લાંબા સમય પછી હમણાં ફરી નિયમિત એક્સરસાઈઝ – વોકીંગ અને પ્રાણાયમ પર ધ્યાન આપવાનો આરંભ કર્યો. આપણે જન્મ્યા ત્યારથી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત બોલતાં - સાંભળતાં આવ્યા છીએ. આરોગ્યની બેઝિક જાળવણી માટેના તમામ માપદંડો - પરેજી - નિયમો અને લેવાતી કાળજીથી આપણે જાણકાર છીએ. મીડિયાકર્મી કે કલાકાર – રેડિયો જોકી તરીકે તો એના ઉલ્લેખો પણ અવારનવાર કર્યા જ હોય, પરંતુ જ્યારે એના પર ધ્યાન આપીને સ્વયંશિસ્તમાં રહેવાનું આવે, બધું પડતું મૂકવાનું ને સ્વાસ્થ્ય પહેલાં સંભાળવાનું આવે ત્યારે આપણે થોડા બેદરકાર થઈ જઈએ છીએ.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
શક્તિપીઠ અંબાજીની પવિત્ર ધરતી પર અરવલ્લીની ગિરિકંદરામાં વસેલું અંબાજી ગામ વિશ્વભરના કરોડો માઈભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે કારણ કે મા અંબાની શક્તિપીઠ અહીં છે. અહીં ગબ્બર પર માતાજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને અંબાજી મંદિરમાં માતાજીનું શ્રીયંત્ર છે. આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે જેથી દૂરથી માતાજીની મૂર્તિના આકાર જેવું જ લાગે છે. મા ભગવતી, કરુણા અને વાત્સલ્યનું વરદાન વરસાવનારી મા અંબા ભક્તો માટે પરામ્બા છે. શક્તિ સ્વરૂપા છે. ભક્તિની દેનાર છે. વેદોથી પણ પ્રાચીન અને શક્તિપૂંજથી ભરપૂર શક્તિપીઠ અંબાજી છે.
એક બહેન ગેસના ચુલા પર દૂધ ગરમ કરી રહ્યા હતા. સવારનો સમય હતો, બધાને પોતપોતાના પ્રાતઃકાલીન કામ પુરા કરીને જોબ અથવા કોલેજમાં જવાની ઉતાવળ હતી. એવામાં એ બહેનના મોબાઈલ ફોનની રીંગ વાગી. એમણે અવાજ સાંભળ્યો, એમના પતિએ પણ સાંભળ્યો. બહેન રસોડામાં, એના પતિ બેઠકરૂમમાં અને ફોન બેડરૂમમાં રણકી રહ્યો હતો. બંને કામમાં હતાં, સામાન્ય રીતે જેમનો ફોન હોય એ જ ઉપાડવા જાય એવું સર્વમાન્ય ચલણ હતું. પુરુષને એમ કે પત્ની હમણાં ફોન લેવા જશે, એ ના ગઈ, પોતે ઊભા થયા, ફોન હાથમાં લીધો ત્યાં ફોનની રીંગ પુરી થઈ ગઈ.
ગુજરાતના 33 જિલ્લાના 151 ગામ, નગર, શહેરમાં એકસાથે યોજાયા 151 વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક કાર્યક્રમો. ગુજરાતના 500થી વધુ સર્જકોએ શાળા-કોલેજ અને યુનિવર્સિટીઓમાં યુવાનો સાથે મળીને કરી માતૃભાષાની વંદના. ગુજરાતીને રસ પડે એવા ગુજરાતી સાહિત્યના કાવ્ય સંમેલન, વાચિક, પરિસંવાદ, કાવ્યસંગીત, વ્યાખ્યાન જેવા કાર્યક્રમો થકી ગુજરાતી સૂર – શબ્દ પહોંચ્યા અંતરિયાળ ગામો સુધી.
