કોરોના વાઈરસ માટે પોઝિટિવ થયેલી સ્ત્રીના સ્તનના દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે નવા સંક્રમણ સામે લડવામાં મોટી આશા બની શકે છે તેમ ડચ સંશોધનમાં જણાયું છે. એમસ્ટર્ડમ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટર (UMC) દ્વારા સંશોધનમાં જણાયું છે કે પાશ્ચરાઈઝેશન પ્રક્રિયાથી એન્ટીબોડીઝનો નાશ થતો નથી. આનો અર્થ એ છે કે મહામારીનો સામનો કરવામાં સ્તનના દૂધના ફ્લેવપ સાથેના આઈસ ક્યુબ્સનો ઉપયોગ કરી શકાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પ્રાચીન કાળથી મહત્ત્વનું રહ્યું છે. તેનાથી ખોરાકને રંગની તો મળે છે. સાથે સાથે જ તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી વિશેષ હળદર તેના ઔષધીય ગુણો માટે વધારે જાણીતી છે. તેનો ઉપયોગ વજન ઘટાડવાા માટે પણ થઇ શકે છે. સવાલ એ થાય કે વજન ઘટાડવામાં હળદર કઇ રીતે મદદરૂપ થઇ શકે છે.
ભારતીય ભોજનમાં કાળા મરી આગવું સ્થાન ધરાવે છે. આથી જ ભોજનમાં તેનો વિવિધ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર કાળા મરીનું મધ સાથે સેવન કરીને હાર્ટએટેકથી બચી શકાય છે. સાથે સાથે જ ડાયાબિટીસના દર્દીઓને પણ રાહત મળે છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો હરસ-મસાની તકલીફ વિશે.
કોરોના વાઈરસ સામેના જંગમાં વેક્સિન બનાવવાની દોડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા કોરોનાની સૂંઘવાની વેક્સીનની ટ્રાયલ શરુ કરાઈ છે. ઇમ્પિરિયલ કોલેજની ક્લિનિકલ ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં ૩૦ લોકો સામેલ થશે. સંશોધકોનું કહેવું છે કે ઇન્જેક્શન કરતાં નાક દ્વારા આપવામાં આવતી વેક્સિનનો લો ડોઝ પણ વાઇરસ સામે રક્ષણ આપે છે. અગાઉ, સુરક્ષાના કારણોસર ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફાર્મા દ્વારા અટકાવાયેલી ત્રીજા તબક્કાની ટ્રાયલ ફરી શરુ દેવાઈ છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય પ્રોફેસર સુમી બિશ્વાસે કોરોના વાયરસની એક નવી રસી તૈયાર કરી લીધી છે. પ્રોફેસર બિશ્વાસની સ્પાયબાયોટેક કંપનીનું એક્સપેરિમેન્ટલ કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં ઓસ્ટ્રેલિયામાં શરુ કરાયું છે. બંને તબક્કાની ટ્રાયલ્સમાં હજારો લોકોને વેક્સીન અપાશે. જોકે, હાલ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન ટ્રાયલમાં અવરોધ સર્જાતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા પણ પરીક્ષણો અટકાવી દેવાયા હતા.
કોઈ પણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવશો તો જીવનભર વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ
ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું હતું, પરંતુ ચુસ્ત-દુરસ્ત સ્વાસ્થ્ય એવો મુદ્દો છે જેને દેશના સીમાડાઓમાં બાંધી ન શકાય. લોકોને સદાબહાર સ્વાસ્થ્ય માટે પ્રેરિત કરતા આ અનોખા અભિયાનમાં ભારતના ટોચના ખેલાડીઓથી માંડીને મનોરંજન જગતના જાણીતા ચહેરા જોડાયા હતા. તાજેતરમાં આ અભિયાનને એક વર્ષ થયું તે પ્રસંગે વડા પ્રધાન મોદીએ ‘ફિટ ઈન્ડિયા સંવાદ’ યોજીને દેશભરમાં ફિટનેસ માટે જાગ્રત અને પ્રભાવશાળી કામ કરનાર રમતવીરો અને અન્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એક વાર કોરોના સંક્રમણ અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, દુનિયામાં હવે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. સંસ્થાના પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રના ડિરેકટર તાકેશી કસઈએ જણાવ્યું હતું કે, ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના કેટલાક લોકોને ખબર પણ નથી કે તેઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યાં કોરોના પહેલાં કાબૂમાં આવી ગયો હતો તેવા કેટલાક દેશમાં તેનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક દેશોમાં ફરી લોકડાઉન લગાવાઈ રહ્યું છે. એશિયા પેસિફિક રિજિયનમાં મહામારી બીજા સ્ટેજમાં પહોંચી ગઈ છે.
કોરોના વાઇરસ અને લોકડાઉન બાદના તણાવ તથા હતાશાથી બચવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસના આધારે રજૂ થયું છે.
