અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ફેલિક્સે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે વર્તમાન સિઝનમાં હવે ટ્રેક એન્ડ ફિલ્ડ ઉપર આનંદ માણવાનો સમય છે. જો તમે ચાલુ વર્ષે એથ્લેટિક ટ્રેક ઉપર મને જોશો તો મને આશા છે કે હું તમારી સાથે એક પળ માટે સંસ્મરણનો હિસ્સો બનવાનો પ્રયાસ કરીશ.
રમતગમત
Block: Site: Subtree Block
સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ૭-૫, ૭-૫, ૬-૪થી એન્ડી મરેને હરાવીને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ બ્રિટનના એન્ડી મરેના વિમ્બલ્ડન અભિયાનનો અંત આવ્યો છે.
અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે.
જર્મનીના લેજન્ડરી ટેનિસસ્ટાર બોરિસ બેકરને દેશની કુખ્યાત અને જીર્ણશીર્ણ થયેલી વોન્ડસવર્થ જેલમાં ધકેલાયો છે. વૈભવી જીવનશૈલીથી ટેવાયેલા બેકરે હવે જેલની પડકારજનક જિંદગી જીવવી પડશે. બેકરને ત્રણ-ચાર દિવસ નવા આવનારા કેદીઓ માટેની વ્યવસ્થાના ભાગરૂપે અલગ રાખવામાં આવશે, આ પછી તેને છ બાય બાર ફૂટના ક્રોંક્રિટ ફ્લોરવાળી કોટડીમાં રખાશે. બેકરને નાદારી નોંધાવતી વેળા મિલકતો છુપાવવા બદલ અઢી વર્ષની જેલની સજા ફટકારાઇ છે.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) ટેસ્ટ ટીમના સુકાનીપદે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ નક્કી કર્યું હોવાના અહેવાલ છે. તાજેતરમાં જોઇ રુટે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધા બાદ સ્ટોક્સને સુકાની બનાવાશે તેવી અટકળોએ વેગ પકડયો હતો.
આઇપીએલ-2022ની સેકન્ડ ક્વોલિફાયર અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આશરે 1.10 લાખ દર્શકોની હાજરીમાં રમાશે તેવી જાહેરાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના વડા સૌરવ ગાંગુલીએ કરી છે. આઈપીએલની ક્વોલિફાયર-ટુ 27મેના રોજ યોજાશે જ્યારે ફાઈનલ 29મી મેના રોજ રમાશે.
ભારતીય ટેસ્ટ ટીમના સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાને ધમકાવવાના મામલે પ્રસિદ્ધ પત્રકાર બોરિયા મજમુદાર ઉપર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) બે વર્ષનો પ્રતિબંધ લાગુ કરી શકે છે.
આઇપીએલમાં ઝંઝાવાતી બોલિંગ કરીને સહુ કોઇનું ધ્યાન ખેંચનાર જમ્મુ-કાશ્મીરના યુવા પેસ બોલર ઉમરાન મલિકને ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમ ઇંડિયામાં સામેલ કરવા ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સુચન કર્યું છે.
આઇપીએલ સિઝન-15 રસાકસીભર્યા અપ એન્ડ ડાઉન સાથે પ્લેઓફ રાઉન્ડ તરફ આગળ વધી રહી છે. રવીન્દ્ર જાડેજાએ ચેન્નઇ સુપરકિંગ્સનું સુકાન છોડ્યું છે અને હવે ધોનીએ કેપ્ટનશીપ સંભાળી છે. આ સાથે જ ચેન્નઇએ ત્રીજો વિજય મેળવ્યો છે. જોકે આ ચેમ્પિયન ટીમ માટે હવે પ્લેઓફમાં સ્થાન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. બીજી તરફ, પહેલી જ વખત આઇપીએલ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી નવીસવી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ એક પછી એક વિજય સાથે આગેકૂચ કરી રહી છે.
ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે 2021માં ભારત પ્રવાસ વેળા વાનખેડે સ્ટેડિયમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક જ દાવમાં ઝડપેલી પરફેક્ટ 10 વિકેટ સમયે પહેરેલી ટી શર્ટની હરાજી કરશે.
