ભારત સામેની વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થતાં અગાઉ જ ન્યુઝીલેન્ડે મોટી જીત હાંસલ કરી છે. ન્યુઝીલેન્ડે રવિવારે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં આઠ વિકેટે હરાવ્યું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા રવિવારે આઈસીસી હોલ ઓફ ફેમમાં ૧૦ ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમાં ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડનો પણ સમાવેશ થાય છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારતની બહાર થશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને જણાવ્યું હોવાનું મનાય છે કે જો આયોજનનો અધિકાર તેની પાસે રહેતો હોય તો ટુર્નામેન્ટ ભારત બહાર યોજવા સામે તેને કોઇ વાંધો નથી. ટુર્નામેન્ટ યુએઈનાં ત્રણ શહેરો - અબુ ધાબી, દુબઈ અને શારજાહની સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં થઈ શકે છે.
વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસને પાંચ સેટ સુધી રમાયેલા ફાઇનલ મુકાબલામાં ૬-૭, ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવીને કારકિર્દીમાં બીજી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેણે કારકિર્દીમાં ૧૯મો ગ્રાન્ડસ્લેમ પણ જીત્યો હતો.
એથ્લેટિક્સમાં મોટા ભાગના ખેલાડીઓ ૪૦ વર્ષની ભાગે રમતના મેદાનમાંથી નિવૃત્તિ લઇ લેતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાની સિનેડ ડાઇવર ૪૪ વર્ષની વયે રમતજગતના મહાકુંભ ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. બે બાળકોની માતા સિનેડનો બે અન્ય સાથીઓ સાથે ઓસ્ટ્રેલિયાની મેરેથોન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતના મેન્સ અને વિમેન્સ ક્રિકેટના ઇતિહાસમાં એવી ઘણી બધી ઇનિંગ્ઝ છે જે રેકોર્ડબુકમાં જોવા નહીં મળે, પણ ક્રિકેટચાહકો માટે તે અવિસ્મરણીય હશે. ક્રિકેટના મેદાનમાં એવા ઘણાં પ્રદર્શનો છે જે આંકડાથી મૂલવી શકાતાં નથી પણ તેનું મહત્ત્વ ઘણું વધારે હોય છે. જેમ કે, બ્રિસ્ટલમાં ઇંગ્લેન્ડ-ભારતની વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી એકમાત્ર ક્રિકેટ ટેસ્ટ મેચમાં નવોદિત ભારતીય ખેલાડી સ્નેહ રાણાની બેટિંગ.
ભારતીય વિમેન્સ ક્રિકેટની બે સ્ટાર ખેલાડ મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીએ ૧૬ જૂને એક એવો રેકોર્ડ સર્જ્યો હતો જે ઘણા ઓછા ખેલાડીઓ નોંધાવી શકતા હોય છે. મિતાલી અને ઝૂલને ભારત માટે સૌથી વધારે સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર મહિલા ક્રિકેટર તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ બંનેએ ૨૦૦૨માં એક સાથે પ્રથમ ટેસ્ટ રમી હતી અને હવે લોંગેસ્ટ કારકિર્દીની યાદીમાં આ બંને ખેલાડીએ નામ નોંધાવ્યું છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હવે માત્ર સચિન તેંડુલકરની કારકિર્દી જ મિતાલી તથા ઝૂલન કરતાં વધારે લાંબી છે.
બ્રિસ્ટલમાં રમાયેલી ઇંગ્લેન્ડ-ભારત વિમેન્સ ટેસ્ટ મેચમાં ૧૭ વર્ષની યુવા ખેલાડી શેફાલી વર્માએ માત્ર ડેબ્યુ જ નથી કર્યું, પણ ટેસ્ટ કારકિર્દીના પ્રારંભે યાદગાર રેકોર્ડ બનાવ્યા છે.
ઈંગ્લેન્ડે તેના વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ૩૫૦ રનનું લક્ષ્ય હાંસલ કરીને વિક્રમજનક વિજય હાંસલ કર્યો છે. અહીં ગુરુવારે રમાયેલી મેચમાં યજમાન ટીમે કેપ્ટન ઇયાન મોર્ગન અને જો રૂટની સદીની મદદથી ન્યૂ ઝીલેન્ડ સામેની ચોથી વન-ડે જીતી હતી.
બ્રિટનના દોડવીર મોહમ્મદ ફરાહે ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં જીતેલો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે. લંડન ઓલિમ્પિક્સ પહેલા ફરાહે બે ડોપ ટેસ્ટમાં ભાગ લીધો ન હોવાથી સ્થિતિ સર્જાઇ છે.
