સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ આંખો બળે છે? કમ્પ

    સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર, લેપટોપનો વપરાશ આપણાં જીવનમાં દિનપ્રતિદિન વધતો જાય છે. નોકરિયાત વર્ગને ઓફિસમાં કલાકોના કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવું પડતું હોય છે, તો વિદ્યાર્થીઓ પણ હવે લેપટોપ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. યુવાનોથી લઇને બાળકો સુધી બધા સ્માર્ટ ફોન અને લેપટોપનો પોતાના મનોરંજન માટે હદથી વધારે સમય સુધી વપરાશ કરતાં થયા છે. આ સમયે આંખો બળવાની, ડ્રાય થઇ જવાની, આંખમાંથી વારંવાર પાણી આવવાની, વિઝન બ્લર થવાની, માથાના દુખાવા સહિતની તકલીફો રોજિંદી બની છે. તમને પણ આંખોમાં આવી કોઇ પીડા સતાવતી હોય તો બને કે તમને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ હોઇ શકે છે. આવો આપણે જાણીએ કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ વિશે, લક્ષણો વિશે અને ઉપાયો વિશે.

    કોવિડ-૧૯થી સાજા થયેલા એશિયનોના પ્લાઝમાથી જીવન બચાવવાની વધુ શક્યતા

     NHS દ્વારા કરાયેલા તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા એશિયનોના પ્લાઝમા એન્ટિ-બોડીઝથી વધુ સમૃદ્ધ હોવાથી લોકોના જીવન બચાવવાની વધુ શક્યતા રહી છે. એશિયન દાતાઓ કોવિડ-૧૯થી સંક્રમિત લોકોને મદદ કરવા પ્લાઝમાનું દાન કરવા NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT)ની અપીલને સહકાર આપી રહ્યા છે.

    A બ્લડ ગ્રૂપના લોકોને કોવિડ-૧૯નો સૌથી વધુ અને O ગ્રૂપવાળાને સૌથી ઓછો ખતરો

    કોવિડ-૧૯ના પેશન્ટ્સના જનીનિક એનાલિસીસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે કોરોના વાઈરસ સંક્રમણ દરમિયાન શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવામાં વ્યક્તિનું બ્લડ ગ્રૂપ મહત્ત્વનું કામ કરે છે. સંશોધકોએ યુરોપના હજારો કોરોના દર્દીઓના જિન્સની સરખામણી પછી જણાવ્યું છે કે A ટાઈપ બ્લડ ગ્રૂપ ધરાવનારાને કોરોના સંક્રમણનો સૌથી વધુ અને O બ્લડ ગ્રૂપ ધરાવનારાને સૌથી ઓછો ખતરો રહે છે. O બ્લડ ગ્રૂપ સાથેના લોકોની ઈમ્યુન સિસ્ટમ વધુ શક્તિશાળી હોય છે જે કોરોના જેવા વાઈરસની સપાટી પરના વિદેશી પ્રોટિન્સને ઓળખી શકે છે.

    જાણો માનસિક તણાવ આખરે શું છે?...

    વ્યક્તિને જ્યારે કોઈ સ્થિતિ ચિંતાજનક લાગે અને પછી તેનું તન અને મન તે અંગે જે પ્રતિક્રિયા આપે તેના પગલે ઉદ્ભવતી માનસિક સ્થિતિને તણાવ કહી શકાય. આધુનિક જીવનમાં તણાવ અને ચિંતા ખૂબ સામાન્ય થઈ ગયેલી સમસ્યાઓમાંની એક છે. હાલમાં મોટા ભાગના લોકો પોતાના જીવનમાં તણાવ અથવા તેનાં ગંભીર લક્ષણોથી પીડાય છે. આ તણાવ લાંબો સમય ચાલે ત્યારે તે ડિપ્રેશનમાં પરિણમવાનું જોખમ રહેતું હોય છે.

    સ્નાયુઓને મજબૂત કરવા જરૂરી, તે...

    કોરોના મહામારીના સંકટથી બચવા માટે માસ્ક પહેરવું, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું સહિતના અનેક ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. જોકે આ બધા પછી પણ લોકોમાં બે ચીજો પ્રત્યે ઓછી ગંભીરતા જોવા મળે છે. આ બે ચીજ એટલે ઇમ્યુનિટી (રોગપ્રતિકારશક્તિ) વધારવાના ઉપાય અને ટિશ્યૂના સોજાને રોકવા માટેના ઉપાય. 

    અમે વેક્સિનના બે બિલિયન ડોઝ તૈ...

    અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું છે કે તેણે ઓક્સફર્ડ યુનિવસટીના સહયોગમાં વિકસાવાઇ રહેલી કોરોના વાઇરસ રસીના બે બિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા કેળવી લીધી છે. ઉત્પાદનના આ નવા આંકડાઓમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશો માટેના ૪૦૦ મિલિયન ડોઝનો સમાવેશ પણ થાય છે.

    મનને સ્વસ્થ રાખવું છે? અઠવાડિય...

    અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું છે અને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી. જે લોકો કસરત કરવાના આળસુ છે એમના માટે હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે એમ છે. 

    દાદીમાનું વૈદુંઃ ખીલ...

    શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યાના ઉકેલ

    આઠ વર્ષનાં બાળકોમાં પણ ટાઈપ-૨ ડાયાબિટીસના લક્ષણો જોવાં મળી શકે

    સામાન્ય રીતે ૫૦થી ૬૦ વર્ષની વચ્ચે ટાઈપ-૨ ડાયાબિટીસનું નિદાન થતું હોય છે પરંતુ, તેની શરુઆત તો ઘણા વર્ષો અગાઉ થઈ હોય છે. આઠ વર્ષની વયના નાના બાળકો પણ ડાયાબિટીસના જોખમના લક્ષણો બતાવી શકે છે. ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રસિદ્ધ સંશોધન અનુસાર નિષ્ણાતોએ દીર્ઘકાલીન આરોગ્ય અભ્યાસમાં આશરે ૪,૦૦૦થી વધુ બાળકો પર અભ્યાસ કર્યો હતો.