શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઘા-જખમ અંગે
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સમગ્ર વિશ્વને કોરોના વાઈરસે ભરડો લીધો છે ત્યારે તેની વેક્સિન વિકસાવવા સંદર્ભે હકારાત્મક અહેવાલો મળી રહ્યા છે. વેક્સિન ફ્રન્ટરનર ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટિશ ફાર્મા જાયન્ટ એસ્ટ્રાઝેનેકા સાથે મળીને તૈયાર કરાયેલી કોરોના વેક્સિનના સફળ પરીક્ષણનો દાવો કરતા આશાનું કિરણ જણાયું છે. આ વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં આવી જશે તેવો દાવો પણ કરાયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સિન ChAdOx1 nCoV-19ને માનવીઓ પર પહેલા અને બીજા તબક્કામાં સફળતા સાંપડી હતી. અમેરિકાની મોડેરેના ફાર્માના વેક્સિનને પણ માનવ પરીક્ષણમાં સફળતા મળી હતી જેની, ટ્રાયલ અમેરિકામાં આશરે ૩૦,૦૦૦ લોકો પર કરાશે. રશિયાએ પણ તેની વેક્સિન સફળ હોવાની અને ઓગસ્ટના મધ્યભાગમાં બજારમાં મૂકવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાને હરાવવા માટે ૨૧ જેટલી વેક્સિન પરીક્ષણ હેઠળ છે.
ચીનના પાપે જન્મેલા કોરોના વાઇરસે ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની લપેટમાં લીધી છે. આમ તો કોરોના વાઇરસ એક પ્રકારનો ફ્લૂ જ છે, જેનાં લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ જેવા જ દેખાય છે, પરંતુ જો પ્રારંભે જ તેનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો આખરે તે દર્દીનો જીવ લઇને જાય છે. આ મહામારીમાં પણ કફ, ગળામાં સોજો, માથાનો દુઃખાવો, તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો જોવા મળે છે. અન્ય તમામ ફ્લુની જેમ આ લક્ષણો પણ એવા લોકોને વિશેષ અસર કરે છે, જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી પાવર નબળો હોય છે. આમ કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે મજબૂત રોગપ્રતિકાર શક્તિ. જો તમારો ઇમ્યુનિટી પાવર સારો હશે તો કોરોનાથી બચવાનું આસાન થઇ જશે. તો આ માટે શું કરવું?
કોરોનાના આ કપરા દિવસોમાં મોટેરાઓથી માંડીને બાળકોનો મોબાઇલ ફોન, ટેબલેટ કે લેપટોપ સ્ક્રીન સામે પસાર થતો સમય વધી ગયો છે - પછી તે ઓનલાઇન કલાસીસ હોય કે ગેમ કે ઓફિસ વર્ક. ફોન, ટેબલેટ કે લેપટોપના અનેક ફાયદા છે તે સાચું, પરંતુ ડિજિટલ ગેજેટ્સના વધુ પડતા ઉપયોગથી આંખો પર પડતા દુષ્પ્રભાવને નકારી શકાય નહીં. જોકે ડિજિટલ લર્નિંગ હવે ન્યૂ નોર્મલ છે, જે લાંબા સમય સુધી રહેનારી સ્થિતિ છે.
ઘણા લોકોને યુવા વયે જ ટાલ પડી જતી હોય છે. આ માટે અનેક કારણો પણ અપાય છે. જેમ કે, ચિંતા, ભાગદોડભરી જીવનશૈલી, ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન વગેરે વગેરે. આમાં એક નવા કારણનો ઉમેરો થયો છે. સંશોધકોના દાવા મુજબ કલાકો સુધી નોકરી કરતાં રહેવાથી યુવા વયે ટાલ પડી જવાનું જોખમ બમણું થઈ જાય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાઝી જવાથી થયેલી ઇજાની સારવાર વિશે.
• ૧૦૦મા જન્મદિવસની પરિવારે ભેગા થઈને કરી ઉજવણી • ખેડા જિલ્લાના અલીન્દ્રા ગામથી ૧૯૮૩માં અમેરિકા આવ્યા હતા • ૧૧ વર્ષની વયે થયા હતા લગ્ન, પ્રેમથી બાંધી રાખ્યો છે ૮૮ સભ્યોનો પરિવાર • ૧૦૦ વર્ષની ઉંમરે પણ બાને વાંચવા માટે નથી પડતી ચશ્માની જરૂર
શારીરિક - માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો નશો ઉતારવા અંગે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ એક અભ્યાસના આધારે જણાવ્યું છે કે કોરોના વાઇરસનો ભોગ બનેલો દર્દી જો ધુમ્રપાનની આદત ધરાવતો હોય તો તેને માથે મોતનું જોખમ વધુ હોય છે. જોકે આ જોખમ કેટલું વધુ હોય છે તેનો આ અભ્યાસમાં ફોડ પાડવામાં આવ્યો નથી.
કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ માટે અનેક દુનિયાના અનેક દેશોમાં સિરો સર્વે થઈ રહ્યો છે. આ ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે, શરીરમાં વાઈરસ સામે લડનારું એન્ટિબોડી બન્યું છે કે નહીં. એન્ટિબોડી શું છે, કેવી રીતે બને છે, એન્ટીબોડીના લીધે આપણે કેટલા દિવસ બીમારીથી દૂર રહી શકીએ છીએ વગેરે જેવા આમ આદમીને મૂંઝવતા આ પ્રશ્નોના જવાબ ભારતની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર ડો. સુજીત કુમાર સિંહે આપ્યા છે.
