સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    અનિદ્રાથી પીડાતી મહિલાઓ ભોજન

    જે મહિલાઓ અપૂરતી ઊંઘ લેતી હોય કે અનિદ્રાથી પીડાતી હોય તો તેઓ વધુ ભોજન આરોગતી લેતી હોય છે. સંશોધકોએ ૫૦૦થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કરીને આ તારણ રજૂ કર્યું છે.

    સ્માર્ટ માસ્કઃ અનુવાદ પણ કરશે...

    કોવિડ-૧૯ના પ્રકોપને કારણે બધા માસ્ક પહેરતા થયા છે, પછી તે N-95 માસ્ક હોય, થ્રી-લેયર માસ્ક હોય કે કપડાનો જાતે બનાવેલો માસ્ક હોય. આ માસ્ક આપણને કોરોના મહામારી સામે રક્ષણ જરૂર આપે છે, પરંતુ આ સ્વાસ્થ્ય કવચ સાથે અગવડ પણ જોડાયેલી છે. માસ્ક પહેરવાથી તમારો અવાજ દબાઇ જાય છે, તેથી ધીમો સંભળાય. એ સંજોગોમાં ઘણા લોકો માસ્ક મોં પરથી ઉતારીને વાત કરવા માંડે છે કે મિટિંગ લેવા માંડે. આનાથી માત્ર બોલનારના જ સ્વાસ્થ્ય પર નહીં, સાંભળનારના સ્વાસ્થ્ય પર પણ ખતરો સર્જાય છે. આ બધી તકલીફોને ધ્યાને લઇને હવે જાપાનના સંશોધકોએ સ્માર્ટ માસ્ક તૈયાર કર્યો છે.

    કોરોના વાઈરસની આરોગ્ય પર લાંબા ગાળાની અસરો વિશેનો અભ્યાસ લેસ્ટરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લેસ્ટરની ટીમની આગેવાની હેઠળ ૮.૪ મિલિયન પાઉન્ડના ખર્ચ સાથેના PHOSP-COVID અભ્યાસમાં આશરે ૧૦,૦૦૦ પેશન્ટ ભાગ લેવાની ધારણા છે. સમગ્ર યુકેમાં કોવિડ-૧૯ની લાંબા ગાળાની શારીરિક અને માનસિક આરોગ્ય અસરો કેવી હશે તેના સઘન અભ્યાસમાં અત્યાધુનિક ઈમેજિંગ, ડેટા કલેક્શન તેમજ બ્લડ અને ફેફસાંના સેમ્પલ્સનું વિશ્લેષણ કરવામાં આવશે.

    કોરોના વાઈરસ વેક્સીનથી લાંબો સમય સુરક્ષાનો ઓક્સફર્ડના નિષ્ણાતનો દાવો

    ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેકા સાથે કોરોના વાઈરસ વેક્સીનનું સંશોધન કરી રહેલી ટીમના વડા પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે દાવો કર્યો છે કે આ રસી લાંબો સમય લોકોને સુરક્ષા આપશે. બીજી તરફ, યુએસના નિષ્ણાતોનું કહેવું છે કે તેમની રસી સાજા થયેલાં પેશન્ટ્સની સરખામણીએ એન્ટિબોડીઝનું લેવલ ત્રણ ગણા વધુ ઊંચે લઈ જશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફર્મ દ્વારા તૈયાર કરાયેલી ડ્રગની ટ્રાયલમાં ૮,૦૦૦ બ્રિટિશરો ભાગ લઈ રહ્યા છે.

    ઉંમરના પ્રમાણમાં વધુ ઊંચા બાળકોને મેદસ્વિતાનું વધુ જોખમ

    ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં વધુ હોય તો તેમને મેદસ્વિતાનું જોખમ વધુ હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું. ‘ઓબેસિટી’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસના ભાગરૂપે ૨.૮ મિલિયન બાળકોની તપાસ કરવામાં આવી હતી. પહેલા બેથી ૧૩ વર્ષના બાળકોની તપાસ કરાઈ હતી. સરેરાશ ચાર વર્ષ પછી માત્ર ૧૩ વર્ષ સુધીના બાળકોની ફેરતપાસ કરાઈ હતી.

    કોરોના મગજને નુકસાન પહોંચાડી

    કોરોના વાઇરસના મામલે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. નિષ્ણાતોના મતે આ વાઇરસ મગજ પર પણ ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં, કોરોના અસાધ્ય બીમારીઓનું કારણ બની શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના સંશોધકોને અભ્યાસ દરમિયાન કોરોના સંક્રમિત ૪૩ દર્દીના મગજમાં ગંભીર સમસ્યાઓ જોવા મળી છે.

    ‘હૂ’એ એચસીક્યુથી કોરોના સારવ

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ડબ્લુએચઓ - ‘હૂ’) મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (એસચીક્યુ) વડે કોરોનાના દર્દીઓની સારવાર કરવાની ટ્રાયલ બંધ કરી દીધી છે. ડબ્લ્યુએચઓએ નિવેદન જારી કરીને તેની પુષ્ટિ કરી.

    હાથ વડે ભોજન કરતાં લોકો સરેરાશ...

    તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. અલબત્ત, ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે જરૂરત કરતાં વધુ જમાય જાય છે એ એક જોખમ ખરું. ભોજનને આંગળી અડે એટલે સ્પર્શથી સંદેશો મગજને પહોંચે તેથી કોળિયો મોં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો મગજને જાણ થઈ જાય છે કે ભોજન સ્વાદિષ્ટ છે!

    હેલ્થ ટિપ્સઃ ધાણાઃ હૃદયને પ્ર

    આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની રસોઇમાં વપરાતા મસાલામાં ધાણાનું આગવું મહત્ત્વ છે. રસોઇમાં સ્વાદ અને સુગંધ લાવવા માટે આપણે તેનો દરરોજ ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન કાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે.