પહેલાં વેસ્ટ ઇન્ડિઝ અને હવે શ્રીલંકા. ટીમ ઇંડિયાને સતત બીજી ટી20 શ્રેણીમાં પ્રતિસ્પર્ધી ટીમનો 3-0 વ્હાઇટવોશ કરીને વિજયપતાકા લહેરાવ્યા છે. શ્રેયસ ઐયરે વિસ્ફોટ ફોર્મ જારી રાખતાં સળંગ ત્રીજી ટી20માં અડધી સદી સાથે 45 બોલમાં અણનમ 73 રન નોંધાવીને ભારતને શ્રીલંકા સામેની ત્રીજી અને આખરી ટી૨૦માં છ વિકેટથી વિજય અપાવ્યો હતો. શ્રીલંકાએ સાત વિકેટે ૧૪૭ રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે 16.5 ઓવરમાં સાત વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
વિશ્વના મહાન બોલરોમાંના એક ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્નનું બાવન વર્ષની વયે હાર્ટએટેકથી મૃત્યુ થતાં ક્રિકેટજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ થાઈલેન્ડ ખાતેના વિલામાં શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃત્યુના થોડા કલાકો પહેલાં તો તેણે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રોડની માર્શના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી.
શ્રીલંકા સામેની બે મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ અને 222 રને શાનદાર વિજય મેળવ્યો છે. ભારતના આ ઝમકદાર વિજયનો હીરો હતો રવીન્દ્ર જાડેજા. તેણે અણનમ 175 રન નોંધાવ્યા બાદ શ્રીલંકાની બંને ઇનિંગ મળીને કુલ નવ વિકેટ ઝડપી હતી. શાનદાર દેખાવ બદલ જાડેજાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો છે. મોહાલીમાં રમાયેલી આ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગમાં ઝમકાદર દેખાવ કરતાં મેચનું પરિણામ ત્રીજા જ દિવસે આવી ગયું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઊતરેલી ભારતીય ટીમે આ સાથે જ 1-0ની લીડ હાંસલ કરી છે.
મહિલા વિશ્વ કપમાં ભારતે વિજયી શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટની પ્રથમ જ મેચમાં વિમેન્સ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 107 રનથી હરાવી દીધું છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાક. ટીમને સતત 11મી વખત હરાવીને વિક્રમ સર્જ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટના ભાોગે 244 રન કર્યા હતા. સ્મૃતિ મંધાનાએ 52 રન, દીપ્તિ શર્માએ 40 રન, પૂજા વસ્ત્રકરે 67 રન અને સ્નેહ રાણાએ અણનમ 53 રનની ઇનિંગ નોંધવી હતી.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર રોડની માર્શનું નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા અને ગયા સપ્તાહે હાર્ટએટેક આવ્યા બાદ તેઓ કોમામાં સરી પડયા હતા. રોડની માર્શે 1970થી 1984ના ગાળામાં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ મેચ રમી હતી અને તેમણે ટેસ્ટ કારકિર્દીમાં 355 શિકાર ઝડપ્યા હતા, જે તેમના નિવૃત્તિના સમયે એક વર્લ્ડ રેકોર્ડ હતો.
ભારતીય ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકાયેલો સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આગામી ઇંગ્લિંશ કાઉન્ટી સિઝનમાં સસેક્સ કલબ માટે રમશે અને તે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડનું સ્થાન લેશે.
ટીમ ઇંડિયાએ બીજી ટેસ્ટમાં પણ મહેમાન શ્રીલંકાને હરાવીને બે મેચની સીરિઝ 2-0થી કબ્જે કરી છે. આ સાથે જ ભારતે ઘરઆંગણે સતત 15મી સીરિઝ જીતી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પિન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં શ્રીલંકા સામે મેચ જીતવા 447 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં સમગ્ર ટીમ માત્ર 208 રન જ કરી શકી હતી. ભારતની જીતમાં બીજી ઈનિંગ દરમિયાન અશ્વિને 4 તથા બુમરાહે 3 વિકેટ લીધી છે. જ્યારે અક્ષર પટેલે 2 તથા રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી છે. પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ શ્રેયસ અય્યર (92 રન અને 67 રન)ને મળ્યો છે. જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝ રિષભ પંત (185 રન - આખી સિરીઝમાં)ને પસંદ કરાયો છે.
જેન્ટલમેન્સ ગેમ ક્રિકેટના નિયમો ઘડતી સંસ્થા મેલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ કેટલાક નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે, જે આગામી ઓક્ટોબરથી અમલી બનશે. નવા ફેરફાર અનુસાર વિવાદાસ્પદ બનેલું ‘માંકડિંગ’ હવે ખેલભાવનાથી વિપરિત એવું ‘અનફેર પ્લે’ નહીં ગણાય, પરંતુ ખેલાડી રનઆઉટ ગણાશે. આ ઉપરાંત હવે ખેલાડીઓ બોલને ચમકાવવા માટે તેના પર સલાઇવા (લાળ) લગાવી શકશે નહીં.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધારે ગોલ નોંધાવનારો ફૂટબોલર બન્યો છે. પ્રીમિયર લીગમાં ગયા શનિવારે રાત્રે ટોટેનહામ સામે માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા રોનાલ્ડોએ આ સિદ્ધિ નોંધાવી હતી. 37 વર્ષ અને 35 દિવસના રોનાલ્ડોએ આ વિશ્વવિક્રમ સ્થાપવાની સાથે સાથે ક્લબ કેરિયરની 49મી હેટ્રિક પણ નોંધાવી છે.
આઈપીએલ ટી20 લીગની 15મી સિઝન નવા નિયમો સાથે રમાશે અને ગવર્નિંગ કાઉન્સિલે અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)થી લઈને કેચઆઉટ અને રનઆઉટના નિયમો પણ બદલ્યા છે.
