ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ શરૂ થઇ ગઇ છે, પણ બીજી ટેસ્ટ સાથે સંકળાયેલા વિવાદ શમતા નથી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારતના પૂંછડીયા બેટ્સમેનોની સામે તેમની ટીમે અપનાવેલી બાઉન્સરનો મારો ચલાવવાના વ્યૂહની ઝાટકણી કાઢી છે.
રમતગમત
Block: Site: Subtree Block
વર્લ્ડ કપ ટ્વેન્ટી૨૦નો કાર્યક્રમ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ જાહેર કર્યો છે. ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે ૨૪ ઓક્ટોબરે દુબઈમાં રમવાનું છે. આમ ટી-૨૦ના ભારતના અભિયાનનો પ્રારંભ જ રોમાંચકતાથી થશે. છેલ્લો ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૧૬માં યોજાયો હતો, જેમાં વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું હતું.
ભારતના ૧૭ વર્ષના રેસ વોકર અમિત ખત્રીએ વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્ડર મેડલ જીત્યો છે. અમિતે ૧૦ હજાર મીટર રેસ વોક ઇવેન્ટમાં ૪૩ મિનિટ ૧૭.૯૪ સેકન્ડનો સમય લીધો. ભારતને ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલી વાર વોકિંગ ઇવેન્ટમાં મેડલ મળ્યો છે. આ પહેલીવાર બન્યું કે ભારતે ચેમ્પિયનશિપની એક સિઝનમાં ૨ મેડલ જીત્યા હોય. આ પહેલા ૧૮ ઓગસ્ટે ૪ X ૪૦૦ મીટરની રિલેમાં કાંસ્ય જીત્યો.
ઈ.સ. ૧૯૬૦ના રોમ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના ઓલિમ્પિયન ફૂટબોલર સૈયદ શાહિદ હાકિમનું ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોનો સળંગ બે ઈનિંગમાં ધબડકો થયો હતો અને ટીમ ઈન્ડિયાને આખરે એક ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્ઝમાં ૧૫૧ રનથી શાનદાર વિજય મેળવ્યા બાદ હેડિંગ્લેમાં ભારત પ્રથમ ઈનિંગમાં માત્ર ૭૮ રનમાં ખખડ્યું હતું. આ પછી બીજી ઈનિંગમાં ચોથા દિવસે ટીમનો ફરી ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડે ઈનિંગથી જીત હાંસલ કરી હતી. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઈંગ્લેન્ડના બોલરોએ સર્જેલા દબાણને કારણે ભારતનો ધબડકો થયો હતો. તેણે પ્રથમ ઈનિંગના નાલેશીભર્યા દેખાવને અસાધારણ અને વિચિત્ર ગણાવ્યો હતો.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન મેદાનમાં ગેરકાયદે ઘુસી ગયેલા ડેનિયલ જાર્વિસ પર યોર્કશાયરે આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. હવે તેને ક્યારેય હેડિંગ્લેમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટેડ ડેક્સટરનું બીમારીના કારણે વુલ્વરહેમ્પટન ખાતે નિધન થયું છે. એમસીસીએ આ જાણકારી આપતા કહ્યું હતું કે તાજેતરની બીમારી બાદ ૨૫ ઓગસ્ટે બપોરે વુલ્વરહેમ્પટનના કોમ્પટન હોસ્પીસ ખાતે તેમનું નિધન થયું હતું.
ન્યૂઝીલેન્ડના એક સમયના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રિસ કેઈન્સને બંને પગે પેરાલિસીસ થઈ ગયો છે. કેનબેરામાં વસતાં કેઇન્સને ધોરી નસ અંદરથી ફાટી જતાં બેભાન હાલતમાં સારવાર માટે સિડનીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી, જે પછી તેને કરોડરજ્જુમાં સ્ટ્રોક આવ્યો હતો. આ પછી તે પેરાલિસીસનો ભોગ બન્યો હતો.
ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં રવિવારનો દિવસ ચાંદી જ ચાંદી લઈને આવ્યો હતો. રવિવારે સવારે ભારતની અને વિશેષ ગુજરાતની દિવ્યાંગ ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે કારકિર્દીમાં પ્રથમવાર પેરાલિમ્પિકમાં ભાગ લેતાં ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિવારે વહેલી સવારે ટોકયો પેરાલિમ્પિકમાં યોજાયેલી વિમેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની ક્લાસ ફોર ફાઇનલમાં જોકે ભાવિના પટેલનો ચીનની વર્લ્ડ નંબર વનનું રેન્કિંગ ધરાવતી યિંગ ઝોઉ સામે ૦-૩થી પરાજય થતાં સુવર્ણ ચંદ્રક જીતવાનું સ્વપ્ન રોળાયું હતું.
ટીમ ઇંડિયાનો તેજતર્રાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાનમાં ભલે દેખાતો ન હોય, પરંતુ સમાચારોમાં જરૂર છે. હાર્દિક તેની રમતના બદલે મૂલ્યવાન રિસ્ટ વોચના કારણે અખબારોમાં ચમકી રહ્યો છે. સહુ કોઇ જાણે છે કે હાર્દિક પંડયાને અતિ કિંમતી ઘડિયાળોનો ઘણો શોખ છે અને આ બાબતને તે ભૂતકાળમાં ઘણી વખત જાહેર પણ કરી ચૂક્યો છે. હાર્દિક પાસે ઘણી મૂલ્યવાન ઘડિયાળોનું કલેક્શન છે અને તાજેતરમાં તેણે વધુ એક ઘડિયાળ
ખરીદી છે, જેની કિંમત પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે છે.
