આવતા વર્ષે બ્રાઝિલના રિયો શહેરમાં ઓલિમ્પિક્સ યોજાશે. આ રમતોત્સવના ૩૯૯ દિવસ પૂર્વે ઓલિમ્પિક ગેમ્સની મશાલની ડિઝાઇન બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ખુલ્લી મુકાઈ હતી.
રમતગમત
Block: Site: Subtree Block
ન્યૂઝીલેન્ડના સિનિયર ખેલાડી રોસ ટેલરે સોમવારે પોતાની કારકીર્દિની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે નેધરલેન્ડ્સ સામેની અંતિમ વન-ડે બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.
યજમાન સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૩૧ રને વિજય મેળવવાની સાથે બે મેચની સિરીઝ ૨-૦થી કબ્જે કરી છે. ઢાકામાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ બાવન રને વિજય મેળવ્યો હતો.
બ્રિટિશ તામિલ લીગની એક મેચ દરમિયાન ૨૪ વર્ષીય ક્રિકેટરનું છાતીમાં બોલ વાગવાથી નિધન થયું હતું. રવિવારે રમાયેલી આ મેચમાં તામિલ મૂળનો બવલાન પદ્મનાથન્ મનિપય પેરિશ સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમતો હતો.
પોતાની લેગ સ્પિન બોલિંગથી વિશ્વભરના બેટ્સમેનો માટે ક્રિઝ પર ટકવાનું મુશ્કેલ કરી દેનાર ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલે પોતાની સાથે થયેલા શારીરિક ઉત્પીડનનો ઘટસ્ફોટ કર્યો છે. ચહલે 2013ની એક ખોફનાક ઘટના અંગે જણાવ્યું છે કે જ્યારે હું આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો હતો ત્યારે નશામાં ધૂત થયેલા એક ખેલાડીએ મને હોટેલના 15મા માળે બાલ્કનીની બહાર લટકાવી દીધો હતો. બેંગ્લોરમાં એક મેચ બાદ અમારી પાર્ટી હતી. અમારો એક સાથી ખેલાડી નશામાં ચૂર હતો અને તે મને નફરતથી જોઈ રહ્યો હતો. તેણે મને એક ખૂણામાં બોલાવ્યો હતો અને પછીથી મને બાલ્કનીની બહાર લટકાવી દીધો હતો. જોકે ચહલે આ ખેલાડીના નામનો ઘટસ્ફોટ કર્યો નથી.
આઇપીએલ સિઝન-15માં એન્ટ્રી સાથે જ લાગલગાટ ત્રણ વિજય મેળવનાર ગુજરાત ટાઇટન્સના વિજયરથને હૈદરાબાદ સનરાઇઝર્સે અટકાવ્યો છે. કેપ્ટન કેન વિલિયમ્સની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સોમવારે રમાયેલી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાતના સાત વિકેટે 162 રનના જવાબમાં હૈદરાબાદ ટીમે 19.1 ઓવરમાં બે વિકેટે 168 રન બનાવીને વિજય હાંસલ કર્યો હતો. વિલિયમ્સને 46 બોલમાં 57, અભિષેકે 42 તથા નિકોલસ પૂરને અણનમ 34 રન બનાવીને ટીમના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર નરી કોન્ટ્રાક્ટરને ઈ.સ. 1962માં રમાયેલી બાર્બાડોસ ટેસ્ટમાં ચાર્લી ગ્રિફિથનો બાઉન્સર માથામાં વાગતા તેમને એકથી વધુ સર્જરી કરાવવી પડી હતી અને ત્યારે તેમના માથામાં ટાઈટેનિયમની પ્લેટ મૂકાઇ હતી. આશરે ૬૦ વર્ષ સુધી આ પ્લેટ સાથે જીવ્યા બાદ હવે મુંબઈમાં સર્જરી કરીને કોન્ટ્રાક્ટરના માથામાંથી પ્લેટને દૂર કરાઇ છે.
ટીમ ઇંડિયા વર્ષ ૨૦૧૬ની ક્રિકેટ સિઝનનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે કરશે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ભારત ૧૨મી જાન્યુઆરીથી પાંચ વન-ડે મેચની શ્રેણી રમશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે.
સાઉથ કોરિયાના ગ્વાંગઝુમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટીમે ભગો વાળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમનો મુકાબલો ઇટલી સામે હતો, પરંતુ ભારતીય ટીમના ખેલાડીઓ અને કોચ નિયત સમયે મેદાન પર જ ન પહોંચતા ઇટલીને બ્રોન્ઝ મેડલ આપી દેવાયો હતો.
ટોપ સિડેડ નોવાક જોકોવિચે મંગળવારે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડના મુકાબલા દરમિયાન એક બોલગર્લ સામે ગુસ્સો કરવા બદલ માફી માગી છે.
