ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઇંડિયાના આગામી ઝિમ્બાબ્વે પ્રવાસને રદ કરી દીધો છે. આમ તો આ નિર્ણય પ્રસારણકર્તાઓ સાથેના મતભેદોને ધ્યાનમાં રાખીને કરાયો છે, પણ બોર્ડે પ્રવાસ રદ કરવા માટે ક્રિકેટરોના થાકનું બ્હાનું આગળ ધર્યું છે.
રમતગમત
Block: Site: Subtree Block
પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝ સામે ફરી એક વખત શંકાસ્પદ બોલિંગ એક્શનનો રિપોર્ટ થયો છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન મેચ રેફરીએ હાફિઝની એક્શન અંગે ફરિયાદ કરી હતી.
ઓલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ૪૧ વર્ષમાં માત્ર ત્રીજી વખત ઓલિમ્પિક્સ રમી રહેલી મહિલા ટીમે ત્રણ વખતની ઓલિમ્પિકસ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને ૧-૦થી પછાડી સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે.
બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શટલર પી.વી. સિંધૂએ જણાવ્યું હતું કે આટલા વર્ષોની કઠોર મહેનત કરી મને લાગે છે કે મેં વાસ્તવમાં સારું કર્યું છે. મારી અંદર ઘણી બધી લાગણીઓ ચાલી રહી છે. શું મારે ખુશ થવું જોઇએ કેમ કે મેં બ્રોન્ઝ મેડલ જીત્યો છે કે દુઃખી થવું જોઇએ કે મેં ફાઇનલમાં રમવાનો અવસર ગુમાવી દીધો? તેણે ઉમેર્યું હતું કે મારા પરિવારે મારા માટે ખૂબ મહેનત કરી છે અને અથાક પ્રયાસો કર્યા છે, તેથી હું તેમની ખૂબ જ આભારી છું. ભારતીય પ્રશંસકોએ મને પોતાનો પ્રેમ અને સમર્થન આપ્યું છે અને હું તે તમામની પણ ખૂબ આભારી છું. વાસ્તવમાં આ એક લાંબો પ્રવાસ હતો, પણ મારે ધીરજ સાથે શાંત રહેવાનું હતું. આગળ વધવા છતાં પણ મેં આરામ કર્યો નથી.
મેરિકોમના શરૂઆતના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ઇબોમ્ચા સિંહે કહ્યું કે તે ભલે આજે એક મેચ હારી છે, પણ ભારતીય બોક્સિંગને જીતનારી મેરીકોમ છે મેં તેને માત્ર બોક્સિંગ શીખવાડ્યું પણ તેણે વિશ્વનેં રમતનો પાઠ શિખવાડી દીધો. તેને ખ્યાલ હતો કે આજે તેની જીત છે, પણ રેફરીના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો નહીં. તેણે હાર સ્વીકારી કરી. નોંધનીય છે કે કોલંબિયાની વિકટોરિયા ઇનગ્રિટ વેન્લેન્સિયા સામે મેચ લડનારી મેરીકોમ બે સીધા સેટમાં વિજેતા બનવા છતાં રેફરીના અન્યાયપૂર્ણ નિર્ણયના કારણે પરાજિત જાહેર થઇ હતી.
ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે. હરિયાણાના શાહબાદ મારકંડાથી આવતી રાની રામપાલે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી ૨૦૧૦માં માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ તે વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી બની ગઈ હતી. તેણે ૨૦૦૯માં એશિયા કપમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય હોકી ટીમમાં સેન્ટર ફોરવર્ડ રમતી રાની રામપાલે પોતાના હોકીના સપનાંને સાકાર કરવા જે સંઘર્ષનો સામનો કર્યો તેના કેટલાક અંશ...
ઓલિમ્પિક્સમાં મંગળવારે રમાયેલી મેચમાં વિશ્વવિજેતા બેલ્જિયમે ભારતીય મેન્સ હોકી ટીમને છેલ્લા ક્વાર્ટરમાં ૫-૨થી હરાવીને સતત બીજી વખત ઓલિમ્પિકની ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. હવે બેલ્જિયમ પાસે વિશ્વવિજેતાપદ જાળવી રાખવા ઉપરાંત ઓલિમ્પિક ચેમ્પિયન બનવાની તક પણ છે. બેલ્જિયમની ટીમ પાંચ વર્ષ પહેલાં રિયો ઓલિમ્પિકમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચી હતી, પણ એ સમયે આર્જેન્ટિનાએ તેનું સપનું રોળી નાખ્યું હતું. હવે તે ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચેની મેચના વિજેતા સામે ફાઇનલમાં રમીને ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.
ભારતે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સૌથી વધુ સાત મેડલ જીતીને એક નવું સીમાચિહન અંકિત કર્યું છે. આમાં એક સુવર્ણ ચંદ્રક, બે રજત અને ચાર કાંસ્ય પદકનો સમાવેશ થાય છે. લંડનમાં ૨૦૧૬માં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ છ મેડલ જીત્યા હતા તેની સરખામણીએ આમ તો માત્ર એક આંકનો વધારો છે, પરંતુ આ વખતે ભારતીય રમતવીરોનો દેખાવ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. ભારતીય રમતવીરોએ શાનદાર પ્રદર્શન થકી રમતગમત ક્ષેત્રે ભારતના ઉજળા ભાવિની ઝલક રજૂ કરી છે.
ભારતે સોમવારે લોર્ડઝમાં યાદગાર વિજય મેળવતા બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવ્યું હતું. જીતવા માટેના ૨૭૨ રનના પડકાર સામે ઈંગ્લેન્ડ ૧૨૦ રનમાં ઓલઆઉટ થયું હતું. અગાઉ ભારતની બીજી ઈનિંગ્સમાં શમી (અણનમ ૫૬) અને બુમરાહે (અણનમ ૩૪) નવમી વિકેટની અણનમ ૮૯ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી ઈંગ્લેન્ડને હતાશ કરી દીધું હતું. આમ ભારતે ૮ વિકેટે ૨૯૮ રન નોંધાવી બીજી ઈનિંગ ડિક્લેર કરી હતી. આ પછી ભારતના ફાસ્ટ બોલરોના સામૂહિક સપાટા સામે ઈંગ્લેન્ડ ઝૂકી ગયું હતું. સિરાજે ૪ વિકેટો ઝડપી હતી. તો ઇશાન્તે ત્રણ વિકેટ ઝડપી હતી.
રમતગમતનો મહાકુંભ એટલે ઓલિમ્પિક રમતોત્સવ. દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે એક વાર તો ઓલિમ્પિક મેડલ જીતવો. પછી તે ગોલ્ડ મેડલ હોય, સિલ્વર મેડલ હોય કે બ્રોન્ઝ મેડલ. અત્યાર સુધી દરેક યજમાન દેશ આ માટે જરૂરી સોનું, ચાંદી અને કાંસુ આપીને મેડલ તૈયાર કરાવતો હતો. પરંતુ જો કોઇ તમને એમ કહે કે ટોક્યો ઓલિમ્પિકમાં અપાયેલા ત્રણેય કેટેગરીના મેડલ કચરામાંથી બનાવાયા છે તો?! આ જાણીને તમને આંચકો જરૂર લાગશે, પરંતુ આ જ હકીકત છે. ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોએ પર્યાવરણ પ્રત્યે વિશ્વભરના લોકોમાં જાગ્રતિ આણવા આ પહેલ કરી હતી.
