સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ યજમાન ટીમને ૧૧૩ રને પરાજય આપીને ઇતિહાસ રચ્યો છે. વાત એમ છે કે સેન્ચુરિયનમાં વિજય મેળવનારો ભારત પ્રથમ એશિયન દેશ બન્યો છે. આ પૂર્વે સેન્ચુરિયન મેદાન પર કોઈ પણ એશિયન ટીમ વિજય મેળવી શકી નથી. આ મેદાન પર સાઉથ આફ્રિકાની ટીમ અગાઉ ફક્ત બે વાર પરાજિત થઈ હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજી ટીમ બની છે જેણે આ મેદાન પર યજમાન ટીમને પરાસ્ત કરી હોય.
રમતગમત
Block: Site: Subtree Block
ઓસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લેન્ડને હરાવીને એશિઝ સીરિઝ પોતાના નામે કરી છે. ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઇન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રિલિયાએ ઇનિંગ્સ અને ૧૪ રનથી જીતી હતી. અગાઉની બંને મેચ ઓસ્ટ્રેલિયા સરળતાથી જીતી ચૂક્યું હોવાથી આ વિજય સાથે સીરિઝમાં અજેય લીડ મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ ૯ વિકેટથી બીજી મેચ ૨૭૫ રનના વિશાળ અંતરથી જીતી હતી. ઇંગ્લેન્ડને ૧૩ ટેસ્ટથી ઓસ્ટ્રેલિયામાં જીત મળી નથી. ઇંગ્લેન્ડ ૨૦૨૧માં નવમી ટેસ્ટ હાર્યું છે. ટીમે એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ હારવાના મામલે બાંગ્લાદેશની બરાબરી કરી છે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રે ઈલિંગવર્થનું કેન્સરની બીમારી બાદ નિધન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. ૧૯૫૮થી ૧૯૭૩ દરમ્યાન તેઓ ઈંગ્લેન્ડ તરફથી ૬૧ ટેસ્ટ મેચ રમ્યા હતા.
બ્રિટનના સૌથી સફળ સ્પોર્ટિંગ કપલ જેસન અને લોરા કેનીને વધુ એક સિદ્વિ મેળવી છે. સાઇક્લિસ્ટ જેસનને બ્રિટનના નાઇટહુટ અને લોરાને ડેમહુડથી સન્માનિત કરાયા. તે બ્રિટનનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ રમતવીર દંપતી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૨ની સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીઆઇએ)એ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. અને હવે અહેવાલ છે કે અમદાવાદ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરાયો છે. આ ટીમની માલિક કંપની સીવીસી કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક કમિટિની રચના કરી રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બોલર શેન વોર્ન ક્રિકેટના મેદાન પર જેટલો મશહૂર હતો તેટલો જ મશહૂર મેદાન છોડ્યા પછી પણ છે. કેરિયર દરમિયાન અનેક વિવાદોમાં ઘેરાયેલા રહેલાં વોર્ન કેરિયર પૂર્ણ થયા બાદ પણ અંગત લાઇફના કારણે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. વોર્ન આજકાલ ફરી ચર્ચામાં છે અને આ વખતે તેણે મેચ ફિક્સિંગને લઈને સનસનાટી ભર્યો દાવો કર્યો છે.
કોણ કહે છે કે ટેસ્ટ મેચમાં રોમાંચ કે રસાકસી નથી રહ્યા? ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશિઝ સીરિઝની સિડની ટેસ્ટ છેલ્લા બોલ સુધી ઉત્તેજનાપૂર્ણ રહ્યા બાદ ડ્રોમાં પરિણમી એ તેનું જીવંત ઉદાહરણ છે. સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનના રૂપમાં છેલ્લી જોડી મેદાન પર હતી અને ઓસ્ટ્રેલિયન ટીમ - અનેક પ્રયાસો છતાં - છેલ્લી વિકટે ઝડપી શકી નહીં. અને યજમાન ટીમ ફક્ત એક વિકેટના અંતર સાથે વિજયથી વિમુખ રહી ગઈ.
સેન્ચુરિયનમાં ઐતિહાસિક જીત મેળવીને શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાએ જોહાનિસબર્ગમાં મેચ ગુમાવીને શ્રેણી જીતવાની મોટી તક ગુમાવી દીધી છે. જોહાનિસબર્ગ ટેસ્ટમાં યજમાન સાઉથ આફ્રિકાએ શાનદાર રમત બતાવતા ભારતીય ટીમને ૭ વિકેટે હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાની આ જીત સાથે શ્રેણી ૧-૧ની બરાબરી પર છે. આમ હવે કેપટાઉનમાં રમાનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં શ્રેણીના વિજેતાનો નિર્ણય થશે. સાઉથ આફ્રિકાની જીતમાં કેપ્ટન ડીન એલ્ગરે મોટો ફાળો આપ્યો હતો. તેના ઉપરાંત રેસી વેન ડેર ડ્યુસે પણ શાનદાર ઇનિંગ રમી હતી. એલ્ગરે અણનમ ૯૬ રન બનાવ્યા હતા જ્યારે ડ્યુસે મહત્ત્વપૂર્ણ ૪૦ રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ થાય તે પૂર્વે જ નોવાક જોકોવિચનો વિજય થયો છે. તેનો આ ‘મેચ’ કોર્ટની બહાર ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે હતો. પોતાનું ટાઈટલ બચાવવા મેલબોર્ન પહોંચેલા વિશ્વના આ નંબર વન ખેલાડીએ કોરોના વેક્સિન ના લીધી હોવાથી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો અને વિઝા રદ કરી દેવાયા હતા. હવે જોકોવિચને કોરોના વેક્સિન સાથે જોડાયેલા સમગ્ર મામલે કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે જોકોવિચના પક્ષમાં નિર્ણય લેતા વિઝા રદ્દ ન કરવાનો આદેશ આપ્યો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આઇસીસીએ સ્લો ઓવર રેટ માટે પેનલ્ટીનો નિયમ લાગુ કર્યો છે.
