સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    રહોડા ડિયાઝ સ્લીપિંગ બ્યૂટી સિન્ડ્રોમના લીધે ૨૧ દિવસ નિદ્રાધીન રહી

    જ્યોર્જ ઈરવિંગ નામના અમેરિકન લેખકે રિપ વાન વિન્કલ નામના પાત્ર સંબંધિત એક ટુંકી વાર્તા લખી હતીજેમાં પાત્ર રિપ ઘરથી કંટાળીને ચાલ્યો જાય છે અને હડસન નદીના કિનારે એક વૃક્ષની છાયામાં નિંદર તાણે છેતે જાગે છે ત્યારે બધું બદલાયેલું જણાય છે કારણકે તેની જિંદગીના ૨૦ વર્ષ છૂટી ગયાં હોય છેઆવું જ કાંઈક લેસ્ટરની સાયકોલોજીની ૨૧ વર્ષીય સ્ટુડન્ટ રહોડા રોડ્રિગ્સ ડિયાઝ સાથે થયું છેતે ‘સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમ’ અથવા દસ લાખમાં એક વ્યક્તિને થતી ‘ક્લેઈન-લેવિન સિન્ડ્રોમ’નો શિકાર છેઆ બીમારીના કારણે તે સતત ૨૧ દિવસ સુધી સૂતી રહી અને તેની યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષા પણ છૂટી ગઈ.

    ડુંગળી અને લસણ ખાઓ અને આંતરડાનાં કેન્સરથી બચો!

    દરરોજ ડુંગળી અને લસણ ખાવાથી આંતરડાના કેન્સરથી બચી શકાતું હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. દર વર્ષે યુકેના ૪૧,૦૦૦થી વધુ લોકોને આંતરડાના કેન્સરનું નિદાન થાય છે. આ રોગને લીધે દરરોજ ૪૪ લોકોનું મૃત્યુ થાય છે. કેન્સરથી થતાં તમામ મૃત્યુમાં આંતરડાના કેન્સરનો બીજો ક્રમ છે.

    બાળકોમાં સ્થૂળતાઃ ખાંડ લેવાનું ચેતવણીજનક પ્રમાણ

    પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા તાજેતરના સર્વેના તારણો મુજબ યુકેમાં બાળકો દર વર્ષે આશરે વધારાના ૨૮,૦૦ સુગર ક્યૂબ્સનો વપરાશ કરે છે. સર્વે અનુસાર ૧૦ વર્ષના બાળકો ૧૮ વર્ષના બાળકો ખાતા હોય તેટલી ખાંડનો વપરાશ કરે છે. તાજા આંકડા મુજબ ૧૦થી ૧૧ વયજૂથના બાંગલાદેશી, પાકિસ્તાની અને ભારતીય બાળકો અનુક્રમે ૪૪.૩ ટકા, ૪૦.૬ ટકા અને ૩૬.૭ ટકા વધુ સ્થૂળ હોવાની શક્યતા રહે છે. સાઉથ એશિયન પરિવારો ખાંડ લેવાનું પ્રમાણ ઘટાડે અને બાળકોમાં સ્થૂળતાની સમસ્યાને હલ કરી શકે તેમાં મદદ કરવાનું ‘Change4Life’ કેમ્પેઈનનું ધ્યેય રહ્યું છે.

    માત્ર પાંચ મિનિટનું પરીક્ષણ જીવન બચાવી શકેઃ સર્વાઈકલ સ્ક્રીનિંગ અભિયાન

    પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા સમગ્ર ઈંગ્લેન્ડની મહિલાઓ તેમના સર્વાઈકલ સ્ક્રીનિંગમાં મોટી સંખ્યામાં હાજરી આપે તે હેતુથી નવાં રાષ્ટ્રીય અભિયાનનો આરંભ કરાયો છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૨,૬૦૦ મહિલાને સર્વાઈકલ (ગર્ભ કે યોનિમુખ) કેન્સરનું નિદાન કરાય છે, જેમાંથી આશરે ૬૯૦ મહિલાનું મોત થાય છે એટલે કે બે મહિલાનું મોત. એક અંદાજ એવો છે કે જો બધી મહિલા નિયમિત સ્ક્રીનિંગ કરાવે તો ૮૩ ટકા સર્વાઈકલ કેન્સર કેસીસ અટકાવી શકાય.

