રમતગમત

No

Block: Site: Subtree Block

    આઇપીએલમાં ચેન્નઈ ‘સુપરકિંગ’...

    ઓપનર ફાફડુ પ્લેસિસના આક્રમક ૮૬ રન બાદ શાર્દુલ ઠાકુરે મિડલ ઓર્ડરને વેરવિખેર કરતા ચેન્નઈ સુપરકિંગ્સે આઇપીએલ ટી૨૦ લીગની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઈડર્સને ૨૭ રનથી હરાવીને ચોથી વખત ચેમ્પિન બનવાની સિદ્ધિ મેળવી હતી. ચેન્નઈની ટીમ કુલ નવમી વખત ફાઈનલમાં પ્રવેશી હતી. આ અગાઉ ટીમ ૨૦૧૦, ૨૦૧૧ તથા ૨૦૧૮માં ચેમ્પિયન બની હતી. ટોસ જીતીને કોલકાતાએ પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ ત્રણ વિકેટ ૧૯૨ રન બનાવ્યા તા. જેના જવાબમાં કોલકાતાની ટીમ ૯ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી.

    વર્લ્ડ કપની વોર્મઅપ મેચમાં ભા

    આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં સોમવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડકપની વોર્મ-અપ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને છ બોલ બાકી રાખીને સાત વિકેટે પરાજય આપીને પોતાની તૈયારીને વધારે મજબૂત બનાવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ ભરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે જોન બેરિસ્ટોના ૪૯ તથા મોઈન અલીના અણનમ ૪૩ રનની મદદથી પાંચ વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ભારતે લોકેશ રાહુલ અને ઇશાન કિશનની અડધી સદીની મદદથી ૧૯ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૨ રન બનાવીને વિજય મેળવ્યો હતો. રનચેઝ કરનારા ભારત માટે રાહુલે ૨૪ બોલમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૫૧ રન બનાવ્યા હતા. ઇશાન કિશન ૪૬ બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૭૦ રન બનાવીને રિટાયર્ડ થયો હતો. રિષભ પંતે અણનમ ૨૯ રન બનાવ્યા હતા.

    આઇસીસી વન-ડે રેન્કિંગઃ બાંગ્લ

    ભારત સામેની વન-ડે સિરીઝ ૨-૧થી કબ્જે કરનાર બાંગ્લાદેશની ટીમ આઇસીસી વન-ડે રેન્કિંગમાં એક સ્થાનના પ્રમોશન સાથે સાતમા ક્રમે પહોંચી છે. જ્યારે ભારતીય ટીમ સીરિઝ ગુમાવી હોવા છતાં બીજું સ્થાન જાળવી શકી છે. જોકે તેણે બે ગુમાવ્યા છે.

    આઇસીસીના પ્રમુખ પદે ઝહિર અબ્બ

    પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહિર અબ્બાસ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના પ્રમુખ બન્યા છે. અહીં યોજાયેલી ક્રિકેટજગતની સર્વોચ્ચ સંસ્થાની વાર્ષિક બેઠકમાં આ બાબત નક્કી થઈ છે.

    આઇપીએલમાં હવે અમદાવાદ અને લખન

    ટ્વેન્ટી૨૦ ક્રિકેટના મહાકુંભ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સામેલ થનારી બે નવી ટીમોના નામની આખરે સોમવારે જાહેરાત થઈ ચૂકી છે. આ સાથે જ ૨૦૨૨ની સિઝનમાં આઠના બદલે દસ ટીમો મેદાનમાં ઉતરશે તે નક્કી થઇ ગયું છે. આ ટીમો અમદાવાદ અને લખનઉની છે. અમદાવાદની ટીમને સીવીસી કેપિટલ્સે રૂ. ૫૬૨૫ કરોડમાં જ્યારે લખનઉની ટીમને આર.પી. સંજીવ ગોયેન્કા ગ્રૂપે રૂ. ૭૦૯૦ કરોડમાં ખરીદી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અમદાવાદની ટીમ માટે છેક શરૂથી અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ સ્પર્ધામાં હતા, પણ ટીમ કોઇ ત્રીજું ગ્રૂપ લઇ ગયું છે. બંને ટીમો તરફથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને રૂ. ૧૨,૭૧૫ કરોડ રૂપિયા મળ્યા છે. 

    ટીમ ઇંડિયાનો ધબડકોઃ વર્લ્ડ કપ

    પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર શાહિનશાહ આફ્રિદીના ઘાતક સ્પેલ બાદ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની શાનદાર ભાગીદારી ટીમ ઇંડિયાને પરાજયના પંથે દોરી ગઇ હતી. દુબઇમાં રમાઇ રહેલા ટી૨૦ વર્લ્ડ કપના મહામુકાબલા સમાન આ મેચમાં પાક. ટીમે ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાને પાંચ પ્રયાસ બાદ પ્રથમ વખત ભારતને ટી૨૦ વર્લ્ડ કપમાં હરાવ્યું છે. રવિવારે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સાત વિકેટે ૧૫૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ૧૭.૫ ઓવરમાં વિના વિકેટે ૧૫૨ રન નોંધાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

    સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમની ટી-શ

    આઈસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને દુબઇ ઓમાનમાં રમાતી આ ટૂર્નામેન્ટના રાઉન્ડ-૧ના પ્રથમ મુકાબલામાં મેજર અપસેટ સર્જાય હતો. ટી૨૦ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડની ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં જ બાંગ્લાદેશને હરાવી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. 

    ભવાની દેવીએ ચાર્લેવીલે નેશનલ

    ટોક્યો ઓલિમ્પિકમાં ફેન્સિંગ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ખેલાડી ૨૮ વર્ષીય ભવાની દેવીએ ચાર્લેવીલે નેશનલ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. 

    લોર્ડ કમલેશ પટેલ YCCCના નવા ચેરમેનઃ ધરમૂળ ફેરફારની ખાતરી

    યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)ને ધમરોળી રહેલા રેસિઝમ કૌભાંડના પગલે રોજર હટને ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું અને લોર્ડ કમલેશ પટેલને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. રેસિઝમ કૌભાંડ મુદ્દે રિપોર્ટમાં પૂર્વ કાઉન્ટી ખેલાડી અઝીમ રફિકે રંગભેદી કનડગત અને ધાકધમકીના આક્ષેપો સાચા હોવાનું બહાર આવ્યા પછી મુખ્ય સ્પોન્સરોએ ક્લબ સાથે છેડો ફાડ્યો હતો અને રાજકીય દબાણ વધ્યું હતું. આમ છતાં, યોર્કશાયર ક્લબે શિસ્તભંગના કોઈ પગલા નહિ લેતા ભારે હોબાળો મચ્યો હતો.

    યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)ને ધમરોળી રહેલા રેસિઝમ કૌભાંડના પગલે રોજર હટને ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું અને લોર્ડ કમલેશ પટેલને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. રેસિઝમ કૌભાંડ મુદ્દે રિપોર્ટમાં પૂર્વ કાઉન્ટી ખેલાડી અઝીમ રફિકે રંગભેદી કનડગત અને ધાકધમકીના આક્ષેપો સાચા હોવાનું બહાર આવ્યા પછી મુખ્ય સ્પોન્સરોએ ક્લબ સાથે છેડો ફાડ્યો હતો અને રાજકીય દબાણ વધ્યું હતું. આમ છતાં, યોર્કશાયર ક્લબે શિસ્તભંગના કોઈ પગલા નહિ લેતા ભારે હોબાળો મચ્યો હતો.