રમતગમત

No

Block: Site: Subtree Block

    મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ તેના નિયમોમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. એમસીસીએ બેટ્સમેનના સ્થાને જેન્ડર ન્યૂટ્રલ પ્રથાના આધારે હવે બેટર કે બેટર્સ શબ્દનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.

    ઝુલન ગોસ્વામીની સિદ્ધિઃ ૬૦૦ વ

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની ત્રીજી વન-ડેમાં ઇતિહાસ રચી દીધો છે. ઝુલન ગોસ્વામી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. સિરીઝની બીજી વન-ડેમાં નો-બોલના કારણે આકરી ટીકાનો સામનો કરનારી ઝુલને ત્રીજી મેચમાં મોટા રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે.

    એશિઝ પર કોરોનાનો ઓછાયોઃ ઇંગ્લ

    ઇંગ્લેન્ડના ખેલાડીઓ સામુહિક રીતે એશિઝ સીરિઝનો બહિષ્કાર કરી શકે છે. કારણ છે ઓસ્ટ્રેલિયામાં બાયો-બબલ અને પરિવાર માટે કડક ક્વોરન્ટાઇનનો નિયમ. મોટા ભાગના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની સરકારના એ નિવેદનથી ચિંતામાં છે જેમાં કહેવાયું છે કે એશિઝ સીરિઝ દરમ્યાન ખેલાડીઓના પરિવારને ના તો કોઇ વિશેષ ટ્રીટમેન્ટ અપાશે, ના તો તેમને ક્વોરન્ટાઇનના નિયમમાં છુટછાટ મળશે.

    મોઇન અલીની ટેસ્ટ ક્રિકેટમાંથ

     ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું મારી ટીમના સાથી ખેલાડીઓ સાથે બહાર ફરવાનું મિસ કરીશ. હું મારા સર્વશ્રેષ્ઠ બોલ પર કોઈને પણ આઉટ કરી શકતો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની મોઇનની જાહેરાત બાદ ઇંગ્લેન્ડ ટીમને તેની કમી વર્તાશે તેમાં બેમત નથી. તે સાત વર્ષથી ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ રમી રહ્યો હતો.

    ટી૨૦માં અશ્વિનની ૨૫૦ વિકેટઃ ત

    દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સિનિયર ઓફસ્પિનર આર. અશ્વિને આઇપીએલની વર્તમાન સિઝનમાં ૨૭ સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સના વિદેશી ખેલાડી ડેવિડ મિલરને આઉટ કરવાની સાથે એક વિશેષ રેકોર્ડ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. 

    સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ

    ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસે સ્મૃતિ મંધાનાએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો ડે-નાઇટ ટેસ્ટમાં મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ભારતની બીજી ખેલાડી બની છે.

    ટીમ ઇંડિયામાં તડાં?ઃ ધોની ડ્રે...

    શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટના ચાહકોમાં આજકાલ આ પ્રશ્નો ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં અજંપો પ્રવર્તે છે અને જૂથવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલે ક્રિકેટચાહકોમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.

    શાહરુખની પાર્ટીમાં સ્ટારની પ

    શાહરુખ-પુત્ર આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડે બોલિવૂડમાં હલચલ મચાવી છે. ઘણા ફિલ્મ કલાકારોએ આર્યન પ્રત્યે સહાનુભૂતિ દાખવી છે ત્યારે અભિનેત્રી શર્લિન ચોપરાએ નશીલા પદાર્થોના સેવન અંગે નવો જ દાવો કરીને સનસનાટી સર્જી છે. 

    સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ

     ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર બીજી ભારતીય ખેલાડી બની છે. મંધાનાએ ચોથી જ ટેસ્ટમાં પ્રથમ સદી નોંધાવી છે. કોહલીએ ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે કોલકતા ટેસ્ટમાં ૧૩૬ રનની આકર્ષક ઇનિંગ રમી હતી. ૧૮ વર્ષની વયે ડેબ્યૂ કરનાર મંધાનાએ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતી.

    સાઉદી યુવરાજે £૩૦૫ મિલિ.માં ન્યુકેસલ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ ખરીદી

    સાઉદી યુવરાજ મોહમ્મદ બિન સલમાન (MBS)ના વડપણ હેઠળના કોન્સોર્ટિયમે ગુરુવાર ૭ ઓક્ટોબરે ૩૦૫ મિલિયન પાઉન્ડમાં ઈંગ્લેન્ડની પ્રખ્યાત પ્રીમિયર લીગ ન્યુકેસલ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ હસ્તગત કરી લેતા તે વિશ્વની સૌથી ધનાઢ્ય ક્લબ્સમાંની એક બની છે. આ સમાચાર બહાર આવતા જ ફૂટબોલ ક્લબના ચાહકોમાં આનંદ ફેલાઈ ગયો હતો અને ક્લબના સેન્ટ જેમ્સ પાર્ક સ્ટેડિયમમાં ઉજવણી શરૂ કરી દેવાઈ હતી.