‘આજે સારો દિવસ છે, આરંભ કરીએ’ આવું વાક્ય આપણે સામાન્ય રીતે ઘણી વાર બોલતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. આપણા ઉત્સવોમાં ઘણા ઉત્સવો શુભારંભ માટેના ખાસ ઉત્સવો ગણાય છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
ભાવનગરનો પ્રિયાંશ રાજ્યગુરૂ બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ પરફોર્મ કરતા કરતા ધોરણ દસમાની પરિક્ષામાં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે છે. RRR ફિલ્મની પ્લેબેક સિંગર રાગ પટેલ હ્યુમિનિટીઝ સ્ટ્રીમમાં બેસ્ટ માર્ક્સ લાવે છે. શ્રમિક તરીકે કામ કરતા માતા-પિતાના અનેક સંતાનો ધોરણ દસ કે બારમાની પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવે છે. ઘરમાં કોઈ સભ્યની બિમારી હોય કે પરિક્ષાના દિવસો આગળ જ પરિવારના કોઈ સભ્યનું નિધન થયું હોય અને તે છતાં વિચલિત થયા વિના પરીક્ષા આપીને સારા માર્ક્સ મેળવ્યા હોય એવા સમાચારો આપણી આસપાસ નિયમિત સાંભળવા મળે છે. અખબારોમાં આપણે વાંચીએ છીએ.
‘ભક્ત પોતાની બધી જ શક્તિઓ પ્રભુના ચરણે ધરે છે, પોતે પણ પ્રભુના ચરણે ધરેલું એક પુષ્પ બની જાય છે. પછી માત્ર પ્રભુનું જ સામ્રાજ્ય રહે છે, જેમાં ભક્ત કેવળ સેવકની ભૂમિકા અદા કરે છે. પોતે સેવક અને પ્રભુ સ્વામી, પોતે સમાયેલું મોજું અને પ્રભુ વિસ્તરેલો મહાસાગર, પોતે અંશ અને પ્રભુ આકાશ. પ્રભુ સાથે તાણાવાણાની આ રીતનું નામ જ ભક્તિ છે.’
જાપ મરે અજપા મરે, અનહદ હુ મર જાયે, સૂરતા સમાન શબદ મેં, તાહિ કાલ નહિ ખાય... શબ્દમાં સૂરતા વસે છે અને એ શબ્દનું વાંચન – શ્રવણ કરીને આપણે આપણી રૂચિ અનુસારની - સ્વભાવ અનુસારની સમજણ વિક્સાવતા જઈએ છીએ. મકરંદ દવેએ લખ્યું છે, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરી, ગમતાનો કરીએ ગુલાલ.
તમને ગમતી કોઈ એકાદ હિન્દી - ગુજરાતી - ઊર્દુ - હિન્દી ભાષાની ગઝલ યાદ કરો અને મન મુકીને ગાવ... આવું જો કોઈ કહે તો મને કે તમને કઈ અને કેટલી ગઝલ યાદ આવે? ઘણીવાર એકથી પાંચ–સાત ગઝલના મુખડા એક પછી એક યાદ આવી જાય. ઘણી વાર થોડી થોડી વારે અરે, આ તો મને બહુ ગમે એવું બોલીને આપણે ટુકડે - ટુકડે એકથી વધુ ગઝલ યાદ કરીએ. એક કાર્યક્રમ સંદર્ભે થોડું લેશન કરતો હતો અને યાદ આવ્યું કે બે દાયકા પહેલાં ભાવનગરમાં અમે એક કાર્યક્રમ કર્યો હતો જેનું શીર્ષક હતું, ‘ગમી તે ગઝલ.’
‘મારી એક નાનકડી સહજ ભૂલના કારણે મારી દીકરી ઈચ્છે ત્યારે મને કાન પકડાવે છે.’ એક ભાઈએ હસતાં હસતાં એમની દીકરી સામે જ આ વાત કરી. જવાબમાં દીકરીએ એ જ આખી ઘટના કહીને પોતાનો પક્ષ મૂક્યો.
દિલ છે તો દૂધપાક છે, નહીંતર સૂકો ભાત છે... એન્જિન બનવું હોય તો ધુમાડા નીકળે જ. પુરુષાર્થ એન્જિન કરે છે એટલે એણે આગ અને ધૂમાડા સાથે કામ પાડવાનું જ છે. ડબ્બાને માત્ર અનુસરણ કરવાનું છે. કામને ખૂબ પ્રેમ કરશો, સતત પ્રવૃત્ત રહેશો તો થાક ઓછો લાગશે...
ક્યારેક તો એવું લાગતું હતું કે શ્વાસ થંભી જશે, અવર્ણનીય રોલરકોસ્ટર રાઈડ જેવી એ મેચ રહી અને આખરે સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે 2024નો ટી-20 વર્લ્ડકપ જીતી લીધો. એક પણ મેચ હાર્યા વિના ભારત અજેય રહ્યું. રોહિતની કેપ્ટન્સી, હેડ કોચ રાહુલ દ્રવિડનું માર્ગદર્શન, સપોર્ટ સ્ટાફની મહત્વની ટીપ્સ અને તમામ ખેલાડીઓનું વખતોવખતનું શ્રેષ્ઠ પર્ફોમન્સ એટલે ભારતના વિશ્વવિજેતા થવું.
જુલાઈ મહિનાનો આરંભ થાય એટલે મોટાભાગે દર વર્ષે ગુજરાતી અષાઢ મહિનાની ભીનાશ અને મોરલાનો ગહેકાટ આપણને પ્રસન્નતા આપે. જુલાઈ મહિનો મારા માટે પણ ખાસ બનીર રહે કારણ કે મારો જન્મદિવસ દસમી જુલાઈ છે. સ્વાભાવિક છે, દરેક માણસ માટે એનો જન્મદિવસ વિશેષ ઉજવણીનો બનતો હોય છે. બચપણથી જ ઘરમાં જન્મદિવસ ઉજવવાની પરંપરા રહેતી આવી છે અને એ બર્થડે સેલિબ્રેશનના આપણા સંસ્મરણો આપણી સાથે સચવાયેલા રહેતા હોય છે.
ચાતુર્માસ આવ્યા, ચાલો હવે તો કથા-વાર્તા, શ્રવણ, કિર્તન અને ઉત્સવોનો આનંદ કણકણમાં લહેરાશે... આવું વાક્ય એક મિત્ર બોલ્યા અને શરૂ થઈ રહેલા ચાતુર્માસ નિમિત્તેની વિચારયાત્રા શરૂ થઈ. દર વર્ષે અષાઢ માસની સુદ (એટલે કે શુક્લ) પક્ષની અગિયારસથી ચાતુર્માસનો આરંભ થાય છે. આ દિવસ દેવપોઢી અગિયારસરૂપે ઉજવાય છે. વિષ્ણુપુરાણ સાથે જોડાયેલી કથા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા માટે જતા રહે છે તે પછી ચાર મહિને દેવઉઠી અગિયારસના દિવસે પરત આવે છે. એટલે જ આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. કથા અનુસાર આ ચાર મહિના દરમ્યાન પૃથ્વીલોકની સંભાળ ભગવાન શીવ લે છે.
