પૂર્વ ક્રિકેટર અઝીમ રફિકે DCMS કમિટી સમક્ષ સુનાવણીમાં ઈંગ્લિશ ક્રિકેટ સંસ્થાગત રીતે રંગભેદી હોવાનો પર્દાફાશ કર્યો છે. યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)માં રંગભેદના તોફાને ક્રિકેટની રમતમાં ખળભળાટ મચાવી દીધો છે. રફિકે મંગળવાર, ૧૬ નવેમ્બરે કમિટી સમક્ષ આંચકાજનક પુરાવા રજૂ કર્યા હતા.
રમતગમત
Block: Site: Subtree Block
શ્રીલંકાએ ઓપનર કરુણારત્ને તથા કેપ્ટન એન્જેલો મેથ્યુઝની શાનદાર ઇનિંગ્સની મદદથી સોમવારે અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી છે.
કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય વિમેન્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ ટોપ સિડેડ નેધરલેન્ડની ઇફજે મસ્કેન્સ તથા સેલેના પાઇકની જોડીને હરાવીને પ્રતિષ્ઠિત કેનેડા ઓપન ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બોર્ડની સિલેક્શન કમિટીએ સિનિયર ખેલાડીઓને આરામ આપીને ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપ્યું છે
આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી દ્વારા સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર મુંબઈના એક બિલ્ડર પાસેથી લાંચ લેવાનો આરોપ થયો હતો. જોકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ ત્રણેયને ક્લીનચિટ અપાઇ છે.
ભારતનો ટોચનો મિડલવેઈટ બોક્સર વિજેન્દર સિંહ હવે એમેચ્યોર મટીને પ્રોફેશનલ બોક્સર બન્યો છે. ઈંગ્લેન્ડની કવિન્સબરી કલબે તેને કરારબદ્ધ કર્યો છે. સોમવારે વિજેન્દર અને કલબના અધિકારીઓએ મીડિયા કોન્ફરન્સ યોજીને આ જાહેરાત કરી હતી.
ભારતની ટોચની એથ્લીટ અંજુ બોબી જ્યોર્જને વર્લ્ડ એથ્લેટિક્સે દેશમાં ટેલેન્ટને શોધવા તથા લૈંગિક સમાનતા અંગે જાગૃતિ લાવવા માટે વર્ષની બેસ્ટ વુમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરી છે. પેરિસમાં ૨૦૦૩માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એકમાત્ર મેડલ જીતનાર અંજુને પહેલી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી ઓનલાઇન એવોર્ડ સેરેમની દરમિયાન આ સન્માન માટે પસંદ કરવામાં આવી હતી.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ગયા શનિવારે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. બંને દેશ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારતીય પેસ બોલર શાર્દુલ ઠાકુરે પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરે સગાઈ કરી લીધી છે.
વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા રહી હતી. રોમાંચક બાબત એ છે કે માત્ર ભારતીય ટીમના જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડના ‘ભારતીય મૂળ’ના ખેલાડીઓએ પણ તમામના દિલ જીતી લીધા હતા.
