વેસ્ટ ઇન્ડિઝ સામે થયેલા કારમા પરાજય બાદ હતાશ થયેલા ઇંગ્લેન્ડના સુકાની જોઈ રુટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. રુટ છેલ્લા પાંચ વર્ષથી ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ રૂટના નામે છે. રુટે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ માટે 27 ટેસ્ટ મેચ જીતીને માઈકલ વોન (26), સર એલિસ્ટર કૂક (24) અને સર એન્ડ્રુ સ્ટ્રોસ (24)ને પાછળ છોડી દીધા છે. તેણે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે મારા દેશની કેપ્ટનશીપ કરવાનું મને ખૂબ જ ગર્વ છે અને હું છેલ્લા પાંચ વર્ષને ખૂબ ગૌરવ સાથે નિહાળીશ. ઈંગ્લેન્ડ ક્રિકેટના કસ્ટોડિયન તરીકે સેવા આપવી એ સન્માનની વાત છે.
રમતગમત
Block: Site: Subtree Block
ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે એન્ડ્ર્યુ મેકડોનાલ્ડની ચાર વર્ષ માટે વરણી કરાઇ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ઇન્ટરિમ કોચ રહ્યા બાદ મેકડોનાલ્ડ સાથે રેગ્યુલર કોચ તરીકે કરાર કરાયા છે.
આઇપીએલ સિઝન-૧૫ની લીગ મેચ આગળ વધી રહી છે તેમ તેમ રસાકસી વધી રહી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન્સ મુંબઇ ઇંડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ એક-એક વિજય માટે ઝઝૂમી રહ્યા છે તો આ સિઝનમાં જ પદાર્પણ કરનારી લખનઉ જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વિજય પતાકા લહેરાવી રહ્યા છે. આ સિઝનની પહેલ હેટ્રિક યુજવેન્દ્ર ચહલના નામે નોંધાઇ છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં આ સિદ્ધ મેળવી હતી.
આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ પોઝિટિવ જાહેર થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ કોરોનાથી સંક્રમિત થતાં ચિંતાનું મોજું ફેલાયું છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંનો એક માનવામાં આવે છે. આ દિગ્ગજ બોલરને લાગે છે કે જો વિરાટ કોહલી તેના સમયકાળમાં રમતો હોત તો તે એટલા રન બનાવી શક્યો ન હોત જેટલા હાલમાં તેણે બનાવ્યા છે.
ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009 અને 2017માં ચેમ્પિયન બનેલી ટીમની સભ્ય હતી.
ઇંડિયન સુપર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટની બીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ થઈ ગઈ છે. જેમાં ભારતનો સુપર સ્ટ્રાઈકર સુનિલ છેત્રી રૂ. ૧.૨૦ કરોડ મેળવીને સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટ્વેન્ટી૨૦માં ૮ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ટી૨૦ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ક્રિસ ગેઇલે આ સિદ્ધિ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં જમૈકા તાલાવહ તરફથી રમતાં મેળવી હતી.
સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં શાનદાર બેટિંગનો સિલસિલો જારી રાખતાં ૧૦૫ રનની ઈનિંગ્સ રમી હતી.
યુવા ખેલાડીઓની બનેલી ટીમ ઇંડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસનો રોમાંચક વિજય સાથે પ્રારંભ કર્યો છે. છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી પ્રથમ વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને ચાર રનથી પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવી છે.
