કોરોના મહામારી વચ્ચે ક્રિકેટના થયેલા પુનરાગમન બાદ ટીમ ઇંડિયા પોતાના બીજા વિદેશ પ્રવાસે જશે જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ મુકાબલો ૧૮થી ૨૨ જૂન સુધી રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમશે જેની શરૂઆત ઓગસ્ટમાં થશે.
રમતગમત
Block: Site: Subtree Block
ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે મુલત્વી રખાયેલી આઇપીએલની બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ફરીથી દેશમાં ટૂર્નામેન્ટ યોજવાનું જોખમ લેવા માંગતુ નથી. આ સંજોગોમાં ઇંગ્લેન્ડ સહિત ચાર દેશોએ આઇપીએલની બાકી મેચો માટે હોસ્ટ બનવા તત્પરતા દાખવી છે.
ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ સાથે દંપતીએ રૂપિયા ૨ કરોડનું વ્યક્તિગત અનુદાન આપીને ફંડ રેઇઝીંગ શરૂ કર્યું છે. આ સાથે જ વિરાટ તથા અનુષ્કાએ ૪૬ સેકન્ડનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ કહે છે, ‘ભારતની સ્થિતિ હાલ ઘણી જ મુશ્કેલ છે, દિવસ રાત લડી રહેલા લોકોને સલામ, પરંતુ હવે તેમને જરૂર છે આપણા સપોર્ટની તથા તેમની સાથે ઊભા રહેવાની. આથી જ અમે એક ફંડ રેઇઝીંગની શરૂઆત કરી છે.’
ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતાં ભારતમાં આ વર્લ્ડ કપ રમાય તેવી સંભાવના નહિવત્ છે.
‘કિંગ ઓફ ક્લે કોર્ટ’ તરીકે જગવિખ્યાત સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નદાલ અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સૌથી પહેલાં સમર્થન આપનાર જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરીના પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ જીત્યા છે. ઓસાકાએ ગયા વર્ષે કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યો હતો. જ્યારે નદાલે ૧૩મી વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતીને સ્વિસ સ્ટાર રોજર ફેડરરના વિક્રમી ૨૦ ગ્રાન્ડસ્લેમની બરોબરી કરી હતી.
કોરોના મહામારી વચ્ચે ક્રિકેટના થયેલા પુનરાગમન બાદ ટીમ ઇંડિયા પોતાના બીજા વિદેશ પ્રવાસે જશે જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ મુકાબલો ૧૮થી ૨૨ જૂન સુધી રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમશે જેની શરૂઆત ઓગસ્ટમાં થશે.
ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંતે રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડાઇ શકે છે. ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપ યોજાયો છે, પણ જે રીતે દેશમાં કોરોના પંજો પ્રસારી રહ્યો છે તે જોતાં ભારતમાં આ વર્લ્ડ કપ રમાય તેવી સંભાવના નહિવત્ છે.
ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે મુલત્વી રખાયેલી આઇપીએલની બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ફરીથી દેશમાં ટૂર્નામેન્ટ યોજવાનું જોખમ લેવા માંગતુ નથી. આ સંજોગોમાં ઇંગ્લેન્ડ સહિત ચાર દેશોએ આઇપીએલની બાકી મેચો માટે હોસ્ટ બનવા તત્પરતા દાખવી છે.
આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગનું વાર્ષિક અપડેટ કરાયું છે, જેમાં આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ ભારતે ટોચનું જ્યારે ન્યૂઝીલેન્ડે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત એક રેટિંગ પોઇન્ટના ઉમેરા સાથે ૧૨૧ પોઇન્ટ પર પહોંચ્યું છે તો ન્યૂઝીલેન્ડ બે પોઇન્ટના ઉમેરા બાદ એક જ પોઈન્ટ પાછળ છે.
ટીમ ઇંડિયાના આધારસ્તંભ સમાન પેસ બોલર ભુવનેશ્વર કુમારની આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી માટેની ટીમમાં પસંદગી નહીં થતાં ચોમેર આશ્ચર્ય ફેલાયું છે. જોકે વાસ્તવિકતાએ છે કે ભુવનેશ્વર કુમાર ખુદ હવે ટેસ્ટ ક્રિકેટ રમવા માગતો નથી. આ ઇચ્છા જાણીને જ તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી.