રમતગમત

No

Block: Site: Subtree Block

    શિખર ધવન - આયશા મુખર્જી છૂટા પડ

    ભારતીય બેટ્સમેન શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે તલાક થઈ ગયા છે. આયશાએ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. ૨૦૧૨માં ધવન અને આયશા લગ્નબંધને બંધાયા હતા અને ૨૦૧૪માં તેમને ત્યાં પુત્રજન્મ થયો હતો.

    ઓવલ ટેસ્ટમાં ૫૦ વર્ષે ભારતે ઇં...

     ટીમ ઇંડિયાએ ૫૦ વર્ષ બાદ ઓવલમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે, અને આમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનું મહત્ત્વનું પ્રદાન છે. આ મેદાન પર ભારતીય ટીમે છેલ્લે ૧૯૭૧માં વિજય મેળવ્યો હતો. ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૧૫૭ રનથી હરાવીને વિરાટ કોહલીની ટીમે ગયા સપ્તાહના પરાજયનો બદલો લેવાની સાથે સાથે જ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે.

    ટોક્યો પેરાલિમ્પિક: પાંચ ગોલ્

    જપાનની રાજધાની ટોક્યોમાં રવિવારે સંપન્ન થયેલા પેરાલિમ્પિક રમતોત્સવમાં અંતિમ દિવસે ભારતે વધારે બે મેડલ હાંસલ કર્યા તે સાથે ભારતીય ખેલાડીઓએ ૧૯ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જપાનના યજમાનપદે યોજાયેલા રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં કુલ પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દિવ્યાંગ ખેલાડીઓના આ મહાકુંભમાં ભારતીય એથ્લીટ્સે શાનદાર પ્રદર્શન કરીને એક નવું સીમાચિન્હ સ્થાપિત કરી દીધું છે. અત્યાર સુધીના પેરાલિમ્પિક્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

    આઇપીએલમાં આવતા વર્ષે બે નવી ટી...

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) આગામી ૨૦૨૨ની આઇપીએલમાં વધુ બે ટીમ સામેલ કરવાની જાહેરાત કરી છે. એક અંદાજ પ્રમાણે આ બે ટીમના ઉમેરાથી ભારતીય ક્રિકેટ બોર્ડને અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક થશે.

    રાદૂકાનૂએ રચ્યો ઇતિહાસઃ ૫૩ વર

    બ્રિટનની ૧૮ વર્ષની એમ્મા રાદૂકાનૂએ યુએસ ઓપન ટેનિસ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ૫૩ વર્ષ બાદ બ્રિટન માટે આ ખિતાબ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. ૨૦૧૨માં એન્ડી મરેએ આ ટ્રોફી હાંસલ કરી હતી તેના પછી એમ્મા બીજી બ્રિટિશર બની છે, જેણે યુએસ ઓપન સિંગલ્સ ખિતાબ હાંસલ કર્યો હોય.

    રાદૂકાનૂ સ્પોન્સરશીપથી ૧૦ કર

    બ્રિટનની ટીનએજ ટેનિસ સ્ટાર રાડૂકાનૂએ યુએસ ઓપન ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ તો રચ્યો જ છે સાથે સાથે જ તેણે ૨.૫ મિલિયન ડોલરની પ્રાઇસ મની પણ મેળવી હતી. સમગ્ર બ્રિટનમાં રાતોરાત છવાઈ ગયેલી એમ્મા રાડૂકાનૂને કરારબદ્ધ કરવા માટે વિશ્વની ટોચની બ્રાન્ડ્સે લાઈન લગાવી છે. બ્રિટીશ મીડિયાના રિપોર્ટ અનુસાર રાડૂકાનૂ સ્પોન્સરશીપ કરારોથી આશરે ૧૦ કરોડ પાઉન્ડ જેટલી કમાણી કરી લેશે.

    ઇંગ્લેન્ડના બેરિસ્ટો, મલાન અન

    સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન જોની બેરિસ્ટો અને પંજાબ કિંગ્સના બેટ્સમેન ડેવિડ મલાને વ્યક્તિગત કારણોનો હવાલો આપીને આઇપીએલ પાર્ટ-૨માંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

    ભારત-ઈંગ્લેન્ડ પાંચમીને ટેસ્

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની માંચેસ્ટરમાં યોજાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમના ફિઝિયો કોરોના સંક્રમિત થયા બાદ બંને દેશના ક્રિકેટ બોર્ડે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મેચોની આ સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે.

    સાઉધમ્પ્ટનમાં નદી વચ્ચેના પટ

    ક્રિકેટ મેચ તો વિશ્વના અનેક દેશોમાં રમાય છે, પરંતુ અહીં સાઉધમ્પ્ટનમાં રમાતી ક્રિકેટ મેચ અનોખી છે. અહીં નદીની વચ્ચે રેતીના પટમાં ક્રિકેટ રમાય છે. મેડિના નદીના ‘બ્રેમ્બલ બેન્ક’ની રેતીમાં યોજાતી આ મેચમાં બે યોટ ક્લબની ટીમોના ખેલાડીઓ ભાગ લે છે.

    પંકજ અડવાણી એશિયન સ્નૂકર ચેમ્

    ભારતના લેજન્ડરી ક્યુ સ્પોર્ટ્સ સ્ટાર પંકજ અડવાણીએ દોહામાં યોજાયેલી એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને એશિયન ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો છે. તેણે ફાઈનલમાં ઈરાનના આમિર સરખોશને ૬-૩થી હરાવ્યો હતો.