ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસ - શનિવારે ન્યૂઝીલેન્ડના ડાબોડી સ્પિનર એજાઝ પટેલે ઇતિહાસ રચ્યો. એજાઝે એક જ ઇનિંગમાં ટીમ ઇંડિયાની તમામ ૧૦ વિકેટ ઝડપીને જિમ લેકર (ઇંગ્લેન્ડ) અને અનિલ કુંબલે (ભારત)ની ક્લબમાં સ્થાન મેળવ્યું. જોકે આવા શાનદાર પ્રદર્શન છતાં ન્યૂઝીલેન્ડનો ૩૭૨ રને કારમો પરાજય એજાજની સોનેરી સિદ્ધિમાં લોઢાની મેખ સમાન બની રહ્યો. ભરૂચ જિલ્લાના ટંકારિયાના મૂળ વતની એજાઝ પટેલે તેના જન્મસ્થળ એવા મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે તે નોંધનીય છે.
રમતગમત
Block: Site: Subtree Block
માદરે વતન દક્ષિણ ગુજરાતનું ગામ, જન્મ મુંબઇમાં અને કર્મભૂમિ બન્યું ન્યૂઝીલેન્ડ. સંયોગ એવો સર્જાયો કે મુંબઇની જમીન પર જ ક્રિકેટના સપનાં જોનાર યુવાન બીજા દેશ વતી ભારત સામે રમવા આવ્યો અને મુંબઇના આંગણે રેકોર્ડ બનાવી નાંખ્યો. વાત થઇ રહી છે ભારતમાં જ જન્મેલા ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર એજાઝ પટેલની.
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રમાયેલી એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને યજમાન ટીમ સામે શરમજનક પરાજ્યનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિટિશ ટીમને નવ વિકેટે કારમો પરાજય આપીને પાંચ મેચની સિરીઝમાં ૧-૦તી સરસાઇ મેળવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે જ ટીમ મોટી મુસીબતમાં ફસાઇ છે. થ્રો-ડાઉન દરમિયાન કાંડામાં ગંભીર ઇજા થતાં અનુભવી ઓપનર રોહિત શર્માને ટેસ્ટ સીરિઝ પડતી મૂકવાની ફરજ પડી છે.
દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ડિએગો મારાડોનાની દુબઇમાંથી ચોરાયેલી મૂલ્યવાન ઘડિયાળ આસામમાંથી મળી છે. ચોરીની આ ઘટનાને અંજામ આપનાર ભારતીયને પોલીસે આસામથી ઝડપી લઇને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે બીડબ્લ્યુએફ (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય પુરુષ શટલર બન્યો છે. રવિવારે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિંગાપોરના લોહ કીન યેવએ ભારતના કિદામ્બી શ્રીકાંતને ૨૧-૧૫, ૨૨-૨૦થી હરાવ્યો હતો અને તેણે પોતાના દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
યુએસ ઓપન ગ્રાન્ડ-સ્લેમમાં ચેમ્પિયન બનેલી વિશ્વની બીજી યંગેસ્ટ ટેનિસ પ્લેયર બ્રિટનની એમ્મા રાડૂકાનુને બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ જાહેર થયો છે. ૧૯ વર્ષીય રાડૂકાનુ ગ્રાન્ડ-સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ક્વોલિફાયર બની હતી, જેણે ન્યૂ યોર્કમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.
ઝાય રિચાર્ડસને ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલમાં રમાયેલી બીજી ડે-નાઈટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૨૭૫ રનના જંગી માર્જિનથી હરાવીને પાંચ ટેસ્ટ એશિઝ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ડે-નાઈટ ટેસ્ટમાં વિજય મેળવવાનો પોતાનો રેકોર્ડ અકબંધ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વિજય માટે આપેલા ૪૬૮ રનના જંગી ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૧૯૨ રનના સ્કોરે સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેન ટેસ્ટમાં નવ વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ ચાલુ વર્ષે ૧૧મી વખત ૨૦૦ કરતાં ઓછાં સ્કોરમાં ઓલઆઉટ થયું છે. લાબુશેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બ્રિટનના સૌથી સફળ સ્પોર્ટિંગ કપલ જેસન અને લોરા કેનીને વધુ એક સિદ્વિ મેળવી છે. સાઇક્લિસ્ટ જેસનને બ્રિટનના નાઇટહુટ અને લોરાને ડેમહુડથી સન્માનિત કરાયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ-સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હરભજને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે જલંધરની નાની ગલીઓથી ટીમ ઇન્ડિયાના ટર્બાનેટર તરીકેની છેલ્લા ૨૫ વર્ષની સફર શાનદાર રહી છે.
