મહેસાણાની યુવા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે અંડર-૧૯ વર્લ્ડ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં નંબર વનનું રેન્કિંગ મેળવીને ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. વર્ષ ૨૦૧૧થી વર્લ્ડ જુનિયર રેન્કિંગ અપાય છે જેમાં અત્યાર સુધી બોય્ઝ વિભાગમાં ભારતના ત્રણ ખેલાડીઓ નંબર વનનું સ્થાન મેળવી ચૂક્યા છે, પરંતુ ગર્લ્સ વિભાગમાં વિશ્વસ્તરે ટોચનાં ક્રમે પહોંચનારી તસ્નીમ ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે.
રમતગમત
Block: Site: Subtree Block
દક્ષિણ આફ્રિકા સામેની ૩ ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થતાં છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇ સાથે શિંગડા ભેરવી રહેલા કપ્તાન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કપ્તાનીને અલવિદા કરી દેતાં ભારતીય ક્રિકેટમાં કોહલી યુગનો અંત આવી ગયો છે. ચાર મહિનાના ટૂંકાગાળામાં કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી છે. કોહલીના યુગના અંતની શરૂઆત યુએઇમાં ટી-20 વર્લ્ડકપમાં ભારતના કંગાળ દેખાવ બાદ થઇ હતી. ત્યારબાદના વિવાદોએ કોહલીને ટી-20 અને વન-ડે ટીમની કેપ્ટનશિપ છોડવાની ફરજ પડી અને હવે તેની પાસેથી ટેસ્ટ ટીમની કપ્તાની પણ છીનવી લેવાઇ છે. બીસીસીઆઇમાં ચાલતા ઘમસાણ વચ્ચે ભારતના પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ કોહલીના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી હતી.
ટેનિસ સુપરસ્ટાર સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચના ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. ઓસ્ટ્રેલિયન કોર્ટનો નિર્ણય તેની વિરુદ્ધમાં આવ્યાના એક કલાકમાં જ જોકોવિચ તેની ટીમ સાથે મેલબોર્ન એરપોર્ટ પહોંચી ગયો હતો અને ઓસ્ટ્રેલિયાથી રવાના થઇ ગયો હતો.
ઇંડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં ૧૦ ટીમોએ કુલ રૂ. ૫૫૧.૭ કરોડ ખર્ચીને ૨૦૪ ખેલાડીઓને કરારબદ્ધ કર્યા છે. આમાંથી ૬૭ વિદેશી ખેલાડી છે તો બાકીના ૧૩૭ ભારતીય ખેલાડી છે અને આમાંથી ૧૧ ખેલાડી ગુજરાતમાંથી છે. ૨૦૪ ખેલાડીઓમાંથી ૧૪૬ ખેલાડી ઓલરાઉન્ડર અથવા બોલર્સ છે. ટોચના ૩૦ ખેલાડીઓમાં માત્ર સાત બેટ્સમેન અથવા વિકેટકીપર છે. રૂ. ૧૦ કરોડ કે તેથી વધારે રકમ હાંસલ કરનાર ૧૧માંથી પાંચ ખેલાડી બોલર અને ત્રણ ઓલરાઉન્ડર છે. અન્ય ખેલાડીઓમાં બે આક્રમક બેટ્સમેન ઇશાન કિશન અને નિકોલસ પૂરન છે. ૧૦ કરોડ પ્લસની યાદીમાં એક માત્ર નિષ્ણાત વિકેટકીપર છે.
ભારતનો માત્ર ૨૩ વર્ષનો યુવા વિકેટકિપર બેટ્સમેન ઈશાન કિશન આઈપીએલના ઈતિહાસનો બીજા ક્રમનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. ઈશાન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જ હતો અને તેની જ ફ્રેન્ચાઈઝીએ તેને ૧૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશનને ખરીદવા માટે ૧૫.૨૫ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. મુંબઇની ફ્રેન્ચાઇઝીએ તેની ઉપર હાઇએસ્ટ મની ખર્ચ્યા હતા. રવિવારે બીજા દિવસે મુંબઇએ ટિમ ડેવિડને ૮.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની કોઇ વિદેશી ખેલાડી ઉપર ખર્ચવામાં આવેલી હાઇએસ્ટ બીડ હતી.
યુવા ફાસ્ટ બોલર અવેશ ખાન આઈપીએલની હરાજીમાં સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બન્યો હતો.
રવિવારે સમાપ્ત થયેલા આઇપીએલના બે દિવસના મેગા ઓક્શને સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે ટૂર્નામેન્ટમાં ગુજરાતી ખેલાડીઓનો ડંકો વાગશે. બેંગ્લૂરુમાં યોજાયેલી હરાજીમાં ગુજરાતી ખેલાડીઓની કરોડોમાં બોલી બોલાઈ હતી. પ્રથમ દિવસે લખનઉ સુપર જાયન્ટ્સે કૃણાલ પંડ્યાને રૂ. ૮.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હર્ષલ પટેલને રિલીઝ કર્યા બાદ ઓક્શનમાં રૂ. ૧૦.૭૫ કરોડમાં ફરી મેળવ્યો હતો. હર્ષલ પટેલે ગત સિઝનમાં હેટ્રિક લીધી હતી અને તે બોલિંગ તેમજ બેટિંગ બન્નેમાં પાવરધો હોવાથી તેને સારું વળતર મળ્યું છે.
આઈપીએલમાં સામેલ થયેલી નવી અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા ટીમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ ‘ગુજરાત ટાઈટન્સ’ રાખ્યું છે. ટીમના તેજીલા તોખાર જેવા કેપ્ટન હાર્દિક પંડ્યા, હેડ કોચ આશિષ નેહરા અને સીવીસી કેપિટલ્સના સિદ્ધાર્થ પટેલે ભારત વિરુદ્ધની બીજી વન-ડે અગાઉ પ્રી-મેચ શો દરમિયાન ટીમના નામની જાહેરાત કરી હતી.
આઇપીએલ ૨૦૨૨ની હરાજીમાં હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી)એ ૧૦.૭૫ કરોડમાં રૂપિયામાં ખરીદીને પોતાની સાથે ફરી સામેલ કર્યો છે. આ પહેલા આરસીબીએ તેને રિટેન કર્યો ન હતો, પરંતુ હવે પાંચ ગણી રકમ ચૂકવીને તેને ફરીથી પોતાની સાથે સામેલ કર્યો છે. હર્ષલ પટેલ ૨૦૨૧માં આઇપીએલ સિઝનમાં ૩૨ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો.
