ઇંગ્લેન્ડના વિકેટકીપર મેટ પ્રાયરને ઇજાના કારણે ૩૩ વર્ષની વયે ક્રિકેટની તમામ ફોર્મેટને અલવિદા કરવાની ફરજ પડી છે. તબીબોની સલાહ બાદ પ્રાયરે આ કપરો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) જણાવ્યું હતું કે ત્રણ વખતની એશિઝ વિજેતા ટીમ તથા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન રહેલી ટીમમાં સામેલ પ્રાયરને 'એન્જિન રૂમ' તરીકે ઓળખવામાં આવતો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
બાંગ્લાદેશની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચમાં આકર્ષક દેખાવ કરનાર ટીમ ઇંડિયાનો પહેલી વન-ડેમાં કારમો પરાજય થયો છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ત્રણ બેટ્સમેનોની અડધી સદી સાથે ૩૦૭ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. આ પછી પોતાની કારકિર્દીની પહેલી જ આંતરરાષ્ટ્રીય વન-ડે રમી રહેલા પેસ બોલર મુસ્થાફિઝુર રહેમાને પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ટીમ ઇંડિયાનો દાવ ૨૨૮ રનમાં જ સમેટાઈ જતાં બાંગ્લાદેશનો ૭૯ રને વિજય થયો હતો.
ન્યૂઝીલેન્ડની ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે. ફાઈનલમાં ટીમ ઇન્ડિયાને તેણે આઠ વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે ૯૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આઇસીસી વર્લ્ડ કપ જીત્યો છે. ન્યૂઝીલેન્ડ ટીમ ૧૯૩૦માં પ્રથમવાર ઇંગ્લેન્ડ સામે મેચ રમ્યું હતું.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૮ વિકેટે હરાવીને ટાઇટલ કબજે કર્યું છે. આ પરિણામે ભારતીય ચાહકોને ઘણા નિરાશ કર્યા છે. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દરેક વિભાગમાં કોહલી સેનાને માત આપી. બેટિંગ અને બોલિંગની સાથે ટીમ ઇન્ડિયાના ફીલ્ડરોએ પણ નિરાશ કર્યા. ચોથી ઇનિંગમાં વિલિયમ્સન અને ટેલરના સહેલા કેચ છોડવા ભારે પડયા હતા ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ હોવાથી તે ટાઇટલની મુખ્ય દાવેદાર ગણાતી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું હતું, તેમ છતાં ન્યૂઝીલેન્ડની સામે ફાઇનલ મેચમાં ટકી શક્યા નહીં.
ટોક્યોમાં યોજાનારા રમતોના મહાકુંભ ઓલિમ્પિક અને ત્યારબાદ દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી સાથે નવો ઈતિહાસ રચાયો છે. ગુજરાતના રમતગમતના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ વિશ્વના સર્વોચ્ચ રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ટોક્યોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારા ઓલિમ્પિક રમતોત્સવમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના, શૂટર ઈલાવેનિલ વાલારિવન અને સ્વિમર માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરતાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે. અંકિતા, ઈલાવેનિલ અને માના આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ચૂક્યાં છે.
ભારતવંશી અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત ૧૨ વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. ન્યૂ જર્સીમાં રહેતો અભિમન્યુ માત્ર ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બની ગયો છે. તેણે બુડાપેસ્ટમાં ૩૦ જૂને આયોજિત ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ગોવાના ૧૪ વર્ષીય લિયોન મેન્ડોન્કાને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ ટૂર્નામેન્ટ જીતવા સાથે અભિમન્યુએ ૧૯ વર્ષ જૂનો યુક્રેનના સર્ગે કર્ઝાકિનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેણે ૧૨ વર્ષ ૭ મહિનાની વયે આ સિદ્ધિ મેળવી હતી. અભિમન્યુના પિતા ડેટા એનાલિસ્ટ હેમંત મિશ્રા દીકરાની ગ્રાન્ડમાસ્ટર બનવાની સિદ્ધિથી ખુશખુશાલ છે.
ટોક્યોમાં યોજાનારા રમતોના મહાકુંભ ઓલિમ્પિક અને ત્યારબાદ દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી સાથે નવો ઈતિહાસ રચાયો છે. ગુજરાતના રમતગમતના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ વિશ્વના સર્વોચ્ચ રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ટોક્યોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારા ઓલિમ્પિક રમતોત્સવમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના, શૂટર ઈલાવેનિલ વાલારિવન અને સ્વિમર માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરતાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે. અંકિતા, ઈલાવેનિલ અને માના આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ચૂક્યાં છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજે ઇંગ્લેન્ડમાં ત્રીજી વન-ડેમાં ભારતને વિજય અપાવવા ઉપરાંત ઇતિહાસ રચી નાખ્યો છે. મિતાલીએ ઇંગ્લેન્ડની જ શાર્લોટ એડવર્ડ્ઝનો રેકોર્ડ તોડીને ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાની સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. મહિલા અને પુરુષ એમ બંને ફોર્મેટમાં હવે સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ ભારતના નામે છે.
કેપ્ટન મિતાલી રાજની અફલાતુન બેટિંગ અને દિપ્તી શર્મા સહિતના બોલર્સની વેધક બોલિંગની મદદથી પ્રવાસી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ત્રીજી જુલાઇએ રાત્રે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. જોકે ત્રણ મેચની વર્તમાન સિરીઝ ઇંગ્લેન્ડના પક્ષે રહી હતી જેણે અગાઉની બંને મેચ જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ હવે વતન પરત ફરી છે, પરંતુ હારીને નહીં, પણ સેમિ-ફાઇનલ રમવા માટે પરત ફરી છે. યુરો કપ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડે હેરી કેનના શાનદાર પ્રદર્શનની મદદથી યુક્રેનને ૪-૦થી હરાવીને સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અહીં તેનો મુકાબલો ડેન્માર્ક સામે થશે. ડેન્માર્કે અન્ય ક્વાર્ટર ફાઇનલમાં ચેક રાષ્ટ્રને ૨-૧થી હરાવ્યું હતું.
