છત્તીસગઢના સરગુજામાં રહેતી રેબેકા લકડા બાસ્કેટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ૪ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ જીતી ચૂકી છે, પરંતુ કારમી નાણાભીડના કારણે તેને પિતા અને બહેન સાથે મજૂરી કરવી પડે છે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતની સ્ટાર શટલર સાઈના નેહવાલ તથા કિદામ્બી શ્રીકાંત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સાઈના માટે તેની કારકિર્દીના આ છેલ્લી ઓલિમ્પિક સાબિત થઈ શકે તેમ હતી, પરંતુ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને સ્પષ્ટતા કરી દીધી છે કે હવે કોઈ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ યોજાશે નહીં અને વર્તમાન રેન્કિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮મી જૂને ઇંગ્લેન્ડના આંગણે સાઉથમ્પ્ટનમાં રમાનારી પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની પ્લેઇંગ કન્ડિશનની આઇસીસીએ જાહેરાત કરી દીધી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જણાવ્યું છે કે મેચ ડ્રો કે ટાઇ થાય તો તેનો નિર્ણય અલગથી નહીં કરાય, પરંતુ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આઇસીસીએ અગાઉ રિઝર્વ દિવસની પણ જાહેરાત કરી હતી, જે અનુસાર ૨૩ જૂન રિઝર્વ-ડે તરીકે રહેશે. જોકે આઇસીસીએ સ્પષ્ટતા કરી દીધી છે કે પાંચ દિવસના રેગ્યુલર દિવસમાં સમય વેડફાયો હોય તો જ રિઝર્વ-ડેનો ઉપયોગ કરાશે અને મેચ રેફરી ટેસ્ટના પાંચમા દિવસે આ અંગેનો નિર્ણય લેશે. જો નિર્ધારિત પાંચ દિવસમાં વિજય, પરાજય, ડ્રો કે ટાઇનું પરિણામ આવશે તો રિઝર્વ-ડેના દિવસે રમત રમાશે નહીં. આ નિર્ણય ૨૦૧૮માં ચેમ્પિયનશિપ શરૂ કરતાં પહેલાં જ લેવામાં આવ્યો હતો.
જાપાનમાં ૨૩મી જુલાઇથી આઠમી ઓગસ્ટ સુધી ઓલિમ્પિક્સનું આયોજન થયું છે. એક તરફ જાપાન સરકાર તથા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી) ગેમ્સનું આયોજન કરવા કટિબદ્ધ છે તો બીજી તરફ દેશના મોટો વર્ગ આ આયોજન રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે જાપાનના ડોક્ટર્સ યુનિયને યુનિયનના પ્રમુખ નાઓતો ઉયામાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વિશ્વભરના એથ્લીટ્સ જાપાન આવશે અને આ સ્થિતિમાં કોરોનાનો નવો ઓલિમ્પિક સ્ટ્રેન ફેલાવાનું મોટું જોખમ છે.
ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી પૂજા રાની (૭૫ કિલોગ્રામ)એ ઉઝબેકિસ્તાનની મેવલુદા મોવલોનોવાને હરાવી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. જોકે મેરી કોમ સાથે બીજી બે બોક્સરોએ સિલ્વર મેડલ જીત્યા છે. છ વખતની ચેમ્પિયન મેરી કોમ (૫૧ કિલોગ્રામ)ને પણ સિલ્વર મેડલ સંતોષ માનવો પડયો હતો.
આફ્રો-અમેરિકન જ્યોર્જ ફ્લોઇડની મૃત્યુની પ્રથમ તિથિએ વિન્ડીઝના ભૂતપૂર્વ બોલિંગ સ્ટાર માઇકલ હોલ્ડિંગે જણાવ્યું હતું કે રંગભેદને સંપૂર્ણપણે નાબૂદ કરવો અશક્ય છે. તેમણે જણાવ્યું હતું કે રંગભેદ હંમેશા રહેવાનો અને રંગભેદીઓ પણ હંમેશા રહેવાના. આમ રંગભેદને સંપૂર્ણ દૂર કરવાની વાત એક રીતે ગુનાખોરીને સંપૂર્ણ દૂર કરવાની વાત જેવી છે, એમ હોલ્ડિંગે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન અને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર એબોની રેઇનફોર્ડ-રેન્ટ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.
રવિન્દ્ર જાડેજા હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર ગણાય છે. વિશ્વમાં તેની ટક્કરનો બીજો કોઇ એવો ખેલાડી નથી કે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમતો હોય અને ગેમને પોતાની ફિલ્ડિંગથી લાજવાબ કરી દેતો હોય. તેણે એક મુલાકાતમાં આ બાબતે જણાવ્યું હતું કે તેનામાં જે એથ્લેટિઝમ છે તે મહદ્અંશે પ્રકૃતિદત્ત છે, જે તેને પોતાના પિતા પાસેથી જિન્સમાં મળેલું છે. જોકે તે પોતાના ખભા માટે અનહદ મહેનત કરે છે અને સતત પ્રેક્ટિસ કરે છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની શનિવારે યોજાયેલી સ્પેશિયલ જનરલ મિટિંગમાં આઇપીએલની ૧૪મી સિઝનની બાકીની મેચોને રમાડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. કોરોના વાઇરસની મહામારીના કારણે સસ્પેન્ડ કરાયેલી આઇપીએલની બાકી રહેલી ૩૧ મેચોને ચાલુ વર્ષના સપ્ટેમ્બર તથા ઓક્ટોબરમાં યુએઇ ખાતે રમાડવામાં આવશે. જોકે ભારતની યજમાનીમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની તસવીર હજુ સ્પષ્ટ થઇ નથી. ટી૨૦ વર્લ્ડ કપ અંગેનો અંતિમ નિર્ણય લેવા માટે બીસીસીઆઇ આઇસીસી પાસે જુલાઇ સુધીનો સમય માંગે તેવી શક્યતા છે.
કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇંડિયા ઇંગ્લેન્ડની ધરતી પર ક્રિકેટ રમતી હશે તે અરસામાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડમાં રમતી હશે. એક મહિનાના પ્રવાસમાં ભારતની મહિલા ક્રિકેટરોની ટીમ એક ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે અને ત્રણ ટ્વેન્ટી૨૦ મેચ રમશે. ઇંગ્લેન્ડ ટીમ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ ૧૬ જૂનથી બ્રિસ્ટોલમાં શરૂ થશે.
ક્રિકેટનો વ્યાપ વધારવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વિશ્વતખ્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આની સાથે સાથે જ હવે આઇસીસીએ મહિલાઓનું યોગદાન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આઇસીસીએ વિશ્વ કક્ષાએ ક્રિકેટ અને અન્ય રમતમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે હેતુથી મહિલા ટેલેન્ટ કાર્યક્રમથી જાહેરાત કરી છે. આઇસીસી ફ્યુચર લિડર્સ પ્રોગ્રામ નામના આ આયોજન અંતર્ગત આઇસીસીએ ૪૫ દેશમાંથી કુલ ૪૦ મહિલાની પસંદગી કરી છે. સૌથી મહત્વનું એ છે કે આ ૪૦ મહિલાઓમાં ગુજરાતી સ્પોર્ટ્સ પત્રકાર હરિની રાણાનો પણ સમાવેશ થાય છે.
