અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    શું ચાંદ જોઈને તમને કોઈ ચહેરો

    ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર, વો બેચારા દુર સે દેખે, કરે ના કોઈ શૌર.... ફિલ્મ ‘લાલ બંગલા’નું, ગુલશન બાવરા દ્વારા લિખિત, ઉષા ખન્નાએ સ્વરબદ્ધ કરેલું અને મુકેશે ગાયેલું આ ગીત રજૂ થયું અને શ્રોતાઓએ વન્સમોર કરાવ્યું. ગાયનના શબ્દ – સંગીત – સ્વરની અસર તો હતી જ પરંતુ જે ભાવનાત્મક શબ્દ એમાં છે એ ભાવના દરેકને સ્પર્શી ગઈ હતી. ગીતને વન્સમોરમાં રજૂ કરતાં પહેલાં કોમ્પેરે સરસ વાત કહી કે તમે તમારા જીવનમાં આવેલા આવા કોઈ ચાંદને યાદ કરી રહ્યા છો, એ ચાંદ જે સાથે નથી, સામે છે, ઊંચે આકાશમાં છે અને તમારા પર ચાંદની વરસાવી રહ્યો છે.

    પરિવર્તન સ્વીકારીને ચાલ્યા ત

    ‘અનન્યા, નાનુને પુછો, તમે દિવાળીમાં કેટલાં ફટાકડાં ફોડતા હતા?’ દીકરી ધ્વનિએ એની બે વર્ષની દીકરીને કહ્યું અને પછી અનન્યા સાથે સંવાદ કરીને એને જોવા ગમે એવા ફટાકડાં ફોડીને મોડી રાત્રે પથારીમાં પડ્યો ત્યારે બાળપણ – યુવાની અને આજ સુધીની કેટકેટલી દિવાળીના સંસ્મરણોના ફટાકડાંના અવાજો જાણે મન પર કબજો લઈ બેઠાં હતાં.

    જેસલમેરની સ્વર્ણિમ રેતીના કણ

    સવા બે વર્ષની અનન્યાને પુછ્યુંઃ ‘તું ક્યાં આવી ગઈ?’ તો બે હાથે રણની રેતી ભરીને મસ્તીથી કહે ‘જેસલમેર...’ હા, જેસલમેર... ગોલ્ડન સિટીના નામે સમગ્ર વિશ્વમાં જાણીતું પ્રવાસન સ્થળ, ગઢ–કિલ્લા-હવેલી-રણ અને લોકજીવનથી ધબકતું જેસલમેર. જેસલમેર જવાનું આયોજન અગાઉ બે-ત્રણ વાર થયું અને જવાયું નહીં. આ વખતે મનોરથ પૂર્ણ થયો.

    થોડીક સ્વયંશિસ્ત કેળવીએ, થોડો

    ‘ભણેલા-ગણેલા માણસો કેમ નહીં સમજતા હોય કે મારી આગળ ચાર જણા ઊભા છે, તેઓ સીધા જ કાઉન્ટર પર ઘુસી જાય ને પોતાનું કામ કરાવી લે.’ એક સિનિયર સિટિઝને કોઈ એક જગ્યાનો અનુભવ કહ્યો જે પછી તુરંત બીજાએ પોતાનો અનુભવ ઉમેરતા કહ્યું કે, ‘લોકો જાણે પોતાનું એકનું જ અહીં અસ્તિત્વ છે એમ માનીને કેમ વર્તતા હશે? આસપાસના વાતાવરણનો ને માણસોનો તો ખ્યાલ રાખો...’

    યશુદાસ અને સુરેશ વાડકર એટલે મધ...

    અમદાવાદના ટાગોર હોલમાં શ્રોતાઓ એક પછી એક ગીતોને તાળીઓથી વધાવી રહ્યા હતા. ગીત શરૂ થયા ત્યારથી એમના મધુર ગુંજારવ સાથે શરૂ થયેલી શ્રવણ યાત્રા ગીતના વિરામ સુધી જોડાયેલી રહી હતી.

