આઇપીએલ ૨૦૨૨ માટે ખેલાડીઓની હરાજીમાં બીજા દિવસે ગુજરાતી ખેલાડીઓની માગ વધી હતી. સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટ રમતા ભાવનગરના ઝડપી બોલર ચેતન સાકરિયાને આ વખતે લોટરી લાગી છે.
રમતગમત
Block: Site: Subtree Block
ઈન્ડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં દરેક ટીમના માલિક, મેંટર અને કોચ બેંગલુરુમાં હાજર રહ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન પણ હાજર રહ્યાં હતાં. તેમની સાથે જુહી ચાવલાની દીકરી જ્હાન્વી મહેતા પણ હાજર રહી હતી.
ભારતના ૧૬ વર્ષના ટીનેજ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રાગનનંદાએ શતરંજની બાજીમાં મેજર અપસેટ સર્જીને દુનિયામાં મચાવી દીધી છે. ચેન્નઈના પ્રાગનનંદાએ સોમવારે સવારે ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા સેશનમાં દુનિયાના નંબર વન ચેસ માસ્ટર મેગ્નસ કાર્લસનને ૩૯મી ચાલમાં જ હરાવી દીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી૨૦ મેચમાં ૧૭ રને વિજય સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ ભારતે ૩-૦થી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત તરફથી અવેશ ખાને ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. મેચમાં રોહિતે ઓપનિંગ કરવાને બદલે ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને જવાબદારી સોંપી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૮૫ રન બનાવ્યા હતા.
વિશ્વની સૌથી સફળ ક્રિકેટ લીગ આઇપીએલમાંથી પ્રેરણા લઇને હવે દુબઈમાં પણ ટી૨૦ લીગ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. ટૂંક સમયમાં અમિરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) આ લીગની જાહેરાત કરી શકે છે. શાહરુખ ખાન પણ આ લીગનો ભાગ બનવા જઈ રહ્યો છે.
આખરે સહુ કોઇએ ધાર્યું હતું તેમ જ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શ્રીલંકા સામેની ઘરઆંગણાની ટી૨૦ અને ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં રોહિતને કેપ્ટન્સી સોંપાઇ છે. જ્યારે બુમરાહને વાઈસ કેપ્ટન બનાવાયો છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકેની ઓળખ ધરાવતા ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાને પડતા મૂકાયા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે અંતે લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ પોતાનો લોગો જારી કર્યો છે. અમદાવાદ સ્થિત નવી ફ્રેન્ચાઈઝીએ મેટાવર્સ પર ટાઇટન્સ ડગઆઉટના માધ્યમથી પોતાનો લોગો રિલીઝ કર્યો હતો. ફ્રેન્ચાઈઝીએ ૧૯ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે ધ ટાઇટન્સ ડગઆઉટ નામના મેટાવર્સમાં એક વર્ચ્યુઅલ સ્પેસ બનાવ્યું છે. જ્યાં ફેન્સ ટીમ સાથે સીધા જ જોડાઈ શકશે. આ પછી બીજા દિવસે ટીમે લોગોનું અનાવરણ કરવાની સાથે વર્ચ્યુઅલ દુનિયામાં એન્ટ્રી કરી હતી.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના આવતા વર્ષે યોજાનારા સેશનની યજમાનગતિ ભારત કરશે. ૨૦૨૩મા મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ મીટિંગ યોજાશે. ભારતે ૧૯ ફેબ્રુઆરીએ ચીનના બૈજિંગ ખાતે યોજાયેલા ૧૩૯મા આઇઓસી સેશન દરમિયાન ૨૦૨૩ની યજમાનીના અધિકાર હાંસલ કર્યા હતા. સેશનની યજમાનગતિ માટે થયેલા વોટિંગમાં ભારતે ૯૯ ટકા એટલે કે ૭૬માંથી ૭૫ વોટ મેળવ્યા હતા.
પૂર્વ ભારતીય શીખ મોડેલ અને ઈન્વેસ્ટર ગુરપ્રીત ગિલ માગે ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં અત્યંત સફળતા પ્રાપ્ત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદી સામે લંડનની હાઈકોર્ટમાં પાંચ મિલિયન પાઉન્ડ (રૂ. 50 કરોડ)ની નુકસાનીના વળતરનો દાવો માંડ્યો છે. લલિત મોદીએ કોન્ટ્રાક્ટનો ભંગ અને છેતરપિંડીથી લાખો ડોલરનું નુકસાન ગયું હોવાનું આ કાનૂની દાવાના દસ્તાવેજોમાં જણાવાયું છે.
ઝમકદાર ટી20 ક્રિકેટ લીગ આઇપીએલ માટે તખતો તૈયાર થઇ ગયો છે. 26 માર્ચથી શરૂ થઇ રહેલી આ ટૂર્નામેન્ટની 15મી સિઝન માટે માટે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે માટે ઘણા નિર્ણય લીધા છે, જેમાં મુંબઈ અને પૂણેના કુલ ચાર સ્ટેડિયમમાં 70 લીગ મેચ રમાડવામાં આવશે.
