રમતગમત

No

Block: Site: Subtree Block

    યુરો કપઃ ઈટલી ૫૩ વર્ષ બાદ ચેમ્

    ગોલકિપર જીનલુગી ડોનારુમાએ પેનલ્ટી શૂટઆઉટના શ્વાસ અદ્ધર કરી દે તેવા તણાવ વચ્ચે શાનદાર દેખાવ કરતાં ઈટલીએ ઈંગ્લેન્ડનું ‘હાર્ટબ્રેક’ કરીને ૫૩ વર્ષ બાદ યુરો કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડ ૫૫ વર્ષ બાદ ફૂટબોલની મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં છેક છેવટ સુધી સંઘર્ષ કર્યા બાદ હારી જતાં ચાહકોમાં સોપો પડી ગયો હતો. તો બીજી તરફ, ઇટલીમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું.

    યુરો ફૂટબોલ કપમાં પરાજયના પગલે ઈંગ્લિશ સમર્થકોનું તોફાન અને હાથાપાઈ

    રવિવાર, ૧૧ જુલાઈએ યુરો કપ ૨૦૨૦ની ફાઈનલમાં પરાજય બાદ ઇંગ્લિશ ફૂટબોલ સમર્થકો ઇટાલિયન ફેન્સ સાથે મરામારીમાં ઉતરી આવ્યા હતા. પિકાડિલી સર્કસ અને લિસેસ્ટર સ્ક્વેર પાસે ઇંગ્લેન્ડ અને ઈટાલીના દર્શકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસે મહામહેનતે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ૧૯ પોલીસ ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા અને ૪૯ લોકોની ધરપકડ કરાઈ હતી. ફાઈનલમાં પહોંચીને ઇંગ્લેન્ડની ટીમે વિશ્વભરમાં વાહ વાહ મેળવી હતી, પરંતુ, સમર્થકોની નીચલા સ્તરની હરકતોએ ટીમના પ્રદર્શન ઉપર કાળી ટીલી લગાવી દીધી હતી. સમર્થકોએ પોતાના ખેલાડીઓને રંગભેદી ટીપ્પણીઓના શિકાર બનાવ્યા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ હરકતને વખોડી કાઢી હતી.

    બાંગ્લાદેશમાં ટીમ ઇંડિયાનું

    એક તરફ ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે વિશ્વભરમાં નામ ગજાવ્યું છે, ત્યારે ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશમાં સતત બીજી વન-ડેમાં પરાજય સાથે દેશનું નામ લજવ્યું છે. આ સાથે જ ભારતે ત્રણ વન-ડેની શ્રેણી પણ ૨-૦થી ગુમાવી છે.

    ન્યૂ ઝીલેન્ડને હરાવી ૩-૨થી સિર...

    શનિવારે વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડે વિકેટકીપર બેઇરસ્ટોના શાનદાર પ્રદર્શન (અણનમ ૮૩ રન)ની મદદથી ન્યૂ ઝીલેન્ડને હરાવવાની સાથોસાથ ૩-૨થી સિરીઝ પણ જીતી લીધી છે. ટીમને કટોકટીમાંથી ઉગારીને વિજય પંથે દોરી જનાર જે. એમ. બેઇરસ્ટો મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

    એન્ડી મરે કિંગ ઓફ ક્વિન્સ કલબ...

    સ્ટાર ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ચોથી વખત ક્વિન્સ ક્લબનું ટાઇટલ જીતીને દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ જ્હોન મેકેનરો, બોરિસ બેકર, એન્ડી રોડ્ડિક અને લેટન હેવિટ્ટની હરોળમાં સ્થાન મેળવ્યું છે. મરેએ સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને એકતરફી ફાઇનલમાં ૬-૩, ૬-૪થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

    ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપઃ ભારત-પા...

    ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો સુપર-૧૨માં સીધી જ ક્વોલિફાય થઈ છે. જ્યાં તેમની વચ્ચે ગ્રૂપ મેચ રમાશે. 

    ભારતની ઓલિમ્પિક ટીમ ટોક્યો પહ

    ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે ટોક્યો પહોંચ્યા છે. રવિવારે ૮૮ સભ્યોની ભારતીય ટીમ ટોક્યો પહોંચી હતી, જેમાં બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિન્ધુ અને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમનો સમાવેશ છે.

    લિવિંગસ્ટોનની લોંગેસ્ટ સિક્સ...

    યજમાન ઇંગ્લેન્ડે મંગળવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-૨૦માં પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવીને સિરીઝ ૨-૧થી કબ્જે કરી છે. પાક. ટીમે છ વિકેટે ૧૫૪ રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે બે બોલ બાકી હતા ત્યારે જ વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. જોકે આ સિરીઝની સૌથી યાદગાર ક્ષણ લિવિંગસ્ટોનની લોંગેસ્ટ સિક્સર બની રહેશે.

    મણીપુરના એક સાધારણ પરિવારની પ

    ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવીને નવો ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં કુલ ૨૦૨ કિગ્રા વજન ઉંચક્યું હતુ. મીરાબાઈ ચાનુએ આ સિદ્ધિ મેળવ્યા બાદ જીતની ખુશી વ્યક્ત કરતાં ભાંગડા કર્યું હતુ.