    જીવનમાં ચબરાકિયાં જેવા આનંદ -

    ‘નવું વરસ તો આવે ને જાય, આપણને શું ફેર પડે? આપણે તો બસ એ જ ઢસરડા... એની કોઈ નોંધ પણ ના લેવાય...’ એક વ્યક્તિએ કહ્યું. ‘નવું વરસ છે, નવો સૂરજ ઊગ્યો છે, નવું વાંચીશ, નવું સાંભળીશ, નવું શીખીશ, અને કાંઈ નહીં તો રોજ થોડા શ્વાસ જાગૃતિપૂર્વક લઈશ. જિંદગી જીવવા જેવી છે યાર...’ બીજાએ કહ્યું.

    સૌરાષ્ટ્ર-કચ્છનું મોતીભરતઃ લ

    ‘એ ભાઈ, કચ્છના રણ ઉત્સવમાં જઈએ ત્યારે પુરો એક દિવસ મારે ત્યાંના હેન્ડીક્રાફ્ટના કલાકારો સાથે પણ રહેવું છે એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરજે.’ બ્રિટનથી ભારત આવતાં પહેલાં બહેન મીનાએ કહ્યું. એના જેવા જ મોટાભાગના પરિચિત પ્રવાસીઓ હોય જેઓ કચ્છના પ્રવાસ સમયે કચ્છના હેન્ડીક્રાફ્ટ માટે પણ એટલો જ સમય ફાળવે છે. હેન્ડીક્રાફ્ટના અમારા જેવા ચાહકોને ત્યાં તો સૌરાષ્ટ્ર – કચ્છના આ કલાવારસાની સાચવણી અને સંવર્ધન પણ નાનપણથી થતું અમે જોયું છે. આજે અહીં આ બધું લખવાનું સ્મરણ થયું એના મૂળમાં હમણાં જ હાથમાં આવેલું એક અદભૂત પુસ્તક છે. જેઓ પોતાને કલાકાર તરીકે નહીં, પરંતુ કલાના ચાહક તરીકે વધુ ઓળખાવે છે એવા આત્મિક જાગૃત કલાકાર અને કલાતીર્થ ટ્રસ્ટ-સુરતના શ્રી રમણિક ઝાપડિયાએ કલાના વિવિધ સ્વરૂપોને, ધારાઓને, પરંપરાઓને સંગ્રહી લેવાના આશયથી છેલ્લા ઘણા સમયથી અવિસ્મરણીય અને અદભૂત એવા ગ્રંથોનું પ્રકાશન હાથ ધર્યું છે.

    ભગવાન શ્રી રામ એ ભારતની વિચારધ...

    મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજીર બિહારી, પ્રબીસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. ગોસ્વામી તુલસીદાસ રચિત આ ચોપાઈ બાળપણથી સાંભળતા આવ્યા, અનહદ આનંદની અનુભૂતિ મેળવી, પરંતુ તારીખ 22 જાન્યુઆરીને મંગળવારે આ ચોપાઈનું શ્રવણ–ગાયન કાંઈક અલૌકિક અનુભવ આપી ગયું. અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક અવસર ઊજવાયો. ઘરે-ઘરે, મંદિરે-મંદિરે, ગામ–ગામમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. એવું લાગ્યું જાણે જન–જનનું હૃદય અયોધ્યામય થઈ ગયું અને એ હૃદયમાં જાણે પ્રભુ શ્રીરામ પધાર્યા.

    જીવનસાફલ્યનો અર્થ પ્રકટ કરે છ

    ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું....
    ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ.....
    જેવા અનેક ભક્તિપદોમાં જેનું વર્ણન કરાયું તે ભક્તિની સંવેદના શું? ભક્તિની અનુભૂતિ શું? આપણા હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થયાનો ખ્યાલ કેમ આવે? આવા ઘણા પ્રશ્નો સત્સંગમાં જનારને ઘણી વાર થતા હોય છે. ભક્તિ, અઢી અક્ષરના આ શબ્દનું વાંચન – શ્રવણ – ઊચ્ચારણ કે લેખન આપણે અનેકવાર કરતા હોઈએ છીએ. વાસ્તવમાં ભક્તિ શબ્દના ભાવને, અર્થને આપણે પામીએ છીએ ખરા?