અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    વ્યવસાયે વકીલ પણ શબ્દો અને વિચ...

    ‘કોઈકને માટે કશુંક છોડી શકાય, પરંતુ કોઈને પણ કશાક માટે ન જ છોડાય...’ ‘જે તમને પ્રેમ કરે તેને શે ધિક્કારાય? જે તમારામાં વિશ્વાસ મૂકે તેને કેમ છેતરાય..?’ ‘જીવનમાં કલ્યાણ મિત્ર મળવો દુર્લભ છે...’ આ અને આવા અનેક વાક્યો, અર્થપૂર્ણ વાક્યો એમના પુસ્તકોમાં લખાયા છે.

    રંગ સંધ્યા એટલે પ્રેમ અને પ્રસ...

    તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા નિમિત્તે અમદાવાદમાં રંગ દેવતાની ભાવપૂજાનો અષ્ટ દિવસીય ઉપક્રમ ‘રંગ સંધ્યા’ નામે યોજાયો હતો. એ ઉત્સવના વિરામના દિવસે પૂજ્ય મોરારિબાપુએ કહ્યું હતું કે ‘આ રંગ સંધ્યાનો સાત્વિક મનોરથ જેમણે સેવ્યો અને આજે એ મનોરથ મારી દ્રષ્ટિએ કલ્પના કરી હશે એના કરતાં સવાયો સિદ્ધ થયો છે. અથ તો સારું હતું જ ઈતિ અમને નેતિ તરફ લઈ ગઈ. આ બધું તલગાજરડાના ત્રિભુવન વટની છાયામાં થયું, અહીં શ્રદ્ધાથી મંચન થયું છે એટલે સાધુ તરીકે રાજી થયો છું.’ આ શબ્દોએ આ રંગ સંધ્યાની સાથે જોડાયેલા તમામ કલાકારો અને શ્રોતા-દર્શકોને જાણે સત્ય–પ્રેમ–કરુણાથી સ્નેહભીના કર્યા હતા.

    જનરેશન ગેપ ટાળવાનો અકસીર ઉપાય...

    ‘આ નવી પેઢી જૂઓને ગુગલ મેપને જ ઓળખે, આપણે જિંદગી જે રસ્તા પર કાઢી એનું ન સાંભળે...’ એક વડીલે સાહજિકપણે કહ્યું. એમાં વાત એમ બની કે પરિવાર બે ગાડીઓ લઈને અમદાવાદની શનિ-રવિની રજાઓમાં એમના વતનના શહેરમાં ગયો હતો. જતાં તો બરાબરના માર્ગે ગયા, પરંતુ પાછા ફરતાં ગુગલ મેપના આધારે પોતાના વતનના શહેરમાં અને પછી હાઈવે પર પણ ગુગલ મેપ એમને સાવ અજાણ્યા અને દ્વિમાર્ગી કે એક માર્ગી રોડ પર લઈ ગયું. ઈંધણ વધુ વપરાયું - સમય વધ્યો અને આ વડીલને પોતાનું કહ્યું નવી પેઢીના છોકરાંઓએ સાંભળ્યું નહીં એમ લાગ્યું.

    વાણીવર્તનમાં થોડી શિસ્ત - સંયમ...

    ‘ઘણી વાર થાય કે આવું તો કેમ ચલાવાય અને પછી શાંતિથી વિચારું તો થાય કે દિવસમાં કેટલા લોકો સાથે ચર્ચામાં ઉતરવું, દલીલો કરવી, એટલે આખરે થાય કે આ તો આમ જ હોય હાંકે રાખો...’ એક ભાઈએ સહજપણે પોતાની લાગણી અભિવ્યક્ત કરી. મારો - તમારો - સહુનો એવો અનુભવ હોઈ શકે, જેમાં સામાન્ય માણસના પ્રશ્નોનો કોઈ ઉકેલ જ નથી. મોટા ભાગના પ્રશ્નો તો પાછા માણસો એટલે કે આપણી વચ્ચેના લોકો જ સર્જતા હોય છે. માણસ આટલો અસંવેદનશીલ કેવી રીતે થઈ શકે? આપણા પહેલા જે હતા એ ચિમ્પાન્ઝી કે વાંદરાને પણ સમજાય એવી વાત આજના માણસને કેમ નથી સમજાતી? એવો પ્રશ્ન પણ થાય. ક્યારેક આવો પ્રશ્ન જેને થાય એ પણ કોઈ બીજા પ્રસંગે વળી એવી જ રીતે વર્તતા હોય.

    માનવજીવનની મૂડી છે શબ્દ...

    ‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ તો અંગત જીવનમાં પણ સંબંધોમાં ‘એમણે જે શબ્દો કહ્યાને એ શબ્દોએ મારું દિલ તોડી નાંખ્યું...’ ‘એણે કીધેલા શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે....’ આવા વાક્યો આપણે સાંભળીએ છીએ. મોટા ભાગે કોઈ પણ ઘટનામાં માનહાનિ થવામાં આબરૂ વધવા કે ઘટવામાં, સંબંધો બનવા કે તૂટવામાં શબ્દો કારણભૂત હોય છે. શબ્દને શરીર નથી, પણ શબ્દ જે અનુભૂતિ આપે, વાત્સલ્ય આપે કે વિષ પાય એ બીજું કોઈ ના કરી શકે.

    ‘ધનંજયભાઈ ફૂલ ઓફ હેપ્પીનેસથી જીવ્યા...’ ‘આર્થિક રીતે નબળા પરિવારોની વિદ્યાર્થિનીઓને પ્રોફેસર તરીકે પિતાતુલ્ય વાત્સલ્ય આપીને શિક્ષણ આપ્યું, આત્મનિર્ભર બનાવી...’ ‘છેલ્લા થોડા વર્ષો બીમાર રહ્યા, સંગીતનો શોખ હતો એટલે કહેતા કે મારો 75મો જન્મ દિવસ 24 જૂન, 2023ના રોજ ઊજવવો છે. હું જીવતો હોઈશ તો રૂબરૂ નહીંતર સૂક્ષ્મ દેહે ત્યાં હાજર રહીશ.’ આવા વ્યક્તિત્વના સ્વામીનું નામ શ્રી ધનંજય ભાસ્કરરાય પંડ્યા. જન્મ થયો મોરબી ગામમાં. મૂળ વતન ભાવનગર. અહીંના શ્રી ઈચ્છાશંકર કરૂણાશંકર પંડ્યાના તેઓ પૌત્ર હતા.

    જન્મદિવસ એટલે એક નવી દિશા, નવી

    ‘મિત્ર કહું કે ભાઈ...’ વાક્યના શુભારંભ સાથે પારિવારિક સ્વજન હર્ષેન્દુ ઓઝાએ ફેસબુક પર તારીખ 9 જુલાઈ 2023ના રોજ મને જન્મદિવસની શુભકામનાઓ આપી.... અને મોટી સંખ્યામાં સ્નેહીઓ પણ એ શુભેચ્છા ભેગા ભળ્યા ને શુભકામનાઓથી ભીંજવ્યો. આનંદ આનંદ થયો.

    મનોબળ મક્કમ હોય તો જીત મુશ્કેલ...

    જાણીતી સ્પોર્ટ્સ મૂવી ‘ચક દે ઈન્ડિયા’માં શાહરુખ ખાન એક નાનકડો ડાયલોગ બોલે છે. ‘વાર કરના હૈ તો સામનેવાલ કે ગોલ પર નહીં, સામનેવાલે કે દિમાગ પર કરો, ગોલ ખુદ-બ-ખુદ હો જાયેગા.’

    કુદરતના ખોળે પ્રવાસની સાથે પર

    ‘ઈતિહાસની ભાષા સ્મરણની હોય, એ જ ભવ્ય અને દિવ્ય ઈતિહાસ ભક્તિપૂર્વક રજુ થાય ત્યારે એની ભાષા સમર્પણની હોય. અહીં સુર – શબ્દની આવી જ ભક્તિ પ્રસ્તુત થઈ રહી છે.’ પાલિતાણાના મેવાડ ભવન – ચેન્નાઈ ભવનમાં હમણાં યોજાયેલા એક ભક્તિસંગીતના કાર્યક્રમમાં પૂ.આ.શ્રી વિરાગચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે આ વાત કહી હતી.

    સમજદારીમાં સમાયો છે દરેક સમસ્

    અખબાર ખોલો, ટેલિવિઝન શરૂ કરો કે મોબાઈલમાં સોશિયલ મીડિયાના ડિજિટલ ન્યૂઝ જુઓ, ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માતના સમાચારો વાંચવા મળે અને એક ભયાનક દ્રશ્ય નજર સામે આવી જાય. માર્ગ અકસ્માતો સતત વધતા રહ્યા છે અને રોજ ક્યાંક ને ક્યાંક કોઈનું અકાળ મૃત્યુ થઈ રહ્યું છે. માત્ર આવા સમાચારો સાંભળીને, વાંચીને બેસી રહેવાથી નહીં ચાલે... શું થઈ શકે?