આઈપીએલની 15મી સિઝન નજીક આવી ગઈ છે ત્યારે બ્રોડકાસ્ટર સ્ટાર ડિઝની પણ ક્રિકેટ ચાહકોને ઉચ્ચ સ્તરીય મનોરંજન પૂરું પાડવા માટે સજ્જ છે. આઇપીએલ 2022ની સિઝનમાં ગુજરાતી સહિત વિવિધ આઠ ભાષાઓમાં કુલ 80 જેટલા કોમેન્ટ્રેટર્સની ટીમ કોમેન્ટરી આપશે.
રમતગમત
Block: Site: Subtree Block
વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ક્રિકેટ લીગ આઈપીએલ 26 માર્ચથી શરૂ થઇ રહી છે. જેમાં લીગનો પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને શ્રૈયસ ઐયરની કેપ્ટન્સી ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.
લોર્ડ કમલેશ પટેલે ક્રિકેટર અઝીમ રફિક રેસિઝમ કૌભાંડના પગલે આંતરિક યાદવાસ્થળીના પગલે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ છોડી દેવાની ધમકી ઉચ્ચારી છે. લોર્ડ પટેલ સામે આક્ષેપો કરાઈ રહ્યા છે કે તેમણે આ કૌભાંડનો મામલો યોગ્ય રીતે હાથ ધર્યો નથી. ચોતરફથી ઘેરાયેલા YCCCના ચેરમેન લોર્ડ પટેલે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ-ECB ને પત્ર લખી બોર્ડ તરફથી પૂરતા સહયોગના અભાવે તેઓ કામ કરી શકશે નહિ તેમ જણાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલના દુકાળનો અંત આણતા સોનલ પટેલ અને ભાવિના પટેલે આઈટીટીએફ ઈજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રાયન હેરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરી છે. હેરિસ હાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની સાથે એશિઝ પ્રવાસે છે. જોકે ડાબા ઘૂંટણની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાએ તેને એસેક્સ સામેની આખરી પ્રેકિટ્સ મેચ માટેની ટીમમાં સ્થાન આપ્યું નહોતું. તેના ઘૂંટણમાં સોજો હતો અને તેની ઈજા ગંભીર હતી. ઈજાના કારણે એશિઝ ટેસ્ટ શ્રેણી ગુમાવવાથી વ્યથિત થઇને તેણે અચાનક આ નિર્ણય લઈ લીધો હતો.
પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં જમૈકન દોડવીર અસાફા પોવેલે પુરુષ વિભાગની ૧૦૦ મીટરની રેસ જીતી છે, જ્યારે મહિલા વિભાગમાં જમૈકાની શેલી એન ફ્રેઝરે બાજી મારી છે. જમૈકાના ઝડપી દોડવીર અસાફા પોવેલે શાનદાર પ્રદર્શન કરતાં પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં ૯.૮૧ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરની રેસ જીતી હતી.
કેપ્ટન ફાફ ડુપ્લેસિસની અણનમ અડધી સદી અને પેસ બોલરોની ઉત્કૃષ્ટ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ પહેલી ટ્વેન્ટી૨૦ મેચમાં રવિવારે બાંગ્લાદેશને બાવન રને કારમો પરાજ્ય આપીને પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલના દુકાળનો અંત આણતા સોનલ પટેલ અને ભાવિના પટેલે આઈટીટીએફ ઈજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમે રવિવારે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. મેગ લેનિંગના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે વિક્રમજનક સાતમી વખત આઈસીસી મહિલા વિશ્વકપ ખિતાબ પોતાના નામે કર્યો હતો. રોમાંચક ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લેન્ડને 71 રને હરાવીને વિશ્વ ચેમ્પ્યિન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું.
આઇપીએલમાં આગમન સાથે જ ગુજરાત ટાઇટન્સે વિજયપતાકા લહેરાવ્યા છે. પહેલી જ વખત ટૂર્નામેન્ટમાં ઉતરેલી આ ટીમનું સુકાન એક ગુજરાતી હાર્દિક પંડ્યાએ સંભાળ્યું છે. અને તેના નેતૃત્વમાં ટીમે સતત બીજા મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ, બીજા ક્રમે સૌથી વધુ વખત આઇપીએલ ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નઇ સુપરકિંગ્સનો સતત ત્રીજા મેચમાં પરાજય થયો છે. આ ટીમનું સુકાન પણ એક તેજતર્રાર ગુજરાતી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સંભાળી રહ્યો છે.
