સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    યોગ એટલે ખરેખર શું?...

    તમે યોગ કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? પરંતુ ખરેખર એવું નથી. યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને વ્યાપક છે. ‘યુજ’ ધાતુમાંથી બનેલા આ શબ્દનો અર્થ છે યુનિયન, જોડાણ. પોતાની સાચી ઓળખને પામવી અને એની સાથે જોડાવું. ૨૧ જૂને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. અલબત્ત, આ વર્ષે કોરોના મહામારીના પ્રકોપના કારણે જાહેર કાર્યક્રમો તો ભાગ્યે જ ક્યાંક યોજાશે, પણ એક યા બીજા પ્રકારે આ દિવસની ઉજવણી જરૂર થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વાંચો યોગની કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ. તેમ જ તન-મનને સદાબહાર સ્વસ્થ રાખે તેવા કેટલાક યોગાસનો વિશે...

    હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    નવી દિલ્હીઃ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ૩૦૧ કિલો વજન ધરાવતા ઇરાકી શખસ પર બેરિયાટ્રિક સર્જરી કરાઇ છે અને હવે તે નવું જ જીવન જીવી રહ્યો હોય તેમ માને છે. જો તે સલાહસૂચનનું યોગ્ય પાલન કરશે તો આગામી વર્ષ સુધીમાં વધુ ૧૫૦ કિલો વજન ઘટાડી શકશે.

    લંડનઃ શું તમે ઓફિસમાં લાંબો સમય બેસી રહો છો? રોજ ચાલવાની એક્સરસાઇઝ નથી કરતાં? તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે. એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે દર દસમાંથી ચાર નોકરિયાત આખા દિવસમાં ૩૦ મિનિટથી ઓછો સમય ચાલે છે. અને એક તૃતિયાંશ જેટલા નોકરિયાતો તેમના ડેસ્ક સાથે એટલા બંધાઈ ગયા છે કે પેશાબ કરવા જવાનું પણ ટાળે છે. 

    દાયકાઓ જૂના સ્ટેરોઈડથી કોવિડ -૧૯ની અક્સીર સારવાર

    કોરોના વાઈરસ માટે હજુ વેક્સિન શોધાઈ નથી ત્યારે વિજ્ઞાનીઓ માને છે કે થોડા પાઉન્ડની કિંમતના સ્ટેરોઈડથી સારવાર જીવન બચાવવા માટે અક્સીર બની શકે છે. દાયકાઓ અથવા તો ૬૦ વર્ષ જૂની ડેક્ઝામેથેસોન (Dexamethasone) સ્ટેરોઈડ સૌથી ગંભીર પેશન્ટ્સમાં એક તૃતીઆંશ સુધી મોતનું પ્રમાણ ઘટાડવામાં અક્સીર જણાઈ છે. આના પરિણામે, NHS હોસ્પિટલોને તત્કાલ આ દવાનો ઉપયોગ કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે. ડેક્ઝામેથેસોનનો ખર્ચ પ્રતિ દિન પ્રતિ પેશન્ટ માત્ર ૫૦pનો જ આવે છે.

    આ તે કેવડો મોટો લોચો?!ઃ HCQ નુકસાન...

    કોરોના સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ) દવા ઉપયોગી નથી એવા બે રિસર્ચ પેપર જગવિખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ અને ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં થોડાક સમય પૂર્વે પ્રકાશિત થયા હતા. આ બન્ને મેડિકલ જર્નલ અતિ પ્રતિષ્ઠિત હોવાથી તેના પર ભરોસો રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈનની ટ્રાયલ બંધ કરી દીધી હતી. હવે બન્ને જર્નલે સ્વીકાર્યું છે કે તેણે પ્રકાશિત કરેલું સંશોધન સો ટકા ભરોસાપાત્ર નહોતું.

    ડેન્માર્કે કોરોના ટેસ્ટ માટે

    દુનિયાભરમાં લાખો લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. આવી જીવલેણ મહામારી સામે લડવા માટે ડેન્માર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ વિકસાવ્યો છે, જે જાતે જ ટેસ્ટ માટે સ્વેબ લઇને તેને સુરક્ષિત રાખવાનું કામ કરી લે છે. આ રોબોટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સેમ્પલ લેનારા સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણથી બચાવી શકાશે. યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કે આ રોબોટ વિકસાવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે વિકસાવાયેલો આ વિશ્વનો પ્રથમ ઓટોમેટિક રોબોટ છે.

    મેથીનું પાણી પીવાથી વજન નિયંત

    જે ચીજનો સ્વાદ થોડોક કડવો હોય અને જીભને જે પસંદ ન પડે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મેથીની પણ આવી જ ચીજમાં ગણતરી કરવી પડે. ઘરની રસોઈસામગ્રીમાં સહેલાઈથી મળતી મેથી ઔષધીય ગુણ અને ઘણા બધા પોષકદ્રવ્યોથી ભરપૂર