વ્હાલા વાચકમિત્રો, તાજેતરમાં ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી ટીમ ઇંડિયાએ ઓવલ ક્રિકેટ ટેસ્ટ મેચમાં યજમાન ટીમને હરાવીને જે પ્રકારે વિજયપતાકા લહેરાવ્યા તે પ્રસંગે મને અડધી સદી પહેલાના આવા જ શાનદાર વિજયની યાદ અપાવી દીધી. આ સોનેરી યાદોમાં સુગંધ ભેળવી ક્રોલીના ભાઇશ્રી રજનીકાન્ત લિંબાચિયાએ. પણ કઇ રીતે?! વાંચો આગળ...
રમતગમત
Block: Site: Subtree Block
૧૮ વર્ષના લાંબા ગાળા બાદ પાકિસ્તાન પહોંચેલી ન્યૂઝિલેન્ડની ટીમ શ્રેણીની પ્રથમ મેચ રમાય તેની ગણતરીની મિનિટો પહેલા અચાનક જ પ્રવાસ જ પડતો મૂકીને સ્વદેશ પરત ફરતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતે આંચકો અનુભવ્યો હતો. પાક.ને હજુ તો આ આંચકો પચ્યો પણ નહોતો ત્યાં હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી)એ પણ પાકિસ્તાનનો પ્રવાસ પડતો મૂકવાની જાહેરાત કરી છે.
ઈંગ્લેન્ડ ટીમના લેજન્ડરી સ્ટ્રાઈકર જીમ્મી ગ્રીવ્સનું ૮૧ વર્ષની વયે અવસાન થતાં રમતજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ગ્રીવ્સ છેલ્લા કેટલાક સમયથી બીમારીઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે કલબ કક્ષાએ ૩૮૨ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૪ ગોલ ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડના ફૂટબોલ ઈતિહાસના બહેતરિન સ્ટ્રાઈકર્સમાં તેઓ અગ્રેસર સ્થાન ધરાવતા હતા. ઈપીએલ કલબ ટોટેનહામ સ્પર્સ તરફથી તેમણે સર્વાધિક ૨૬૬ ગોલ ફટકાર્યા હતા. ચેલ્સી તરફથી પણ તેમણે ૧૩૨ ગોલ નોંધાવ્યા હતા.
વન-ડે બાદ ઈંગ્લેન્ડે ટ્વેન્ટી૨૦ મેચમાં પણ ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું છે. બુધવારે રમાયેલી આ મેચમાં, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મેન ઓફ મેચ જોઇ રુટના શાનદાર ૬૮ રન અને કારકિર્દીની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ડેવિડ વિલી તથા માર્ક વૂડે ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે ૫૬ રને આ વિજય મેળવ્યો હતો.
ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડવાનીજાહેરાત કરી છે. આ જાહેરાતના ત્રણ દિવસ બાદ તેણે આ જ ફોર્મેટમાં રમાતી આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ ટીમનું નેતૃત્વ છોડવાની પણ જાહેરાત કરી છે. તેના આ નિર્ણયથી તમામ ચકિત થયા છે પરંતુ આઇપીએલ ૨૦૨૧ શરૂ થવાના ત્રણ દિવસ પૂર્વે અને ટી૨૦ વર્લ્ડ કપના મહિના પૂર્વે કોહલીએ ટી૨૦ની કેપ્ટનશિપને અલવિદા કરીને એક મોટી ચાલ રમી છે. તેણે આમ કરીને એક તીરથી ઘણા નિશાન તાક્યા છે.
વન-ડે સિરીઝ અગાઉ જ હારી ચૂકેલી ટીમ ઇંડિયાએ મિરપુરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં વિજય મેળવીને આબરૂ બચાવી લીધી છે. ઓપનર શિખર ધવન તથા કેપ્ટન ધોનીએ નોંધાવેલી અડધી સદી બાદ પાર્ટ-ટાઇમ સ્પિનર સુરેશ રૈના સહિતના બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે ૭૭ રનથી વિજય મેળવીને ૨-૧થી બાંગ્લાદેશ પ્રવાસનું સમાપન કર્યું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ cricket.com.au દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં ભારતના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરને ૨૧મી સદી (૨૦૦૦થી)નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે.
કેરળ સરકારે જર્મનીની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફને રાજ્યની ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કરી છે. ૨૨ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી ચૂકેલી સ્ટેફી ગ્રાફ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર અમેરિકાના એન્દ્રે અગાસીની જીવનસાથી છે.
શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટમાં આજકાલ આ પ્રશ્નો ખૂબ ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં ભારે અજંપો પ્રવર્તે છે અને જૂથવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલે ક્રિકેટચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે.
એશિઝ સીરિઝનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટચાહકોમાં ધીમે ધીમે ઉત્તેજના પણ વધી રહી છે. સીરિઝના પ્રારંભ પૂર્વે એક યા બીજા પ્રકારે ખેલાડીઓ દ્વારા સ્લેજિંગ પણ થતું હોય છે, પરંતુ આ વખતે આવું શાબ્દિક યુદ્ધ ખેલાશે નહીં થાય તેવું અત્યારે તો લાગે છે.