    કલર બ્લાઇન્ડનેસ દૂર કરશે કોન્

    આ જગતમાં એવા ઘણા લોકો હશે જેઓ કલર બ્લાઇન્ડનેસ (રતાંધળાપણા) સામે લડી રહ્યા છે. આ લોકો માટે હવે એક સારા સમાચાર છે. કેનેડામાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ એક વિશિષ્ટ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે જેનાથી કલર બ્લાઇન્ડનેસની સમસ્યા દૂર કરી શકાય છે. જોકે હાલમાં આ અનોખા કોન્ટેક્ટ લેન્સનો માત્ર પ્રોટોટાઇપ જ તૈયાર થયો છે, પણ આગામી સમયમાં કેટલાક પરીક્ષણો બાદ તે લોકો માટે ઉપલબ્ધ થઈ શકે તેમ છે.

    કાજુ અને બદામ ખાશો તો હૃદયના ધ

    તબીબી અભ્યાસના તારણ અનુસાર જે લોકો નિયમિતપણે થોડી માત્રામાં બદામ-કાજુનું સેવન કરે છે તેમને હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે. હાર્ટબિટની અનિયમિતતા જ હૃદયરોગનો હુમલો નોતરતી હોય છે. સંશોધકોનું કહેવું છે કે સપ્તાહમાં ત્રણેક વખત કાજુ-બદામ આરોગવાથી હૃદયના ધબકારા અનિયમિત બની રહેવાની શક્યતા ૧૮ ટકા ઘટી જાય છે.

    એચઆઇવી પોઝિટિવ મહિલાએ તેના જે

    વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ હોસ્પિટલના ડોક્ટર્સે કર્યું. તેમની ટીમમાં ગુજરાતી સર્જન ડો. નીરજ મનુભાઈ દેસાઈ પણ હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મૃત એચઆઇવી પોઝિટવ ડોનરનાં અંગોનું જ પ્રત્યારોપણ થતું હતું.

    બગદાદના યુવાનના પિત્તાશયમાંથ...

    કોઇ વ્યકિતનાં શરીરમાંથી તબીબોએ બે, ચાર, આઠ, દસ, પંદર, વીસ પથરી કાઢ્યાનું તમે જાણ્યું હશે, પરંતુ અમદાવાદના એક ગેસ્ટ્રો સર્જને બગદાદનાં ૪૨ વર્ષીય દર્દીની ગોલ બ્લેડર (પિત્તાશયની થેલી) અને પિત્તની નળીમાંથી અધધધ કહી શકાય તેટલી ૧૦૭૦ પથરી કાઢી છે. પિત્તાશયની પથરીની સારવારને અભાવે પથરી પિત્તાશયની નળી કે સ્વાદુપિંડમાં અટકી જતાં દર્દીના જીવન પર જોખમ સર્જાયું હોવાનું સર્જને કહ્યું હતું.

    આપણા મગજની મેમરી સ્પેસ કેટલી?

    હાર્ડ ડ્રાઈવમાં જેમ ફોટોગ્રાફનો સંગ્રહ થાય છે અને તે ચોક્કસ સ્પેસ રોકે છે તેવી જ રીતે ભાષા પણ મગજમાં અમુક પ્રમાણમાં સ્પેસ રોકે છે. જોકે મગજની મેમરી સ્પેસ અમર્યાદિત છે. સંશોધકોના જણાવ્યા મુજબ માણસનું દિમાગ ક્યારેય કમ્પ્યુટરની જેમ એવું નહીં કહે કે મેમરી ફૂલ થઈ ગઈ છે.