ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા તે પછી ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્વે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આટલી મોટી ટૂર્નામેન્ટના વિજેતાનો નિર્ણય એક જ ફાઇનલથી થવો જોઇએ નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ બેસ્ટ ઓફ થ્રી મુજબ રમાવી જોઇએ. નોંધનીય છે કે બેસ્ટ ઓફ થ્રી ફોર્મેટમાં બે મેચ જીતનાર ટીમ વિજેતા જાહેર થતી હોય છે.
રમતગમત
Block: Site: Subtree Block
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે, જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. રમતોત્સવના આયોજનમાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા ૧૦ હજાર વોલન્ટિયર્સે હવે તેમને ફાળવાયેલી જવાબદારી નિભાવવાની ના પાડી દીધી છે. આયોજકોએ કહ્યું કે, તેમની પીછેહઠનું મોટું કારણ કોરોનાનો ડર છે. સાથે જ ગેમ્સના આયોજનમાં શંકાને કારણે પણ પોતાના ભવિષ્ય પર જોખમ દેખાતાં વોલન્ટિયર્સ નીકળી ગયા છે.
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ભારત તરફથી ૧૦૦થી વધારે એથ્લીટ્સ સાથે આશરે ૧૯૦ સભ્યોની મજબૂત ટુકડી જાપાન મોકલવામાં આવે તેવી શક્યતા છે, તેમ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)ના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું. કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજુએ ત્રીજી જૂનના રોજ ઓલિમ્પિકમાં ભાગ લેનારા દેશના ખેલાડીઓ માટે ઓફિશિયલ કિટનું અનાવરણ કર્યું તે પ્રસંગે બત્રાએ આ અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ૧૦૦ એથ્લીટ્સ ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાઇ થઇ ગયા છે જેમાં ૫૬ પુરુષો છે અને ૪૪ મહિલાઓનો સમાવેશ થાય છે.
ભારતની અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા યુવા ક્રિકેટર સ્મિત પટેલે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. સ્મિતે માત્ર ૨૮ વર્ષની વયે સંન્યાસ લેવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે ભારત બહારની ક્રિકેટ લીગમાં ભાગ લઈ શકે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નો નિયમ એવો છે કે કોઈ પણ ભારતીય ક્રિકેટર સંન્યાસ લીધા વિના વિદેશી ક્રિકેટ લીગ રમી શકે નહીં.
ક્રિકેટમાં રંગભેદની સમસ્યા નવી નથી અને હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવતા પહેલાં મારે ઘણી વખત રંગભેદની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
બે વારનો ઓલિમ્પિક વિજેતા મો ફરાહની આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરવાની આશાઓ ખતમ થઇ રહી છે કેમ કે યુરોપિયન કપમાં ૧૦,૦૦૦ મીટરમાં ક્વોલિફાઇંગ માર્ક હાંસલ કરવામાં ફક્ત ૨૨ સેકંડથી ચૂકી ગયો છે.
પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ ડ્રીમ ડેબ્યૂ કરીને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ૭ વિકેટ ઝડપનાર ઇંગ્લેન્ડના બોલર ઓલી રોબિન્સનને ૮ વર્ષ જૂની ટ્વિટ ભારે પડી ગઇ છે. તેને વંશીય ટિપ્પણ કરવા બદલ કારકિર્દીની બીજી મેચ રમતા પૂર્વે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા રવિવારે આઈસીસી હોલ ઓફ ફેમમાં ૧૦ ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમાં ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડનો પણ સમાવેશ થાય છે.
આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારતની બહાર થશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને જણાવ્યું હોવાનું મનાય છે કે જો આયોજનનો અધિકાર તેની પાસે રહેતો હોય તો ટુર્નામેન્ટ ભારત બહાર યોજવા સામે તેને કોઇ વાંધો નથી. ટુર્નામેન્ટ યુએઈનાં ત્રણ શહેરો - અબુ ધાબી, દુબઈ અને શારજાહની સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં થઈ શકે છે.
ટીમ ઇંડિયાના ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારાનું કહેવું છે કે ઇંગ્લેન્ડ સામે તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝ જીત્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં પણ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ભારતીય ટીમ પડકાર માટે સંપૂર્ણ તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ૧૮ જૂનથી શરૂ થઇ રહી છે.
