લેસ્ટર સિટીએ પ્રથમ વખત એફએ (ફૂટબોલ એસોસિએશન) કપ જીતતા ચેલ્સીને ૧-૦થી હરાવ્યું છે. માર્ચ ૨૦૨૦ પછી ઇંગ્લેન્ડમાં રમાયેલી આ સેટરડે નાઇટ ફૂટબોલ મેચમાં સૌથી વધુ ૨૧,૦૦૦ પ્રેક્ષકોની ઉત્સાહભરી હાજરી વેમ્બલી સ્ટેડિયમ પર જેવા મળી હતી. ગયા વર્ષે કોરોનાને લીધે એફએ કપની ફાઈનલ પ્રેક્ષકો વગર જ રમાઈ હતી.
રમતગમત
Block: Site: Subtree Block
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરન બેનક્રોફ્ટે બોલ ટેમ્પરિંગ મામલે ચર્ચાસ્પદ નિવેદન કરી વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેણે એવો ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન બોલર્સને બોલ ટેમ્પરિંગની ઘટના અંગે જાણકારી હતી. બેનક્રોફ્ટ ૨૦૧૮માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટમાં સેન્ડ પેપર દ્વારા બોલ સાથે ચેડાં કરતો કેમેરામાં ઝડપાયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને બોલ સાથે છેડછાડ કરવાના મામલે છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો હતો. આ ઘટના માટે સુકાની સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને પણ દોષિત માનીને બંનેને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ વિવાદ બાદ સ્મિથની કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી.
લોસ એન્જલસ લેકર્સના બાસ્કેટ બોલ લેજન્ડ કોબી બ્રાયન્ટને ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન આપીને મરણોત્તર સન્માન કરવામાં આવ્યં છે. કનેકટીકટના સન અરેનામાં ૧૫ મેની રાત્રે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારંભમાં બાસ્કેટબોલના વર્તમાન અને ભૂતપૂર્વ ટોચના ખેલાડીઓની ભાવભરી હાજરી જોઈ શકાતી. કોબી બ્રાયન્ટના પત્ની વનેસાએ આ સન્માન સ્વીકારતા જે સ્પીચ આપી તે સાંભળતા બધા બ્રાયન્ટની યાદમાં લાગણીશીલ બની ગયા હતા.
સાઓ પાઉલોઃ બ્રાઝિલને બે વખત વર્લ્ડ કપનું ટાઇટલ અપાવનારા ફૂટબોલ લિજેન્ડ અને સ્ટાર ડિફેન્ડર ઝીટોનું સોમવારે ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા.
છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર પહેલવાન સાગર રાણા હત્યાકેસમાં ૧૮ દિવસથી ફરાર ઓલિમ્પિક મેડાલિસ્ટ કુસ્તીબાજ સુશીલકુમાર અને તેનાં સાગરીત અજયની દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી આખરે ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે બંનેને ઝડપી લીધા હતા. હત્યાના દિવસે ચોથી મેના રોજથી આ બંને આરોપીઓ ગુમ થઈ ગયા હતા. સુશીલ પર દિલ્હી પોલીસે રૂ. ૧ લાખ અને અજય પર રૂ. ૫૦,૦૦૦નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરના મતે વર્તમાન સમયમાં ભારતીય ટીમ સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ જો પોતાના સાતત્યપૂર્ણ ફોર્મને જાળવી રાખવામાં સફળ રહેશે તો કોહલીની ટીમને ૧૪ વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી ઉપર ટેસ્ટ શ્રેણી જીતતું કોઈ રોકી શકે તેમ નથી.
કોરોના મહામારીના કારણે અધવચ્ચે અટકાવાયેલી આઈપીએલ ૨૦૨૧ની બાકી રહેલી ૩૧ મેચનું આયોજન ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર વચ્ચે યુએઈમાં કરાઇ શકે છે. ચોથી મેના રોજ બાયો-બબલમાં કોરોનાના કેસ સામે આવતા લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટૂર્નામેન્ટની નવી તારીખની જાહેરાત ૨૯ મેના રોજ કરશે.
ચાલુ વર્ષના જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ માટે હવે વધારે સમય બાકી રહ્યો નથી. આવા સમયે એક તરફ ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિ, જાપાન સરકાર અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) રમતોને સુરક્ષિત તથા સફળ બનાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ, જાપાનની અંદર જ આ રમતોત્સવના આયોજનને સ્થગિત કરવા કે રદ કરવાની માગણીઓ સતત વધી રહી છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે વધુ એક વખત ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને ટાર્ગેટ બનાવીને વિવાદ સર્જ્યો છે. ચેપલે જણાવ્યું હતું કે ગાંગુલી પોતાની રમતમાં સુધારો કરવા માગતો નહોતો અને તે માત્ર ટીમ પોતાના તાબા હેઠળ રહે તેવી ઇચ્છા રાખતો હતો. ચેપલે ૨૦૦૫થી ૨૦૦૭ સુધી ભારતીય ટીમના હેડ કોચ તરીકેની ભૂમિકા અદા કરી હતી અને તે સમયે તેમની તથા ગાંગુલી વચ્ચે ઘણા વિવાદ પણ સપાટી ઉપર આવ્યા હતા. ચેપલે ગાંગુલીને ટીમની બહાર કાઢી નાંખ્યો હતો અને ભારત ૨૦૦૭ના વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયું હતું.
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય ભાવિના પટેલ પહેલી એવી ખેલાડી છે જેઓ પેરા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગામડાંમાં ઉછેરેલાં ભાવિનાબહેનના પરિવારમાં કોઇ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ધરાવતું નથી. વળી પોતાના ગામમાંથી કોઇ રાષ્ટ્રીય સ્તરે રમવા ગયું હોય એવું પણ જોયું કે સાંભળ્યું નહોતું એટલે સ્પોર્ટ્સ વિશે ખાસ કંઇ ખબર નહોતી. આમ છતાં ભાવિના આજે વિશ્વમાં આઠમો રેન્ક ધરાવે છે.