‘પરમ કલ્યાણનું નામ શિવ છે, ભગવાન સર્વતોભાવથી શિવ સ્વરૂપ છે તે બતાવવા તેમનું નામ શિવ રાખ્યું છે. જ્ઞાન અને વૈરાગ્યના દેવ છે શિવ.’ સ્વામી સચ્ચિદાનંદજીએ એમના પુસ્તક ‘શિવતત્ત્વ નિર્દેશ’માં આમ લખ્યું છે.
‘મને લાગે છે કે આજથી હવે મારે તારું ‘ખાસ’ નામ પાડી દેવું છે.....’ નીલાએ નીલને કહ્યું. ‘તો તો મારે તને પગે લાગવું પડશે, નામ પાડીને ફૈબા બનવાનો જો લ્હાવો લેતા હો તો...’ મસ્તીમય અદામાં નીલ ઝુક્યો અને નીલાને પગે લાગ્યો ને બોલ્યો, ‘પણ મારું નામ તો કહો...’ અને નીલાએ એના ગાલ પર ચીમટી ભરતાં કહ્યું, ‘આજથી તું મારો રંગ છે. હવે તારું નામ રંગ... રંગ જેણે મને રંગી નાખી, રંગ જે મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવે છે, રંગ જે હવામાં છોળ બનીને ઊડતો રહે છે અને રંગ જે પાણીમાં ભળી રંગીન થઈ ભીંજવતો રહે છે.’
‘કમલેશે, અમારી સાત દાયકાની દોસ્તીનો દસ્તાવેજ એક વાર લખ્યો હતો. 1955માં સાવરકુંડલાની કુંડલા હાઈસ્કૂલના પાંચમા ધોરણથી અમારી દોસ્તી રહી, તે એની અંતિમ ક્ષણો સુધી રહી.’ આ શબ્દો કમલેશ આવસત્થીના સ્મરણમાં કહે છે ભાવનગરના સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ નવીન રાજ્યગુરુ. આ બંને આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં સાથે ભણ્યા. બંનેએ દર કાળીચૌદશના દિવસે ભાવનગર ગોળીબાર હનુમાનજીના દર્શને જવાનો નિયમ વર્ષો સુધી પાળ્યો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં પ્રેમાભાઈ હોલમાં નવીનભાઈ અચૂક હાજર રહે, તે સમયની ટિકીટો પણ એમણે સાચવી છે. કમલેશ આવસત્થી અને નવીન રાજ્યગુરુની સાત દાયકાની દોસ્તી વાસ્તવમાં નિઃસ્વાર્થ દોસ્તીની અદભૂત મિસાલ બની રહી.
અદભૂત કાર્યક્રમ... નૃત્ય અને ગુજરાતી ગીતોનો આવો સમન્વય અમે પહેલી વાર જોયો... નૃત્યકાર અને સૂત્રધારનું પરફેક્ટ પરફેક્શન હતું આ કાર્યક્રમમાં.... આ અને આવા ઉત્સાહપૂર્ણ – ઉલ્લાસપૂર્ણ અનેક પ્રતિભાવો અમને મળ્યા અને અમારા માટે એ દિવસ જાણે ઉત્સવની ઊજવણીનો બની ગયો. એક કલાકાર માટે, એની પ્રસ્તુતિ થકી શ્રોતા - દર્શક રાજી થાય, એ રાજીપો વ્યક્ત કરે અને સામેથી પુછીએ કે ‘કાંઈ ખૂટતું હોય તો કહો’ ત્યારે એમ જવાબ મળે કે ‘ચોવીસ આની સોના જેવો કાર્યક્રમ છે’ તો કલાકાર માટે તો અંતરમાં ઉત્સાહ-ઉલ્લાસનો દરિયો હિલ્લોળા જ લે ને!
કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?
થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના છો?’ મેં કહ્યું, ‘હમણાં સરસ સાંસ્કૃતિક પ્રવાસો ચાલે છે એના પર.’ તો કહે, ‘આ માર્ચ એન્ડિંગના અનુભવો જે થયા - સાંભળ્યા - જોયા એના પર પણ ક્યારેક લખજો...’
