થઈ રહ્યો છે.
સાદા બ્લડ ટેસ્ટથી જ કેન્સરના લક્ષણો દેખાવા લાગે તેના ચાર વર્ષ અગાઉ જ ફેફસા અને લિવરની ગાંઠ સહિત પાંચ પ્રકારના કેન્સર વિશે જાણી શકાય તેવો દાવો વિજ્ઞાનીઓ દ્વારા કરાયો છે. PanSeer – પાનસીઅર નામના ‘લિક્વિડ બાયોપ્સી’ ટેસ્ટ જઠર, અન્નનળી, આંતરડાં, ફેફસાં અને લિવરના કેન્સરને શોધી શકે છે. ટેસ્ટના તારણો કેન્સર થવાનું ભારે જોખમ ધરાવનારા લોકો માટે આશીર્વાદરુપ નીવડી શકશે. વિજ્ઞાનીઓએ જે લોકોને કેન્સરના કોઈ લક્ષણો ન હતા તેવા ૬૦૫ લોકોના પ્લાઝમા સેમ્પલ્સનું એનાલિસિસ કર્યું હતું.
અત્યાર સુધી વ્યાપક માન્યતા રહી છે કે મહામારી કોરોનાનો વાઇરસ મોં કે નાક માર્ગે જ શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ હવે એક નવું સંશોધન કહે છે કે કોરોના મોં અને નાક ઉપરાંત કાન વાટે પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે. આમ હવે મોં-નાક ઉપરાંત હવે કાન બચાવવાનુ પણ જરૂરી થઈ પડ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓના કાનની વચ્ચે કોરોના વાઇરસની હાજરી નોંધાયા બાદ નિષ્ણાતોએ આ ચેતવણી ઉચ્ચારી છે.
જો તમે નિયમિત કસરત કરો છો તો મૃત્યુનું જોખમ ૩૦ ટકા સુધી ઘટી જાય છે.
આપણા જૂના જમાના લોકોને તો ખબર જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ મંજૂરીની મહોર લગાવી છે. આપણે ત્યાં જાણીતી ઉક્તિ છે કે સવારનો નાસ્તો રાજા જેવો, બપોરનું ભોજન મધ્યમ વર્ગ જેવું અને રાત્રિનું ભોજન ગરીબ જેવું લેવાથી સ્વાસ્થ્ય સદાબહાર સારું રહે છે. આ વાતને જર્મનીની લુબેક યુનિવર્સિટીના સંશોધકોએ સમર્થન આપ્યું છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો જીવજંતુના ડંખનો ઉપચાર.
યુકેમાં કોરોના વાઈરસના સંક્રમણમાં પોઝિટિવ આવનારા કે કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા લોકો માટે એકાંતવાસ (સેલ્ફ-આઈસોલેશન)નો સમયગાળો સાત દિવસથી વધારીને ૧૦ દિવસનો કરવામાં આવ્યો છે. યુરોપ અને યુકેમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. યુકેના ચીફ મેડિકલ ઓફિસર્સે સ્વીકાર્યુ હતું કે તેમની ધારણા કરતા પણ પેશન્ટ સાત દિવસથી પણ વધુ સમય ચેપગ્રસ્ત રહી સંક્રમણ ફેલાવી શકે છે.
યુરોપિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્શન કાર્ડિયોલોજી (EAPC)ના એક રિસર્ચ અનુસાર, રિફિલેબલ અને ધુમાડો પણ નીકળતો હોય તેવી ઇ-સિગારેટના સેવનથી શરીર માટે ખૂબ નુકસાનકારક નીવડી શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ઈ-સિગારેટ બ્લ્ડપ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરે છે.
